મારા મનનો પટારો
મારા મનનો પટારો
મારા મનના પટારામાં અનેક યાદોનો સંગ્રહ થયેલો છે. સુખ હોય કે દુઃખ આપણું મન હંમેશા વિચારો, લાગણીઓનો સંગ્રહ કરતો આવ્યો છે. વાત આવી પૂર્વજની તો દાદા- દાદી સાથે અગાઢ સંબંધ નાનપણમાં રહેલો. મમ્મી પણ વાત કરતા કે, " જુલી તું દાદીની ખૂબ જ લાડલી હતી અને આખો દિવસ તેના ખોળામાં જ બેઠી હોતી." મારા દાદી અવસાન પામ્યા ત્યારે હું માત્ર અઢી વર્ષની હતી. એટલે ત્યારનું તો કંઈ જ યાદ નથી. હા, એક વાત યાદ છે જ્યારે દાદી અને મમ્મી જોડે અંજાર નાનીના ઘરે ગયા હતા, ત્યાં હું દાદીના ખોળે ઉંબરે બેઠી હતી અને અચાનક દાદી નીચે ઢળી પડ્યા. બસ પછી ક્યારેય આંખ ન ઉગાડી. રડતી રડતી દાદીને કહેતી રહી કે, " દાદી ઊઠ, ઊઠ."
વાત કરું નાનાની તો એની સાથે મારો ગાઢ ઋણાનુબંધ હતો. તેને હું ' નાના ' નહીં, પણ ' પપ્પા ' કહીને બોલાવતી. તેમને કમળો થયો હતો. મારા ઘરે તે રહેવા આવે એટલે નાના સાથે મસ્તી કરવાની ખૂબ મજા આવતી. નાના મને ' ગગી ' કહીને બોલાવતા. એમની સાથે સમય પસાર કરવા માટે તો દર વેકેશનમાં અંજાર પહોંચી જતી. મારા માસીને બે દીકરા જનમ્યા અને એ જ દિવસે મારા નાના પલંગ ઉપરથી પડી ગયા. એમને ચા પીવી હતી, પણ અચાનક ઢળી પડ્યા. ડોક્ટરને બોલાવ્યા પછી, પણ મારા નાનાએ આંખ ન ખોલી. બધા રડતા હતા. હું તો એક ખૂણામાં જઈને રડતી હતી. " નાના આજે તમે સાથે હોત તો..!"
