જીવનની સફર
જીવનની સફર
અષાઢી બીજે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા હતા. ચોમેર આભે અંધકાર છવાઈ ગયેલો. લાગ્યું કે ધોધમાર વરસાદ આખા ગામને ડૂબાડી દેશે. સમયનો કાંટો ભાગતો રહ્યો. પરંતુ વરસાદ જાણે રિસાઈને બેઠેલો.
મારા પતિની અચાનક તબિયત ગબડી પડી. બેંહોશ થઈને જમીન પર પડી ગયેલા. " રાકેશ, તમને કંઈ નહીં થાય. હું ઝડપથી દાક્તરને બોલાવી લાવું. " કહીને તરત ઘરની બહાર ભાગી. પગમાં ચંપલ ન પહેરીને રસ્તામાં પડેલ કાંટો વાગ્યો. પણ એની પરવા કર્યા વિના જ ભાગતી રહી.
મારો જીવ અધ્ધર થઈ ગયેલો. રાકેશના વિચારોમાં જ દાક્તર પાસે પહોંચી. દરવાજો જોરજોરથી ખખડાવવા લાગી. ' ખોલો, ખોલો. ' નો સાદ પાડ્યા. આવી કઠિન જીવનની સફર ક્યારેય અનુભવાઈ નહોતી. બેઉં ઘરે પરત ફર્યાં. રાકેશને જોતાં જ ચહેરા પર સ્મિત છલકાઈ ગયું.
