અણધારી આફત
અણધારી આફત
મારા ઘરની બહાર નાનકડો ધૂળવાળો આંગણો, બાજુમાં ખાટલો રાખેલો. મારા બાપુ રાતે બહાર જ સૂતાં. હું મારી મા સાથે એક રૂમના ઘરમાં સૂતી. ગરીબી ઘર કરી ગઈ. પોતાનું ઘર કર્જમાં ચાલી ગયું. હવે, ખાવા માટે વાંધા પડવા લાગ્યા. બાપુએ વિચાર્યું કે, "મારી રાધાના લગ્ન કરાવી દઉં તો દીકરીને દુઃખ ન વેઠવું પડે. " નસીબના જોરે મારા લગ્ન લેવાયા.
અનિલ મારી પૂરી સંભાળ રાખતો. મને દુઃખ ન આવે, એની ખાસ તકેદારી રાખતો. લગ્નને માત્ર એક વર્ષ થયેલું. અચાનક નસીબે ઘુંલાટી ખાધી. અનિલે આવીને માત્ર એટલું કહ્યું કે, "રાધા, મને માફ કરી દેજે." કહીને ઘરની બહાર નીકળી ગયો. અણધારી આફતથી અમે બેઉ પડી ભાંગ્યા.
