અધૂરું સ્વપ્ન
અધૂરું સ્વપ્ન
નાનકડા ઘરમાં અમો પાંચ જણ. હું ( હિના ), મારા પતિ યોગેશ, સાસુ, સસરા અને મારો બે વર્ષનો દીકરો રાજુ. ઘરમાં સુખ-શાંતિની દેન ભગવાને પહેલેથી આપેલી. છતાં કંઈક જીવનમાં ખૂટતું લાગ્યું. મારા લગ્નને માત્ર પાંચ વર્ષ પૂર્ણ થયેલા. મારું અધૂરું સ્વપ્ન હજુ પણ સ્વપ્ન બનીને રહી ગયું. એ હતું શિક્ષિકા બનવાનું. બે-ચાર વખત કહેવા છતાં કોઈ રાજી ન થયું. " ઘરની વહુ ઘરમાં જ શોભે " એવા બોલ મારા સાસુ કહેતાં. મારા પતિ માજીના પડ્યા બોલ ઝીલતાં. ક્યારેક અણસમજુ બનીને જિદે ચડતી. પરિણામે મારી કદર ઓછી થઈ જતી.
રાત્રિએ સૌ આંગણે બેઠેલ હતા ત્યારે, ( હિંમત કરીને ) " માજી હવે રાજુ પણ મોટો થઈ ગયો. હવે મારા સ્વપ્ન તરફ પ્રયાણ કરી શકું ? " કહેતા હાંફ ચડી આવ્યો. કારણ થોડી ગભરાહટ થઈ. હૃદયના ધબકારા પણ વધી ગયા. " ના, હીના દરેક સમયે એક વાત કહીને ઘરમાં કંકાસ ન ફેલાવ " ચોખી ' ના ' પાડીને માજી ઘરમાં જતાં રહ્યા. પાંચ વાગ્યે સૌ મારી શોધમાં ભટકી રહ્યા.
