કોરોના કા રોના"
કોરોના કા રોના"
"કોરોના કા રોના"
કોરોના પહેલા,
ઘડિયાળમાં સમય હતો,
પણ હૃદયે સમય માગતું નહોતું.
Zoom ગુમ હતું
લોકો દોડતા હતા,
પણ દોડનો અંત ક્યાં હતો –
લોકઅપ પણ લોકડાઉન
એ કોઈને ખબર નહોતી.
સ્કૂલોમાં બેલ વાગે પછી
બાળકો દોડતા હતા રમવા,
મોબાઇલના શહેરો સુધી
હજુ તેમની સરહદ પહોંચી નહોતી.
કોફી શોપોમાં લોકો
ફક્ત કોફી પીવા જતાં,
ફોટો પાડી સાબિત કરવા નહીં
કે ‘હું પણ અહીં જ છું!’
સાંજના બાગોમાં
ચચારાના ગોલ ચક્ર કરતા હતાં,
ફોન હાથમાં હતો,
પણ હાથને કબજો ન કર્યો હતો.
રસ્તાની ચા પર
કોઈ અજાણ્યા સાથે વાત થઈ જાય
તો મિત્રપણું થઈ જતું,
એમ નહીં કે "માસ્ક પહેરો તો વાત કરું."
નાના ઝગડાઓ નાના જ હતા,
ગાળવા માંડતા –
‘ચાલ, ચા પીવા જઈએ!’ કહીને.
એનેઝોન નો કોઈ ઝોન નહતો.
શ્વાસ લેવાની ખબર નહોતી,
શરીર પોતે જ લેતું હતું.
કોઈએ વિચાર્યું નહોતું
કે એક દિવસ
કોઈ છીંકે,તો દોટ મૂકે.
સ્વજન કંઈક સાથે હતા
બેસણા ઑફ્લાઉન રહેતા
હોઠને હસવાનો કોઈ કર નહતો.
નોકરીએ જાવું એ એક પીકનીક હતી.
શ્વાસને કોઈ પરદો નહતો.
કોરોના પહેલા,
જીવન સામાન્ય હતું.
પણ એ જ સામાન્ય
કેટલું કિંમતી હતું
અમે બહુ મોડું સમજી ગયા
