કનકચુર પ્રેમ
કનકચુર પ્રેમ
આજે હું તમને વાત કરવા જઈ રહી છું .એક એવા બે કંદોઈની જે માત્ર એક જ મીઠાઇ માટે પ્રખ્યાત બનેલા હતા. તેના હાથની બનતી આ ખાસ મીઠાઈ કનકચુર ઢેફલી.
આજથી ૪૦ વર્ષ પહેલાની વાત છે. રમણીકભાઈ કંદોયા અને ઈન્દુભાઈ કંદોયા દેરડી પંથકમાં કનકચુર મીઠાઈ બનાવવાની તેની કરામત કહો કે કસબ, તેનાથી તેઓ એટલા પ્રખ્યાત થયા હતા કે. દૂર દૂરથી કનકચુર મીઠાઈ બનાવવાના તેને ઓર્ડર આવતાં. તેના જેવી કનકચુર ઢેફલી કોઈ બનાવી શકતું નહિ. અન્ય પ્રોફેશનલ કારીગરો તે લોકો બનાવે ત્યારે માથે ઊભા રહે. તો પણ તેના જેવી તો આ મીઠાઈ બની શકે જ નહીં. તેના કારણે દૂરદૂરથી તેની મીઠાઈની ખુબ માંગ રહેતી હતી.
માત્ર રવો, માવો, ખાંડ, એલચી અને સાચી કળી ગુંદ માત્ર આટલી જ વસ્તુથી બનતી મીઠાઈ એવી રીતે બનાવવામાં આવી હતી કે ખાનાર ખાતા થાકે નહીં. અને એનાં પછી બીજા કોઈ શીખી શક્યા નહીં. અને આ સુંદર,સ્વાદિષ્ટ, સુગંધીત મીઠાઈ આજે લુપ્ત થઇ ગઈ છે. બંને કારીગરોના સ્વર્ગવાસ પછી કનકચુર મીઠાઈ બનાવવાનો પ્રયત્ન તો બધા કરે છે. પણ તે ઓરીજનલ સ્વાદ સુગંધ અને દેખાવ કોઈથી બની શકતો નથી. અને આ મીઠાઈ આજે રમણીક ભાઈ ઈન્દુભાઈની સાથે લુપ્ત થઇ ગઈ છે.
તે સમયના હયાત લોકો પાસે આ કનકચુર ઢેફલીની વાત સાંભળી આજ પણ મોંમાં પાણી આવી જાય છે. આવી કરામત હતી ઇન્દુભાઇ અને રમણીકભાઈ ના હાથે બનતી આ ખાસ મીઠાઈમાં
