Margi Patel

Abstract Drama Tragedy

5.0  

Margi Patel

Abstract Drama Tragedy

કળિયુગ નો ભગવાન

કળિયુગ નો ભગવાન

6 mins
8.3K


કળિયુગ નો ભગવાન એટલે પૈસા.

"પૈસા એ આજના યુગ માં કદાચ , સુખ પ્રાપ્ત કરવાનું કલ્પવૃક્ષ હોય શકે પરંતુ તે આજ સુધી દુઃખ ચૂસવા માટેનું બ્લોટીંગ પેપર તો નથી જ બની શક્યું."

પૈસા એ જીવનની ખુબ જ જરૂરિયાત અને મહત્વપૂર્ણ સ્ત્રોત છે. છતાં તેની તુલના પ્રેમ, દેખભાળ, વિશ્વાસ કે લાગણીઓ થી થતી નથી. પૈસા જીવન નું ખુબ જ મહત્વપૂર્ણ છે જેના વગર જીવન જીવવાનું વિચારી પણ ના શકાય. જયારે માનવી ને પૈસા ની જરૂર હોય ત્યારે તેને પ્રેમ પુરી નથી કરી શકતો. અને પ્રેમ ની જરૂર હોય ત્યારે પૈસા તેની ખોટ પુરી નથી કરી શકતો. બંને ની જરૂર છે. બંનેની જરૂરિયાત જીવન માં અલગ અલગ સ્થાને છે.

આપણા જીવનની દરેક જરૂરિયાત નાનાથી લઈને મોટી દરેક પૈસાથી જ પુરી થાય છે. પૈસા વગર જીવન વિચારી પણ નથી શકાતું. પેહલા ના જમાના માં એક પ્રથા હતી કે વસ્તુ ના બદલે વસ્તુ મળતી. ત્યારે પૈસા ની જરૂર ખુબ જ ઓછી હતી. પણ અત્યાર ના યુગમાં ડગલે ને પગલે પૈસા ની જરૂર પડે છે. ખાવા-પીવા, ટીવી દેખવા, કપડાં, શોખ પુરા કરવા, સ્કૂલમાં, કૉલેજમાં દરેક માટે પૈસા તો જોઈએ જ. પૈસા બાહ્ય જરૂરિયાત પુરી પડે છે. આંતરિક નહિ. છતાં પૈસા વગર કઈ જ નહિ.

પૈસા નું મહત્વ વધતું જ જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રહન-સહન મોંઘુ થતું જાય છે. હવે તો પૈસા થી સમાજમાં વ્યકિતનું સ્થાન પણ નક્કી થાય છે. જેના જોડે વધારે પૈસા એમ તેનું સ્થાન ઊંચું. જીવનમાં દરેક ઘડીમાં જીવનના અંત સુધી પૈસા એ તેની અલગ અલગ મહત્વ પ્રદશિત કર્યું છે. આ યુગમાં ઘણા ઓછા લોકો એ કરોડપતિ બનાવના સપનાને પુરા કાર્ય છે. પૈસા ની જરૂર દરેકને હોય છે. પછી એ ગરીબ હોય કે ધનવાન. શહેર માં હોય કે ગામડામાં. પૈસા ની કમી ના લીધે માનવીનું મુત્યુ પણ નક્કી છે. છતાં જીવી જાય તો ખુબ જ કષ્ટ થી જીવે છે.

હું એવું મનુ છું કે " પૈસા ખુશીઓ માટે મહત્વ ની ચાવી છે જેને ભગવાન દ્રારા આપણે ઉપહાર માં આપી છે." માનવીના સ્વભાવ પર નિર્ભર કરે છે કે તે કેવી રીતે ઉપયોગ કરે છે. ઘણા એવા પણ માણસો છે જેમના માટે પૈસા જ બધું છે. અને તે માણસો પૈસા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. પૈસા માનવીના મનમાં ક્રોધ, લાલચ, ભયનું સ્થાન લઇ લે છે. સરકારી ઓફિસર ને રિશ્વત લેતા પણ કરી દે છે. તેમનો સ્વાભિમાન તો બાજુમાં મુકાઈ જાય છે.

પૈસા વધારે હોવાથી માનવીનો નાશ પણ થાય છે. પૈસા માનવી ને ખુશી પણ આપી શકે છે અને દુઃખ પણ. પૈસા તેને બાહ્ય વસ્તુ ઓ તો ખરીદી ને આપે છે. કિંમતી વસ્ત્રો, કિંમતી આભુશન લઇ આપે. પણ પૈસા પ્રેમ ને નથી લઇ આપતો. વધારે પૈસા હોવાથી માનવી પાસે મખમલ નું ગાદલું તો હોય છે પણ આખો માં ઊંઘ નથી હોતી. એમના બાળકો સ્કૂલ કે કોલેજ ગયા હોય તો પણ સતત ચિંતા કોરી ખાય છે. કે કઈ થશે તો નહિ ને. મારા દુશ્મન કઈ કરશે તો નહિ ને મારા બાળકોને મોંઘા માં મોંઘી ખાવાનું ખાશે તો પણ ભૂખ સંતોષાતી નથી. જે મજા રોટલી,શાક,ખીચડી ને રોટલા ખવામાં છે એ પિઝા કે બર્ગરમાં નથી. પૈસા માનવીને બદલી નાખે છે. માનવીને પોતાના પરિવાર થી દૂર કરી દે છે. વધારે કમાવાની લાલચ જાગે છે. દોસ્ત તો નથી બનતા પણ નવા દુશ્મન તો બને જ છે. ભય વધારે છે. જ્યાં પૈસા બોલે છે ત્યાં પ્રેમ નો અભાવ છે. વિશ્વાસ ની હોય છે. સબંધો માં ઉણપ છે. સંસ્કારની કમી છે.

જેના જોડે પૈસા છે તે ને બધા પૂછે છે કે "કેમ છો?" ગરીબના સામે કોઈ જોતું પણ નથી. ગરીબ લોકો એક સમયના ખાવા માટે પણ તરસે છે. જ્યાં તેઓ ને પૈસા ની કિંમત હોય છે ત્યાં અમીર બાપના છોકરાઓ પૈસાને પાણી ની જેમ વહે છે. પૈસાવાળા બાળકોને એવી લત લાગી જાય છે કે નાની ઉમર માં જ સિગરેટ, શરાબ, માવા મસાલા ખાતા કરી દે છે. હવે તો હુક્કાબાર નો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. માતા-પિતા ની શરમ મૂકી ને હુક્કાબાર માં જશે. અત્યારના યુગમાં પૈસા વગર જીવી જ ન શકાય. જેમ દરેક જગ્યાએ પશુઓ દેખવા મળે છે એમ દરેક જગ્યાએ પૈસાની જરૂર પડે છે.

પૈસાએ એકજ ઘર માં 3 ભાઈઓ ને અલગ કરી દીધા.

એક ઘરમાં 3 ભાઈઓનો પરિવાર રહેતો. પલાશ, હરિ અને નકુલ. ખુબ જ ખુશીથી રહેતા. પ્રેમ ખુબ. કોઈને એક બીજા વગર ચાલે નહિ. લોકો તેમનું ઉદાહરણ આપે. કોઈ એમ ના કહી શકે કે આ ભાઈઓ વચ્ચે ફૂટ પડશે. પણ સમય એનો ખેલ કરી ગયો. પલાશ અને હરિ સાથે તો રહ્યા પણ નકુલ અલગ થઇ ગયો. નકુલ ને પૈસા નો એવો રંગ લાગ્યો કે બદલાઈ ગયો. પૈસા ના રંગ માં નશા ના લતે ચડી ગયો. અને બે ભાઈઓથી દૂર થઇ ગયો. થોડો સમય ગયો અને હરિનો ધંધો સારો એવો ચાલવા લાગ્યો. ખુબ જ કમાણી થતી. હરિનો સ્વભાવ ખુબ જ શાંત. કોઈ ને કઈ કહે નહિ. કોઈ સામે બોલે નહિ. કોઈ ને દુઃખી ના કરે. મોટા ભાઈ ને કદી સામે ના બોલે. હરિ માટે બધાજ છોકરાઓ એક સમાન. હરિ પોતાના છોકરા કરતા પલાશ ના છોકરા ને વધારે રાખે. હરિ માટે તેના મોટાભાઈ એટલે ભગવાન.

હરિની પ્રગતિ દેખી ને પલાશ ખુબ જ રીશે બળે. સામે કહી ના શકે. એટલે એમના વર્તન માં છલકાય. પલાશ અને એની પત્ની ભેદ-ભાવ કરવા લાગ્યા બાળકો માં. પલાશ અને તેની પત્ની બધી જ રીતે અંતર રાખે હરિ ના બાળકો ને. અરે... હદ તો ત્યારે થઇ કે ખાવામાં પણ ભેદ-ભાવ થવા લાગ્યા. પલાશ અને તેની પત્ની અંદરથી અલગ અને બહારથી અલગ. સમય જતા વાર ના લાગી. હરિની દીકરીના લગ્નની ઉમર થઇ. પલાશ ઘરમાં મોટા હતા. અને હરિ માટે ભગવાન. હરે એ તેની છોકરીની માટે સારું પાત્ર શોધવાનું કહ્યું. હરિના નસીબે તેની છોકરી ને સારું લગ્નસાથી પણ મળી ગયું. અને તેનું લગ્નજીવન પણ સારું જતું. એ દેખી ને પલાશ ને વેઠાતું નથી. બે -ત્રણ વાર તો પલાશે પ્રયત્ન પણ કર્યો કે કેવી રીતે હરિ ના છોકરી નું ઘર ભાગી જાય. પણ પલાશ તેમાં સફળ ના થયો. પલાશને મનને મનમાં બસ એમ જ થાય કે ક્યાંથી આટલો સરસ જમાઈ હરિ ને મળી ગયો?

પલાશ દરેક સમયે હરિ ની પત્ની સાથે લડાઈ-ઝગડો કરવાનું બહાનું જ શોધે. હરિ તેના મોટા ભાઈને કદી કઈ જ કહે નહિ ખોટા હોય તો પણ. પલાશ કહે એ માની જ લે. હરિની પત્ની ને ખુબ જ હેરાન કરતા. હરિની પત્ની નો સ્વભાવ હરિ કરતા અલગ હતો. હરિ ની પત્ની ખોટું ના દેખી શકે. એટલે હરિ ની પત્ની જો પલાશ ખોટા હોય તો તેને સામે જ કહી દે. તેની તે બધાના આંખ માં કૂચવા લાગી. પલાશને પણ સારી એવી નોકરી છે. છતાં તેનો ભાઈ અને તેના છોકરા આગળ નીકળી જાય એ ના ગમે. અત્યારે તો પલાશ તેના નાના ભાઈ હરિ ને બોલાવતો પણ નથી. કેમ? હરિ તો તેના મોટાભાઈ ને ભગવાન માને છે. હરિ માટે પલાશ એટલે તેની જિંદગી. છતાં પલાશ સામે પણ નથી દેખતો. પૈસાએ ભાઈઓને અલગ કરી દીધા. નકુલ જોડે પૈસા આવ્યા ત્યારે તે લત પર ચડીને ભાઈઓથી અલગ થઇ ગયો. હરિ પાસે પૈસા થયા તો પલાશના આંખમાં કુચાવા લાગ્યો. હરિ તેના બધાજ ભાઈઓ ને સાથે લઈને ચાલવાની ખુબ જ કોશિશ કરી છતાં તે સંભવ ના થયું. પૈસા ના લીધે માનવી ના સ્વભાવ બદલાઈ ગયા. પ્રેમની જગ્યાએ પૈસા બોલવા લાગ્યા. પૈસા એ એક પરિવારને વેર-વિખેર કરી નાખ્યો.

પૈસાને કોઈ રંગ નથી,

છતાં રંગાઈ જાય છે તેના રંગ માં બધા...

પૈસાને કોઈ રૂપ નથી,

છતાં મોહિત થઇ જાય છે બધા...

પૈસાને કોઈ આંખ નથી,

છતાં તે દેખે છે સર્વ ને...

પૈસાને કોઈ જીબ,

નથી છતાં બોલે છે...

પૈસાને કોઈ કાન નથી,

છતાં તે સાંભળે છે બધા ને...

પૈસાનો કોઈ સ્વાદ નથી,

છતાં મીઠો લાગે છે બધાને...

પૈસા ને કોઈ હાથ નથી,

છતાં કરે છે કર્યો બધા...

પૈસાને કોઈ પગ નથી,

છતાં છેલ્લે છે તે બધે...

પૈસાને કોઈ શ્વાસ નથી,

છતાં તેનાથી જીવે છે બધા...

પૈસાને કોઈ હૃદય નથી,

છતાં સ્થાન છે મનમાં બધાને..

પૈસા કોઈ ભગવાન નથી,

છતાં પૂજે છે બધા....



Rate this content
Log in

Similar gujarati story from Abstract