purvi patel

Classics

3  

purvi patel

Classics

ખિસકોલી

ખિસકોલી

2 mins
136


ઘરના આંગણામાં એક બાજુએ મોટું લીમડાનું ઝાડ. શ્યામ અને રાધાના લગ્ન પછી રોજ સાંજની ચા બંને લીમડાની નીચે હિંચકા ઉપર ઝુલતા ઝુલતા જ પીએ. આ એમનો નિત્યક્રમ થઈ ગયેલો. રાધાને લીમડાના ગુણ અને ઉપયોગની ઘણી માહિતી.લીમડો કડવો, પણ ભારે ગુણકારી એ રાધા સારી રીતે જાણે. લીંબોળીનું તેલ બનાવે. લીમડાનો ધૂપ કરે. લીમડાનો રસ કાઢીને પીએ અને પીવડાવે.આમ આખો દિવસ ઘરમાં ચહેકતી રહેતી રાધા ને જોતાં જોતાં જ શ્યામનો દિવસ પણ પૂરો થઈ જતો.

બંને વચ્ચે અનોખી પ્રીત. રાધા ઘણીવાર 'કડવો લીમડો અને મીઠી પ્રીત' એવું કંઈ ગણગણ્યા કરતી. લગ્નના બે વર્ષે રાધાએ સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરો પણ લીમડાના છાંયે છાંયે મોટો થઈ ગયો. દીકરો પરણાવ્યાના લગભગ એક વર્ષ પછી રાધા અચાનક મોટા ગામતરે ચાલી નીકળી. રાધા વગરનો શ્યામ શૂન્યમનસ્ક થઇ ગયો. આખો દિવસ લીમડા નીચે બેસી કંઈ કંઈ બોલ્યા કરે. વહુ-દીકરો ધ્યાન રાખે. સમયે સમયે બધું આપ્યા પણ કરે. પણ રાધાનો શ્યામ તો અહીં રહી ગયો પણ એનું મન તો ક્યારનુય એની ભેગુ ચાલ્યુ ગયેલુ. લીમડાનું વૃક્ષ તેમના પ્રેમની સાક્ષી હતું. આખા દિવસમાં એક વાર તો શ્યામ તેના દીકરાને કહી દેતો કે આ લીમડામાં તારી માનો આત્મા છે, એને કદી વાઢતો નહીં.

રાધાનો વિયોગ શ્યામ વધુ સમય જીરવી શક્યો નહીં. એક જ મહિનામાં લીમડાની નીચે જ શ્યામે દેહ ત્યજી દીધો. દીકરાએ પૂરી શ્રદ્ધાથી પિતાની બધી વિધી કરી. તેમની રાખને ગંગાજીમાં પધરાવવાને બદલે લીમડા નીચે જ વેરી દીધી. બસ પછી તો દીકરા-વહુનો પણ રાધા અને શ્યામની જેમ જ રોજ સાંજે લીમડાની નીચે હીંચકા પર બેઠાં બેઠાં ચા પીવાનો ક્રમ થઈ ગયો. લીમડાના રૂપમાં માતા-પિતાના આશીર્વાદ આજે પણ તેમના પર વરસે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics