ડાયનની ચાલ
ડાયનની ચાલ
*માઇક્રો ફિક્શન*
*ડાયનની ચાલ*
***********
સુમન રાયે પોતાનું વસિયતનામું બદલવાનો મક્કમ મનસૂબો કર્યો. વકીલને ઘરે બોલાવાયા. વકીલની પાછળ થોડી જ વારમાં રિસામણે પિયર ગયેલી મૈથિલી વહુએ ચાર મહિના પછી ઘરમાં પગ મૂક્યો. તેને જોઈ સાગર અછડતી નજરે લુચ્ચું હસ્યો.
સુમનરાય મનમાં લવ્યાં...
સૂરજ આજે પશ્ચિમે ઊગ્યો કે ડાયને તેની ચાલ બદલી....??
✍️ *પૂર્વી પટેલ 'pk'*
