જુગલબંધી
જુગલબંધી




સાસુ વહુના સંબંધની એક અનોખી જુગલબંધી છે. સમાજના ચોકઠામાં પૂરાયેલા સંબંધોમાં વધુ ને વધુ જુગલબંધી અને ચર્ચાનો સંબંધ હોય તો તે છે સાસુ અને વહુનો. જાણે સાસુ અને વહુ વચ્ચે સ્નેહનો નાતો હોઈ જ ના શકે.
સાસુનું સમીકરણ એટલે...
જે પડાવે આંસુ
જે જૂવે ત્રાંસુ
જે સોનું નહીં પણ કાંસુ એનું નામ સાસુ....
વહુ એટલે..
જે ઝગડે બહુ
જે ધમકી આપી ભાગે પિયર
એનું નામ વહુ...
આવુ દુનિયાનું માનવું છે. બાકી સાસુ વહુની જે જુગલબંધી છે એવી દોસ્તોમાં પણ નથી. એક અનોખા પ્રેમના બંધનની આ જુગલબંધી હોય છે જ્યાં પરિવારમાં સંપ અને ખુશી જોવા મળે છે. આ જુગલબંધીથી સંબંધોના દીવામાં સ્નેહનું તેલ પૂરાય છે અને પ્રેમની જ્યોત વધુ ને વધુ પ્રકાશવાન બને છે. સાસુ વહુનો સંબંધ તો મા અને બેટીનો નાતો છે અને ત્યાં જ આવી નિ:સ્વાર્થ જુગલબંધી રચાય છે.