જીવનમાં મીઠા ઝગડા
જીવનમાં મીઠા ઝગડા
માનવજીવન સંબંધોથી બંધાયેલું છે. ભાઈબેનની સાથે મિત્રતા મિત્ર મિત્ર સાથે પતિ પત્ની સાથે સંબંધો એકદમ ઘનિષ્ઠ હોય છે.
ક્યારેક ભાઈ બેન ને કોઈ નાનીસૂની બાબત ઉપર ઝઘડો થાય. એકબીજા સામે બોલીએ ત્યારે ઝગડો કરી લે છે પરંતુ આ બધું બે ત્રણ કલાક ચાલે તેઓ પોતપોતાની રીતે ફરી પાછા એક જતા હોય છે.
મિત્ર મિત્ર વચ્ચે પણ ક્યારેક બોલા ચાલી ક્યારેક હોય છે. એકબીજા બોલતા ન હોય, ત્યારે કોઈને પણ ગમતું હોતું નથી. બંને પક્ષમાંથી કોઈ થોડું નમતું જોખવા આપતું નથી, પણ આવું બહુ લાંબુ ચાલતું નથી. એકબીજા ફરી પાછા એક થઈ અને બન્ને મિત્રો થઈ અને સાથે રમતા હોય છે.
પતિ-પત્ની વચ્ચે તો મીઠા ઝગડા અવારનવાર થતા હોય છે. મનોવૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે જો તમારા પતિ પત્ની વચ્ચે જો કોઈ ઝઘડા ન થતા હોય તો તમારું દાંપત્ય જીવન બહુ સારું ન કહેવાય.
પતિ-પત્ની વચ્ચે નાના નાના ઝઘડા, માથાકૂટ કરવી એસામાન્ય ઘટના હોય છે અને તે પણ થોડા દિવસ બાદ તેનું નિરાકરણ થઈ જતું હોય છે.પતિરેક પતિ ઉગ્ર મિજાજના હોય તો આ બંને વચ્ચે ક્યારેક ક્યારેક માથાકૂટ થયા રાખે છે. ક્યારેક ઘરના વડીલો સાથે તો ક્યારેક માતૃ અને પિતૃ પક્ષ વચ્ચે તો ક્યારેક સગા-સંબંધીઓના કારણે અને ક્યારેક બાળકોના કારણે વિચારભેદ, સામાન્ય બોલાચાલી અને ઝઘડો થતો હોય છે, પરંતુ તે મર્યાદિત હોય છે. ખુલ્લા દિલે ચર્ચા થાય અને એકબીજાનું મંતવ્ય સ્વીકારી લે તો જીવન સુખરુપ ચાલતું હોય છે.
દામ્પત્ય જીવનનો પાયો સમજણ ઉપર હોય છે. અને જો સમજ બંનેની સારી હોય તો જીવન આનંદિત બની રહે છે, પણ છતાં ક્યારેક આવું હોવા છતાં બંને વચ્ચે મીઠા ઝઘડા થતા હોય છે પણ તે ટૂંક સમયના હોય છે બંને એકબીજાને મનાવી લે છે અને પોતાની જીવન નૌકા આગળ ચલાવે છે.
