Rohini vipul

Classics Inspirational Others

3.8  

Rohini vipul

Classics Inspirational Others

જીવન રસ

જીવન રસ

2 mins
192


બધે જ એક વાત ચર્ચાઈ રહી હતી. આવું તો ન બને? આજ કાલ લોકોને ગપગોળા ચલાવવાની ખૂબ ટેવ હોય છે. વોટ્સએપ પર જૂઓ જ છો ને! રાઈનો પહાડ બનાવીને વાતો ચલાવે છે. આ સમાચાર કેટલા સાચા છે એ સમય આવે ખબર પડે. કનક હજુ ગઈ કાલે જ આવી છે. બધી સ્ત્રીઓ ગુસપુસ કરી રહી હતી. એમાંથી મંજુબેન બોલ્યા, "હા હવે સાચું જ છે. કનકનો ગઈકાલે એના પતિ સૌમિલ સાથે બહુ મોટી ઝઘડો થયો છે. મારી બહેન એની બાજુ માં જ રહે છે."

કંચનબેન, ખૂબ જ સુશીલ અને સંસ્કારી. એમની એકની એક દીકરી કનક. પૈસે-ટકે સુખી. લાડકી હોવાને કારણે એની પસંદગી ના યુવાન સૌમિલ સાથે એના લગ્ન કરવામાં આવ્યા. સૌમિલ અલગ જ્ઞાતિનો હતો. સૌમિલ સાથે એની માતા રહેતી હતી.

કનક એકલી ઘરે આવી. નહિતર મોટે ભાગે બંને સાથે જ આવતા. કંચનબેન કઈ બોલ્યા નહિ. કપિલભાઈ એ કંચનબેન ને પૂછવા કહ્યું. કંચનબેન એ કહ્યું કે એ કાલે પૂછશે.

બીજા દિવસે કનક એના રૂમમાં આડી પાડી હતી. એની આંગળીઓ મોબાઈલ પર રમી રહી હતી. કંચન બહેને કનકનાં માથે હાથ પસવારી ને બોલ્યા," બેટા તું કાલની આવી છો. કંઈ વાત કરી રહી નથી. બહાર બધા ગુસપુસ કરે છે. શું વાત છે એ મને જણાવ. લોકો શું વાત કરે છે એની મને પરવા નથી. પણ મારી દીકરીના મનમાં શું ચાલી રહ્યું છે એ મને તારી માતા તરીકે જાણ હોવી જોઈએ."

કનક ઊભી થઈ ને કંચનબેન ની નજીક જઈને બેઠી." મમ્મી સૌમિલ તો સારા છે પણ એના મમ્મી આખો દિવસ ટક ટક કર્યા કરે છે. હું કંઈ પણ કામ કરું એમાં મારો વાંક જ કાઢ્યા કરે. સૌમિલ ને કહું તો એ મને સમજાવ્યા કરે છે. એટલે હું અહીંયા આવી ગઈ મમ્મી."

કંચનબેન થોડીવાર વિચારીને બોલ્યા," જો દીકરા કનક, તને મે દીકરા કરતાંય વિશેષ માવજતથી મોટી કરી છે. રહી વાત તારા સાસુની, તો આપણું જીવન રસોડા ના મસાલા જેવું છે. એમાં દરેક રસ હોવાના. થોડાક ખાટા, થોડાક મીઠા, થોડાક કડવા અને થોડાક તીખાં. જેમ રસોઈમાં દરેક મસાલાથી સ્વાદ આવે તેમ જીવનમાં પણ દરેક રસ જરૂરી છે. એમનો સમયગાળો અને તારો સમયગાળો અલગ છે. મતભેદ હોય એ ચાલે પણ મનભેદ ન થવા જોઈએ." આટલું કહી કંચનબેન બજાર ગયા.

બીજા દિવસે કંચનબેન સવારના નાસ્તા ની તૈયારી કરી રહ્યા હતા અને બહાર કાર નો હોર્ન સંભળાયો. જોયું તો સૌમિલકુમાર હતા. હજુ કંચનબેન કનક ને બોલાવે એ પહેલા કનક બેગ લઈને નીચે ઉતરી. બધા એ નાસ્તો કર્યો. સૌમિલ અને કનક જવા નીકળ્યા.

જતા જતા કનક બોલી," મમ્મી હું બધા મસાલા માપસર નાખીને મારું જીવન સ્વાદિષ્ટ બનાવીશ."

બંને ને જતા જોઈ લોકોના મોં પર તાળાં લાગી ગયા. કોઈક બોલ્યું," સમાચાર કેટલા સાચા હતા!?"


Rate this content
Log in

Similar gujarati story from Classics