Jitendra Padh

Classics Others Inspirational

3  

Jitendra Padh

Classics Others Inspirational

જીવન મંગલ કરીએ

જીવન મંગલ કરીએ

5 mins
7.4K


નૂતન વર્ષાભિનંદન.. આપણા પ્રાચીન શ્રુતિ ગ્રંથોમાં એક સૂત્ર છે :ઈશાન:વધ્મ યવય અર્થાંત જે જેવું વિચારે અને કરે છે તેવો તે બને છે વિધેયાત્મક ચિંતન, શુદ્ધ વિચાર, ઉમદા ગુણો માનવી પોતાના જીવનમાં ઉતારે પોતાની અંદર સમાવિષ્ટ કરે તો હકારાત્મક ઊર્જા નવી ચેતના સાથે ઇચ્છિત ફળ પ્રાપ્ત કરવા તમને શક્તિવાન બનાવે છે.  અંગ્રેજ ચિંતકો પણ આ વાતને પ્રાધાન્યતા  આપે છે -   " થિન્ક ઍન્ડ ગ્રો રિચ " અને " ઍડોપ્ટ પોજિટિવ ટુ ડે " સ્વ. ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા - જો તમે દ્રઢ સંકલ્પ અને પૂર્ણતા સાથે કામ કરશો તો સફળતા તમારી પાછળ આવશે. આપણે સૌને જીવનમાં સફળતા બધાને ગમે ! આપણને પણ તે ગમે છે.

મારી કેટલીક પંક્તિઓ છે :-

निकलता है सूर्य, शाम भी ढ़लती है  ज़िन्दगी यूँ ही ख़त्म होती

हर नये साल करते है संकल्प क्यूँ ?बुनियाद कमजोर होती है

हौसला बुलंदी मज़बूत होती नहीं तब मुशिबतोकी खडी तहेनात होती है

कौन अयसाशख्स हे जहाँ में जिसे न दर्दे ग़मसे -मुलाकात होती है

अक़्सर ये होता है जिंदगीमें में शानदार हर नई शुरुआत होती है

આમ પણ આરંભે સૌ શૂરા હોય છે. તમારામાં આરંભ કરવાની ઈચ્છા જાગી તે નવા વર્ષ માટે શુભ છે.. નવા વર્ષમાં બધુજ નવું નવું, આનંદ, ઉત્સાહ, નવી ચેતના, નવું પ્રભાત.. જીવનમાં જૂનું ભૂલી નવાને આવકારવાનો અવસર પ્રકાશના અજવાસમાં ખીલવાનો દિવસ એટલે નવા વર્ષનું સુપ્રભાત.. સૂર્યપ્રકાશ નવ જીવન અર્પે નવો સંદેશ આપે. નવપ્રભાત એટલે પ્રભુ પ્રાર્થના કરી શુભ વિચાર સંકલ્પ કરવાનો અવસર તથા તેને પૂર્ણ કરવા ઈશ્વર પાસે શક્તિ, સમજ અને સહનશીલતા વાંછિત પ્રાર્થનાનું પર્વ, પ્રાર્થના ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. અંતરની સચ્ચાઈનો રણકાર છે. તેમાં માગણીનો ભિક્ષુક વ્યાપાર ના ચાલે  સ્વામી વિવેકાનંદ કહે છેઃ -આપણે બધા ભિખારી છીએ -જરીક કાંઈ કર્યું કે એના બદલામાં કશીક આશા રાખવાના ! આપણે બધાં દુકાનદારી કરીએ છીએ સદ્દગુણોમાં. દુકાનદારી, ધર્મમાં, પ્રાર્થનામાં દુકાનદારી અરે ! પ્રેમમાં સુદ્ધાં દુકાનદારી ! કશું  માંગો નહીં બદલામાં કશું ઈચ્છો નહીં તમારે જે આપવાનું હોય તે બીજાને આપી છૂટો .. વિવેકાનંદની આ વાત માત્ર મંદિરમાં જતાં જ નહીં પણ જીવનના હર ક્ષેત્રમાં નવા વરસથી અમલમાં મૂકવા જેવી છે. આભારવશ નમ્રતા સહિત નવ ચેતના પામવા માટે મનની મક્કમ મનોબળતા જોઈએ તે માટે ઈશ્વરીય આશીર્વાદ પામવાની લગન શ્રદ્ધારૂપે વ્યક્ત કરવાની ક્ષણો હોય. દુઃખ એ વાતનું છે માણસ પોતાના સ્વાર્થ માટે જે મળ્યું તે પોતાની હુંશિયારી બુદ્ધિ પ્રતિભાનું બળ માને છે. બીજાઓના અસંખ્ય ઉપકારોની હારમાળા ભૂલી જાય છે. હજી વધુ મેળવી સમૃદ્ધિવાન તેને થવું છે. કૈંક કરી બીજાથી અલગ પ્રતિભા ઉભી કરી પ્રતિષ્ઠિત -મહાન બનવું છે. સારું છે મોટાં થવું ગુન્હો નથી.. પણ શુદ્ધ વિચાર, વર્તન અને વ્યવહારની નીતિમત્તા વિહોણું વલણ તેની સાચીપ્રતિષ્ઠા નથી ..માણસ જયારે સ્વાર્થના રંગે રંગાય ત્યારે તે પોતાની અસલિયત ગુમાવે છે.

દરેક વખતે દરેક કાર્ય તમને સફળતા માન કે સુખ ન આપે આ સત્ય વાત માણસ સ્વીકારી શકતો નથી તેથી બીજાને દોષિત સમજવાની માનવાની વૃત્તિ અપનાવી ખુદને દુઃખી કરે છે અને વ્યથિત મન તેને ધર્મ મંદિર તરફ દોરે છે. દ્વિધા સાથે ઈશ્વર સમક્ષ ઊભો રહી શાંત ચિત્ત વિના  પોતાની અસફળતા, પરાજય, દુઃખની કહાણી ઈશ્વરને સંભળાવે છે. તે ઈશ્વરે જે આપ્યું છે તેનો પાડ માનવાનું વિસરી જાય છે. જોકે મોટે ભાગે આવું જ હે પ્રભુ મારુ સંકટ દૂર કરો, હું તને રાજભોગ કરાવીશ, ધજા ચડાવીશ, દરપૂનમે દર્શને આવીશ. આ તો થઈ આપ -લે સોદાની વાત.અહીં ક્યાં આવી સાચી ભક્તિ !

નવા વર્ષની સવારથી જ નિયમિત આ પ્રથા ચાલુ. ઘણાં ઓછાં માણસો માત્ર ઈશ્વરનો આભાર માણી તેની મરજીને પ્રાધાન્યતા આપે છે. સંતોષી બની તેની કૃપા દૃષ્ટિની ઋણમુક્તિ માટે અવસર માંગે છે. પોતાનાથી જાણતા કે અજાણતા થયેલા દોષો ભૂલોની પસ્તાવારૂપે ક્ષમા યાચના કરે  છે વ્યક્તિએ વ્યક્તિએ દર્શન ,ભક્તિના .ભાવ જુદાં હોવાના  આ સહજ પ્રકિયા માનીએ તો પણ એક વાત નક્કી ઈશ્વર દર્શન. અવશ્ય કોઈપણ ભાવથી કે પરંપરાગત ખાલી ભક્તિ કરવાથી  મળે  તે નિશ્ચિત ન કહી શકાય છે. નવા વર્ષે માંગણી રહિતની પ્રાર્થના કરવાનો નવો ચીલો જીવનમાં પાડવો જોઈએ. એ જ સાચી નવા વર્ષની પ્રથમ પ્રાર્થના બને એવો દૃઢ સંકલ્પ દરેકે કરવો જોઈએ કૈંક છોડતાં ત્યાગ કરતાં શીખવું જોઈએ તો જે મળ્યું તેનો આભાર વ્યક્ત કરવામાં ન્રમતા દાખવવી જોઈએ. નવા સુપ્રભાતે મને અનેક પ્રાર્થનાઓ યાદ આવે છે તેમાં મને ગમતી સર્વોપીયોગી પ્રાર્થના ચિંતક લિયો ટોલ્સટોયની છે :-"આ વર્ષથી હું રોજ સવારે સ્મિતથી ઉજળા પ્રસન્ન ચહેરા સાથે ઊઠું. મારા માટે નવી નવી તક લઈ આવતા દિવસને હું સન્માન પૂર્વક સત્કારું. મારા કાર્યને ખુલ્લું મન રાખીને સ્વીકારું, મારા નાના કાર્યો કરતી વેળાએ પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાયે નજરમાં રાખું. સૌ કોઈને મળતાં હોઠ પર સ્મિત અને હૃદયમાં પ્રેમ રાખી મળું. દરેક વખતે ન્રમ માયાળુ અને વિવેકી રહું અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને સત્કર્મ કર્યાનો આનંદ લાવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં -આવી સમજદારીથી હું મારા જીવનને પ્રસાર કરું તેવી અંતરની પ્રાર્થના કરું છું.."

નવા વર્ષે આપણે અનેક સંકલ્પો કરીએ અને અધૂરા મૂકી રોજિંદા કામમાં કામઢા યંત્રવત બની જીવીએ તેનાં કરતાં સવારે રાતે સૂતી વખતે ઈશ્વર પ્રાર્થના કરી  સંતોષી બનીએ. જનહિતાર્થે લોક કલ્યાણના સેવા કાર્યો કરવા થોડો સમય ફાળવવા તૈયારી દાખવીએ. પ્રાર્થીએ જેમની જીંદગી નિરસ, કષ્ટ પૂર્ણ બોજભર છે તેમના જીવનને કયારેક આનંદનો સ્પર્શ થતો નથી અને કરુણા બાબત તો એ છે કે તેઓને તારા અસ્તિત્વની જાણ સુધ્ધાં નથી, ઊંડા હૃદયથી હું અંતર પૂર્વક તેમને માટે આશીર્વાદ માંગુ છું. તમામ પરિસ્થિતિનો સામનો કરવા તેમને વીરત્વ આપો. સામાન્ય માણસમાં પણ અગાધ શક્તિઓ છુપાયેલી સુતેલી પડી છે તેને કાર્યાવિન્ત કરવાનું બળ આપો. ગમેતેવી કપરી હાલતમાં પણ તારી કૃપા વડે ઉગરવું શક્ય છે આ વિચાર તેમનામાં ઉગવા દો. હે ,પ્રભુ મને શક્તિ આપો હું આવા દુઃખી જનોનો મેળાપ થાય ત્યારે તેઓને મદદ કરવા દોડું તેવો અવસર આપો. આપણા માટે બદલાના ભાવનાથી કરેલી ઈશ્વર પાસેની પ્રાર્થના ભીખ છે, માંગણીનો વ્યવહાર છે. પરંતુ આભાર વ્યક્ત કરતા નિસ્વાર્થ ભાવનાથી, જનકલ્યાણાર્થે લોક સેવા માટે કરેલી પ્રાર્થના તે અંતઃકરની સાચી યાચના છે. ભીખ કદી મળે કે ન મળે પણ યાચના અચૂક ફળે છે અને નિસ્વાર્થ પ્રાર્થના ફળી હોવાના અનેક દાખલ ઇતિહાસના ચોપડે અને વર્તમાનમાં જોવા મળે છે. 

નવા વર્ષના શુભ પ્રભાતે આપણે મનમાં સેવા માનવ કલ્યાણના કામ માટે શ્રદ્ધા, વિશ્વાસ સાથે અવસર માંગીએ અને તે કરવા આપણને તંદુરસ્તી બક્ષે, સમજ આપે. આપણે પ્રફુલ્લિત બની આનંદમાં હસતા રહીએ. હસશો તો જીવન મધુર બનશે. શાંતિ સંયમ રાખો સુખ મળશે. પ્રેમ આપો શાંતિ મળશે. કામ કરો મક્કમ બનો સફળતા મળશે જ. વિચારો બળ મળશે જ નવું વર્ષ વિરાટ સૃષ્ટિના સર્જક ઈશ્વર જે અને જેવાં દિવસો બતાવે તેમાં સંતોષ માની દરેક પળ અને પરિસ્થિતિને પરમાત્માનો પ્રસાદ ગણી અપનાવી જીવન કૃતાર્થ કરીએ. જીવન મંગલમયી કરીએ. અંતમાં એટલું જ કહીશ કે ઃ विकल्प मिलेंगे बहुत मार्ग भटकाने के लिए, संकल्प एक ही काफी है मंज़िल तक जानेके लिये।

મુખવાસ -એલચી : પ્રેરણા તમને કામનો પ્રારંભ કરવામાં સહાયક બને છે, જયારે આદત તમને કાર્યરત રહેવા માટે મદદરૂપ બને છે -જિમમૂર્યુંન

 


Rate this content
Log in

Similar gujarati story from Classics