જીવલી
જીવલી
જીવલી માટે વગડામાં એકલા ઢોર ચારવા જવું કોઈ નવાઈની વાત નતી. તે આખા વગડામાં હાથમાં લાકડી લઈને ફરતી હોય ! કોઈના બાપની ત્રેવડ છે કે, તેની હામું આંખ ઊઠાવીને જોઈ હકે. એની વેધક આંખો હામેવાળે ચિરી નાખે એવી હતી. વગડે ઢોર ચારવા આવતા છોકરાઓ તેનાથી દૂર ભાગતા. જીવલીને કોઈ કાઈ કઈ જાય તો તેનું તો આવી બન્યું જાણો. છોકરાને ઘઘલાતા એ જરા પણ અચકાય એમાંની એ નો'તી.
એક દી' બન્યું એવું કે, ભગો ગાયો ચારવા આ જીવલી સાથે આવ્યો હતો. ભગો એટલે જીવલીના ભૂવાનો છોકરો. આમતો ભગો બાર ચોય જાય ની. પણ જીવલી હારે હતી એટલે ભગલો વગડે જાવા તેયાર થઈ જ્યો. એને મન એમ કે, હાવજ છેવી બૂન હારે છે તો બીક હેની ? હાલ ભઈ કઈને જીવલીને હારે થઈ જ્યો. એકલી નિડર થઈને ફરતી જીવલી પણ હાવજને રમાડે એવી હતી. ભલભલા છોકરા એની હામે આવતા હાત વાર વિચારતા! ભગો બીયાતો તો ઘણો હતો પણ અપલખણોય એટલો જ હતો.
ભરબપોરે વગડામાં તળાવના કિનારે હાવજ પાણી પીતા 'તા છે અને આ જોઈને ભગલો રોમાંચિત થઈ જાય છે અને હાવજને પથરાનો છુટ્ટો ઘા મારી દે છે. પથરો પણ જાણે બંદૂકમાંથી ગોળી છુટે એમ વાયુવેગે હાવજના માથે જઈ ભટકાણો ! વિફરેલા હાવજે ભગલા હામે દોટ મુકી ત્યા ભગણો પણ રાહ જોયા વગર ભાગ્યો અને જીવલી જીવલીની બૂમો પાડવા લાગ્યો. થોડક દૂર છોયડે બેઠેલી જીવલી પણ ભગલાના ગભરાયેલા આવજને ભણી ગઈ 'ને લાકડી લઈ હામે દોટ મૂકી.
ભગલો કે, 'જીવલી હાવજ આયો હાવજ આયો.... અરે જીવલી મને મારી નાખસે' ભગલાના અવાજમાં હવે જીવને ડર સતાવતો હતો. પણ જીવલી કઈ ઓછી થોડી હતી તે ભાગી જાય એતો હાવજ હામે હાથમાં લાકડી ભમાવતી હાડ હાડ કરતી હામે જતી 'તી. પણ હાવજ ભગલા પાહે પોચે એ પેલા તો ભગલાને બાઉડે જાલી પાછો ફેરવી હાવજને લાકડીને ઘા મારી દીધો. હાવજ પણ બે ગોટેબા ખાતો ભોય પડી ગયો. હજી હાવજ ઊભો થાય તે પેલા ભગલો તો વગડો છોડી ઘર ભણી ગયો. પણ જીવલી તો બાપ કાઠી છાતીની એમ હાર થોડી માને. હાવજ સામે ભાથ ભીડી એ ભીડી હવે કા તો હાવજ ભાગે કા હાવજ જીવલીને ફાડી ખાય. પણ જીવલી પાસી ના પડે. હેય લાકડીને હામે પડી એ પડી. જાણે બે શૂરવીર યોદ્ધા યુદ્ધે ચઢ્યા હોય એમ હાવજ અને જીવલી 'ને હાવજ લડી રહ્યા હતા. હાવજ પણ ખરો હતો હો, જીવલીના ડરથી પણ પાસો ના પડ્યો તો જીવલીય કાઈ ટસની મસ ના થઈ.
ભગલો આખા ગામને લઈને વગડે આવી ગયા. જીવલીને હાવજ હામે લડતા જોઈ સૌ કોઈ અચંબીત હતું. જીવલી નીડર હતી એ હઉ જોણતા હતા પણ એ હાવજ સામે બાથ ભીડસે એની કોઈને ખબર નો'તી. ગામના યુવાનિયાઓ પણ હાવજ સામે જતા ડરતા હતા ત્યા જીવલી એકલી હાવજને નચાવતી 'તી. તોય કાઠી છાતી કરી બેક જણ લાકડી લઈને જીવલીને બચાવવા ધોડ્યા પણ જીવલીએ રાડ પાડી કે, અલ્યા એય એકેય પાહે ના આવતા નકે હાવજ ફાડી ખાહે! જીવલીની રાડથી પેલા જુવાનિયાઓ ત્યાના ત્યા ભીતમાં ખીલી ઠોરો એમ સ્થિર થઈ જ્યા. અહીં જીવલીની હેમત ભણી જતા હાવજ પણ હવે હારી માની લેવા તૈયાર થઈ જ્યો 'તો. હાવજમાં હવે જોર ઘટવા લાગ્યું 'તું. હવે જીવલી ધારે તો લાકડીના એક ઘાએ હાવજને ઢેર કરી દે એમ હતી. પણ જીવલીએ હાવજને જાવા દીધો. હાવજ પણ પહી ઊભી પૂંછડીએ ભાગ્યો હો.
હાવજ હામે લડવાવાળી આખા ગામનાં જીવલી પેલી સોકરી હતી. પછી તો ગામ આખું જીવલીને માન આપવા લાગ્યું ઘરે કઈ પણ હોય તો જીવલીને પેલું આમંત્રણ મળતું. પણ ગોમને ચિંતા એ હતી કે, જીવલી ભણતી નતી. શાળા તો બે વર પેલા જ છોડી દીધી 'તી. જીવલીની મા મરી ગઈ એટલે બે નાના ભાઈ અને બાપને રોટલો ખવરાવા 7 સોપડી ભણીને ભણતર છોડી દીધું. જીવલીને મન પરિવાર ભણતરથી મોટો હતો. પણ ગોમના મુખી રોમાબાબાએ જીવલીના બાપ ભેમાને બોલાઈને કીધું કે, "તું જીવલીને ભણવા કા નથી મુકતો. તારે રોટલો ખાવો હોય તો બીજી બાયડી લાય રી. ચિયો તન ના પાડે હે. પણ ભેમા તુ જીવલીને ભણવા દે."
ભેમાએ કીધુ કે, "મુખીબાબા હું તો કે,દૂ ને કઉ સું કે, જીવલી તું ભણવા જા તો તારો ભવ સુધરે પણ જીવલી એકની બે નથ થતી, હું શુ કરૂ કો બાબા?" મન ખબર સે કે હાલ ભણ્યા વગર કોય નહી પણ જીવલી કે, મારે ભણીને ચ્યો જાવું સે? મે તો કે, બા ને કીધુ હતું કે, બા તું ચિંતા ના કરતી હું બેય ભાયુંની ભાળ રાખીશ, એમનો લીલો નખેય ની ઉતરવા દઊ! તે દાડાની જીવલી ભાયું માટે જીવે છે મુખીબાબા.
પણ ભગા માસ્તર કે'તા 'તા કે, "જીવલી ભણવામાં ઘણી હોશિયાર છે. એકવાર શિખવાડો એટલે જીવલીને આવડી જ જાય." તું જીવીને મારી પાહે મુકજે હું માસ્તરને બોલાવી હમજાવીશ. તો તો તમારા જેવી ભગવોન ની બાબા! જીવલીને ભણાવા તો હુ મારુ સેતર ને ખોરડુંય વેચી દેવા તૈયાર છું બાબા! ભેમાએ મુખીને ભીની આંખે કહ્યું.
ઘેર આવી ભેમાએ જીવીને ટઉકો પાડ્યો કે, જીવી અલી એ જીવી ચ્યો જી સે ? પણ જીવલી તો ઢોર ચારવા ગઈ તી. ભેમો પણ પછી ખેતરે જઈને પોતાને કામે લાગી ગયો. જીવલી હાંજે ઢોર લઈને ઘેર આવી અને બધા ઢોરને ખીલે બાંધી દીધા. ભેમો પણ ખેતરેથી ઘેર આવી ગયો હતો. જીવલી હજી ઘડીવાક બેહે એ પેલા જ ભેમાએ કીધુ કે, જીવી તારે કાલે હવારે મુખીના ઘેર જવાનું છે. મુખી તને બોલાવતા હતા. જીવીએ પણ હામે સવાલ કર્યા વિના કીધુ કે, હારૂ બાપા હું હવારે જઈ આવીશે.
હવાર પડતાની વેત જીવી તો ઉપડી મુખીને ઘેર મુખી હજી તો દાતણ પોણી કરીને જ બેઠા હતા. ત્યા જીવલીને આવતા જોઈને મુખી પણ હેરાનમાં પડી ગયા કે, જીવલીએ હવારમાં જ કા ભણી લીધું ?
જીવલી આવીને ઊભી રી, મુખી હજી કાઈ પૂછે ત્યા તો જીવલી બોલી ઉઠી કે, કા બાબા મને હવાર હવારમાં બોલવી કો?
મુખીને ભેમાને કીધેલી વાત યાદ આવી ગઈ. મુખીને પણ જીવલી જેવડી જ એક છોકરી હતી. એ શાળા જવા નીકળી જ હતી. મુખીને પગે લાગીને એ શાળાએ જતી'તી. જીવલીને પણ એ શાળાના દિવસો યાદ આવી ગયા. મુખી સમજી ગયા કે, જીવલીને હજી શાળા જવાની હોડ તો છે. ખાલી થોડી ટેકાની જરૂર છે.
મુખીએ પૂછ્યું કે, કા જીવલી તું શાળાએ નથી જતી. માસ્તર કેટલીય વાર મને કઈ રય્યા છે કે, જીવલીને શાળાએ મોકલાવો.
"મારે હવે શાળાએ નથ જવુ મુખીબાબા, મારે મન હવે મારા ભાયું, બાર અને ઘર જ શાળા હે" જીવલીએ જવાબ વાળ્યો.
મુખી બાબા તમને તો ખબર છે કે, જે જ્ઞાન શાળાએ નથ મળતું એ સંસારમાંથી મળી રહે છે. અને મારે આમેય ભણી ક્યા પહાડ ઊંધો મરવાનો છે. મારા ભાયું ને મોટા કરીને એમને પરણાવું એટલે મારે શોંતી! મારી માને મે વસન આપ્યું છે મુખીબાબા કે, મારા ભાયું નો લીલો નખેય 'ની ઉતરવા દઊ હું"
જીવલીના બોલ મુખીને ચીરી ગયા કે, આ 15 વરહની છોકરી કેવડી મોટી વાત કરી રહી છે. મુખીએ કહ્યું, "ખમ્મા મારી બુન ખમ્મા! ધન સે તારી જણનારીને! તારી માએ તને હાસું ધાવણ પાઈ જોણ્યું સે હો" તારા જેવો વસ્તાર પાકે તો એનો તો આ ભવ સુધરી જાય હો જીવલી, ભેમાએ ઘણા પૂણ્ય કર્યો હશે એટલે જ તેને તારા જેવો વસ્તાર મળ્યો છે. મુખી હવે હમજી જ્યા તા કે, હવે જીવલીને વધારે હમજાવા જેવી નથી. આને શાળાના ભણતરની જરૂર નથી. અને આમેય 7 ચોપડી ભણીને જીવલી વોસતા લખતા તો શિખી ગઈ હતી.
એક દાડો ગોમમાં ધાડ પડી અને મુખીના ઘેરથી ધોન સોરાઈ ગયું. આખા ગોમના લોકો ભેગા થઈ જ્યા, મુખીના ઘેર જ જો ધાડ પડતી હોય તો પહી ગામના બીજા લોકો તો ડરે એમાં હું નવાઈ હતી. એટલે બધા ગોમવાસીઓ મુખીના ઘેર આવ્યા 'તા. મુખી પણ કપાળે હાથ રાખીને બેઠા 'તા. આખા ગામનો ન્યાય કરતા મુખી આજે ઉદાસ થઈને બેઠા 'તા, કઈ હુજતું નો'તું કે હું કરવું?
ત્યા તો જીવલી હામે સેઢેથી ત્રણ ગાડા લઈને આવતી દેખાઈ. બધા ખુશ હતા પણ મુખીએ અચંબીત હતા કે, આ બન્યું કેમ કરી ? જીવલીએ મુખીના ઘેર આવી ગાડા ઉભા રાખ્યા. બે ગાડામાં ધોન હતું 'ને એક ગાડામાં દોરડે બોધેલા ધોન સોરનારા સાત ધાડમારુંઓ! જીવલીએ સાતેયને ભોય ઉતાર્યા 'ને મુખી હામે ધકેલ્યા.
લ્યો મુખી બાબા, આ રય્યા સોર અને આ રય્યું તમારુ ધોન. હું ગોમમાં સું તા હુધી કોઈને હેમત સે કે સોરી કરી જાય. અરે જીવલીની હામે કોઈ સોરી કરી જાય તો, મારી માનું ધાવણ લાજે! જ્યો હુધી જીવલી જીવે ત્યો હુધી ગોમમો સોર આવે તો હાડકા નો ભાંગી નાખું! આ તો સોર ગોમના હતા એટલે હાજા આઈવા સે, નકે કે'દીના હાડકા ભાંગી નાખ્યા હોત. આ તો મુખીબાબા તમારી શરમે હાજાનરવા લાઈવીસું! ગોમના ટોળામાં ઊભો ભેમા તો ગદગદ થઈ ગયો હતો. કે, મારી છોરીએ આખા ગામની લાજ રાખી લીધી.
મુખીએ ભેમાને ટઉકો પાડ્યો કે, ભેમા ચોઈ જ્યો ઓમ હાય હેડ. ભેમાની આવતાવેત મુખીએ જાહેર કરી દીધું કે, આજથી આ ઘડીએ મું જીવલીને પ્રધાન મુખી જાહેર કરૂ સું. હવે મારી ગેરહાજરીમાં ગોમની સભા કે, પંચાયત જીવલી હંભાળસે. જીવલી આમા કઈ બોલે ત્યા તો આખો ગોમે મુખીની વાતને વધાવી લીધી. અને બધા જીવલી જીવલી કરવા લાગ્યા. પંદર વરહની ઉંમરે જીવલી ગામની પ્રધાન મુખી બની ગઈ. પિતા માટે આનાથી મોટી વાત બીજી કઈ હોય! હવે જીવલી મુખી હાજર ના હોય એ દી' પંચાયત ભરીને વગડે જતી રેતી. જીવલીને મન વગડો એટલે એની માનો ખોળો હતો. અને બાળક માના ખોળા વિના કેમનું રહી કે.
