મોજીલો ગુજરાતી

Romance

4  

મોજીલો ગુજરાતી

Romance

તારા એ પત્રો જોયા ને' તમે

તારા એ પત્રો જોયા ને' તમે

4 mins
399


આ કહાણી એક એવા વ્યક્તિની છે, જે વ્યક્તિ ઘણો શાંત હોય છે પરંતુ તેને કોઈનાથી પ્રેમ હોય છે. પરંતુ હા તે પ્રેમ એક તરફો પણ નથી, સામે નિશાને પણ વિનયથી પ્રેમ હોય છે. તો ચાલો તમને નિશા અને વિનયની પ્રેમ કહાણીની એક ઝલક બતાવું અને એ પણ વિનયના શબ્દોમાં...

(વિનય નિશાની વાત કરતા તેનામાં જ ખોવાઈ જાય છે) નિશાને સંબોધીને કહે છે કે,

"એક સમય એવો હતો જ્યારે તુ અને હું સાથે હોવા છતા પણ દૂર હતા. ના તો તારી સાથે ક્યારે નિરાતે બેસીને વાત થઈ છે કે, ના સરખો પ્રેમ ! પણ છતા આપણો પ્રેમ વખણાય છે. આજે પણ મારો મિત્ર આપણા પ્રેમને યાદ કરી રહ્યો છે. કદાચ એ સાચુ પણ છે આપણો પ્રેમ હતો જ એવો. તું મારા માટે કેટકેટલુ કરતી હતી. તારો એ નાસ્તો મને આજે પણ યાદ છે, જો કે આપણા પ્રેમની નાસ્તાથી જ તો શરુઆત થઈ હતી. એક તે જ સમય એવો હતો જ્યારે આપણે સાથે મળીને બેસતા હતા. બાકી તો તારી પાસે મારા માટે સમય જ ક્યા હતો ? છતા પણ પ્રેમ હતો. મારા મેસેજ અને કોલનો તો તું ભાગ્યે જ રિપ્લાય આપતી. કારણ કે, તારે તો પત્રોમાં વાત કરવી હતી.

એ પત્રો મે આજે પણ સાચવીને રાખ્યા છે. આજે પણ હું તારા એ પત્રો વાંચીને તારી યાદમાં ખોવાઈ જાઉ છું. કારણ કે, આ પત્રોમાં તારી લાગણીઓ લખાયેલી છે. મારા માટે તારા એ પત્રો મૃગજળ સમાન હતા. કારણ કે, ના તો તું મને મળી છે કે, ના તો દૂર ગઈ છે. તે મને પ્રેમ કર્યા હતો કે નહીં તે મને વાસ્તવમાં આજ સુધી સમજાયું નથી. બસ તારા આ પત્રો જોઈને મનને મનાવી લઉ છું કે, મને પણ કોઈ પ્રેમ કરતું હતું. મારા ખાસ મિત્રને તો એમ હતું કે, આપણે બન્ને લગ્ન કરવાના છીએ. આપણા સંબંધને પારખવામાં કદાચ તે પણ કાચો પડ્યો. તે તને મારી રૂકમણી માનતો હતો પણ તેને ક્યા ખબર હતી કે, તું મારી રાધા હતી. એ આ જ ભરમમાં જીવતો રહ્યો અને હું તો ફક્ત તારી રાહ જ જોતો રહ્યો ! 

ઘણી વાર મનને એમ કહીને મનાવી લઉ છું કે, આપણે જૂદા થવા માટે જ મળ્યા હતા. અને સાચી વાત કરીએ તો વાસ્તવમાં આપણે મળ્યા જ ક્યારે હતા. મને તારો ચહેરો માત્ર જ જોયો હતો. બાકી આપણો સંબંધ તો પત્રોમાં જ રહ્યો છે. તેનાથી વિશેષ ના તો તે વિચાર્યું હતું કે, ના મે વિચારવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે પત્રોથી આગળ જવા જ નહોતા માંગતા. અને આમ તો આગળ નથી ગયા તે પણ સારી વાત છે. આપણો એ પ્રેમ પ્રેમ બની રહ્યો બાકી તો પંખીના માળા જેમ ક્યારનોય વિખેરાઈ ગયો હોત. એનું કારણ આપણા વિચારો હતો. લોકોએ પ્રેમ માટે જે વ્યાખ્યા બાંધી છે તેને આપણે ક્યારેય માની જ નથી. આપણા માટે પ્રેમ સંબંધ હતો ના કે, શરીર સુખ કે, અપેક્ષાઓ! 

મને આજે એક વાત ખટકે છે કે, શું તે મારા પત્રો સાચવ્યા હશે કે, નહીં ? ખબર છે મને કે, એક છોકરી માટે પ્રેમપત્રો સાચવવા ઘણા અઘરા હોય છે. આજે થયું કે, કદાચ મે તે પત્રોની એક કોપી મારી પાસે રાખી હોત તો કેવું સારૂ હતું. હુ પણ મારી લાગણીઓને આજે વાંચી શક્યો હોત. પણ હવે મને એ જ નથી ખબર કે, તે પત્રો સાચવ્યા છે કે, પછી... છતા હશે વાંધો નહીં આમેય મે ક્યા તારા પણ ક્યારેય કોઈ વાત થોપી બેસાડી છે. આપણે બન્ને દરેક કાર્ય માટે સ્વતંત્ર હતા. જરૂરી પણ નથી કે, તારે એ પત્રો સાચવવા પડે. 

ઘણી વાત તો મને એવો પણ પ્રશ્ન થાય છે કે, આપણે એકબીજાને પ્રેમ કરતા પણ હતા કે, નહીં ? આ બાબતે તો ક્યારેય આપણે વાત કરી જ નથી. આપણા પત્રો આમ તો પ્રેમ પત્રો હોવા છતા પણ તેમાં પ્રેમની વાત તો ક્યાય થઈ જ નથી. એક ડર હતો કે, આ સંબંધ અહીં જ પૂરા ના થઈ જાય. અને કદાચ આ ડર બન્ને પક્ષે હતો. મે આજ સુધી તારા વિશે એક મિત્ર સિવાય ક્યારેય કોઈને વાત પણ નથી કરી કે નથીં કોઈની સામે તારો ઉલ્લેખ કર્યો. કૃષ્ણએ તો પોતાની રાધા વિશે જગ જાહેર કર્યું કે, રાધા મારી પ્રિયતમા છે. પણ મારામાં ક્યારેય એ સાહસ આવ્યું નથી. આમ તો મે આવવા દીધુ નથી તેમ કહો તો ચાલે. 

મારી એક એવી ઈચ્છા છે જે છેલ્લા શ્વાસ સુધી રહેશે કે, હું તારા આ પત્રોને છેલ્લી ઘણીએ વાંચીને પછી તને અલવીદા કહું. જો તારી આવી કોઈ ઈચ્છા હોય તો ફરી એકવાર પત્ર લખી જણાવજે. આખરે આપણે એક બીજાને અનોખો પ્રેમ કર્યો છે, જેની કોઈ વ્યાખ્યા પણ થઈ શકે તેમ નથીં. આ કહાણી કદાચ આ પત્રોમાં જ રહી જવાની છે. દરેક પ્રેમીની તમન્ના હોય છે કે, તેના પ્રેમને આખું જગ જાણે પણ મારી એવી કોઈ તમન્ના નથીં. બસ તું એકવાર આવી આપણા સંબંધને પ્રેમનું નામ આપીદે તો બઉ છે."


Rate this content
Log in

Similar gujarati story from Romance