નિશાની એ ડાયરી ભાગ: 2
નિશાની એ ડાયરી ભાગ: 2
એક સમય સુધી બન્ને એકબીજાને આલિંગન આપીને પ્રેમની યાદગાર પળને સંગ્રહીત કરે છે. આખરે આજે બન્ને શરીરથી એકબીજાના થઈ ગયા. હવે નિશા નિરવને પોતાની તરફ ખેચીને તેના ગાલ પર ચુંબન કરે છે. નિરવ પણ સામે એજ પ્રતિક્રિયા આપે છે. અને બન્ને હવે એક બીજાની આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યા હોય છે. નિરવ અને નિશા આજે એક અજીબ પ્રકારની તૃપ્તિનો અનુભવ કરે છે. અને થાય પણ કેમ નથી ? આજે તેમના પ્રેમનું પ્રથમ મિલન હતું. તેઓ હવે ભવોભવ સાથે રહેવા માંગતા હતા. એક બીજાને વચન આપે છે કે, હવે આપણે ઘરે લગ્ર માટે વાત કરી લઈએ. આવો દ્રઢ વિચાર કરીને તેઓ જુદા પડે છે.
નિરવ ત્યાથી ઘરે જાય છે અને નિશા પણ પોતાના ઘરે જવા માટે રિક્ષા પકડે છે. નિશાનું ઘર કોલેજથી સાતેક કિમી દુર હતું, જ્યારે નિરવનું ઘર ત્રીસ કિમી દૂર હતું એટલે તેને બસ પકડવાની હતી. તેઓ ફરી આલિંગર કરીને નિકળે છે. નિરવ આ પળને યાદ કરતો કરતો ઘરે પહોચે છે. ત્યા ઘરે નિરવને જોવા માટે છોકરીવાળા આવ્યા હોય છે. જો કે આ વાતની નિરવને ખબર નહોતી. પરિવારે તેની પરવાનગી વગર જ છોકરીવાળાને જોવા માટે બોલાવી લીધા હતા. પણ હા પહેલા પરિવારે કહેલું કે, થોડા દિવસમાં તને જોવા માટે છોકરીવાળા આવવાના છે પરંતુ નિરવે ચોખ્ખી ના પાડી દીધી હતી. છતા આજે છોકરીવાળા આવી ગયા હતા એટલે કાઈ બોલ્યો નહીં. કારણ કે, નિરવને પરિવાર માટે ઘણુ માન હોય છે.
મહેમાનો ચા નાસ્તો કરીને નિકળી જાય છે અને નિકળતા કહેતા જાય છે કે, અમે ઘરે જઈને તમને જવાબ આપીશું. મહેમાનોના નિકળ્યા પછી પરિવારવાળા નિરવને છોકરીનો ફોટો બતાવે છે. પણ તે ફોટો જોવાની જગ્યાએ ફાડીને ચૂલામાં નાખી દે છે. નિરવ બધાને કહે છે કે, "હું કોઈની સાથે લગ્ન નથી કરવાનો મને એક છોકરી ગમે છે, અમે બન્ને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ. તો બીજી કોઈ છોકરીનો હું વિચાર કરી શકું તેમ નથી."
પરિવારે ઘણો
સમજાવ્યો કે, તે શક્ય નથી પણ તે માનવા તૈયાર નહોતો. અને હોય પણ ક્યાથી તે આજે નિશાને અઢળક પ્રેમ કરી એક અનહદ પળને જીવીને આવ્યો હોય છે, તેના મનમાં તો હજી એ પળ જ ત્રાદ્રશ્ય હોય છે. જે મહેમાનો આવ્યા હોય છે તે નિરવની કાકી રમિલાના ભાઈ હોય છે. રમિલાકાકીએ જ તેમની ભત્રીજી સાથે નિરવની વાત નાખી હોય છે. એટલે તે આ આખી વાત પોતાના ભાઈને કહી દે છે કે, નિરવને આપણી ડોલી( રમિલાકાકીના ભાઈની છોકરી, જેને ઘરે બધા ડોલી કહીને બોલાવે છે) પસંદ નથી આવી અને તેણે તો ફોટો પણ ફાડી નાખ્યો છે. આ નિરવ તો કોઈ બીજીના ચક્કરમાં છે. તો રમિલાકાકીના ભાઈ નિરવના પપ્પાને ફોન કરીને ના પાડી દે છે કે, આ સગપણ શક્ય નથી. અમને માફ કરજો કે, અમે તમારા ઘરે આવી સગપણની વાત કરી.
નિરવના પપ્પા પણ નીરાશ થઈ જાય છે. એટલે નિરવને બે હાથ જોડીને કહે છે કે, તું હવે મારા મોઢા સામેની ચાલ્યો જા. તે તો સમાજમાં મારી આબરૂના ઘજાગરા કરીને મુકી દીધા છે. નિરવ ઉપર જઈને નિશાને કોલ કરે છે પણ નિશા ફોન ઉપાડતી નથી. નિરવે આજે 50 કોલ કર્યા હશે પણ કોઈ જવાબ આવતો નથીં. થોડી વાર રાહ જોયા બાદ તે ફરી પ્રયત્ન કરે છે. પણ આ શું ? આ તો ગબજ થઈ ગયું નિશાએ નિરવને બ્લોક કરી દીધો. હજી આજે તો સાથે રહેવાની કસમ ખાધી હતી અને અત્યારે નિરવ કોઈ લફંગો હોય તેમ તેનો નંબર બ્લોક કરી દીધો.
નિરવ કેટલાય દિવસ સુધી કોલ કરવાનો પ્રયત્ન કરે છે પણ નંબર બ્લોક જ હોય છે. નિશાની કોઈ બહેનપણી પણ નિરવનો કોલ ઉપાડતી નથી. જેટલા પણ સોશિયલ મીડિયામાં નિશા નિરવને ફોલો કરતી હતી તે બધામાં અનફોલો કરીને નિરવને બ્લોક કરી દીધો હોય છે. મતલબ કે, નિરવ પાસે નિશા સાથે વાત કરવાનો કોઈ પણ રસ્તો નથી. આખરે એવું તો શું બન્યું કે, નિશાને નિરવનો નંબર બ્લોક કરવો પડ્યો. એવી તો કેવી પરિસ્થિતિ નિર્માણ પામી હશે ?
નિરવને યાદ આવ્યું કે...
ક્રમશ: