STORYMIRROR

મોજીલો ગુજરાતી

Romance

4  

મોજીલો ગુજરાતી

Romance

નિશાની એ ડાયરીનું એક પાનું

નિશાની એ ડાયરીનું એક પાનું

3 mins
358


એક દિવસ એવો હતો કે, વાતો કરવા માટે સમય ઓછો પડતો હતો. કલાકોના કલાકો વહીં જતા હતો પણ કોઈ ખ્યાલ નહોતો રહેતો ! એ મારી રોહ જોઈને બેસતો, મને ખુબ વહાલ કરતો. હું જ્યારે પણ એકલું ફીલl કરતી ત્યારે મારો રાહબર બની જતો. મારા માટે તેની પાસે હંમેશા સમય રહેતો. તેણે કાલે મને મળવા માટે બોલાવી છે. કદાચ તે મને પ્રપોઝ કરવાનો છે. પણ કાલ માટે પહેરવું શું ? તેને પસંદ હોય એવો ડ્રેસ પહેરવો છે પણ યાર મારી પાસે તે કલરનો ડ્રેસ છે જ નહીં, તો હવે શું કરવું ?

નિશા પોતાની ડાયરી વાંચી રહી હોય છે ત્યા પ્રકાશ તેને બૂમ મારે છે. નિશા.. નિશા.... ક્યા છે તું ? આમ આવ તો જો કોઈક આવ્યું છે. નિશા પોતાની ડાયરી ફટાફટ મુકી દે છે અને સંતાડી દે છે. પ્રકાશ ઉપર આવે છે. નિશા થોડી વાર માટે તો ગભરાઈ જાય છે. કારણ કે, આ ડાયરી વિશે તેને ખબર નથી હોતી. પણ નિશાને ક્યા ખબર હતી કે, પ્રકાશે તેની આ ડાયરી ચોરીછૂપે વાંચી લીઘી હતી. છતા તે નિશાને એટલો જ પ્રેમ કરે છે કે તેના પર ક્યારેય કોઈ સવાલ કે શંકા કરી નથી. નિશા અને પ્રકાશ નીચે જાય છે. ત્યા નિરવ આવ્યો હોય છે. ‘આ મારો મિત્ર છે, અમે સાથે કામ કરીએ છીએ’ પ્રકાશે નિશાને કહ્યું. નિશા અને નિરવ એકમેકની આંખોમાં જોઈ રહ્યા હોય છે. નિશાને એક જૂની વાત યાદ આવી જાય છે.

એ વાત એટલે...

કોલેજની એ બગીચો અને બગીચામાં રાખેલી એ પાટલી તેમના સ્નેહની નિશાની હતી. અહી નિશા અને નિરવ પહેલી વાત મળ્યા હતા. પછી તો વારંવાર અહીઁ મળવાનું થતું હતું. કોલેજના લેક્ચર પૂરા થાય પછી એક કલાક તો તેઓ અહીઁ બેસવા માટે અચૂક આવતા હતા. પણ ક્યારેય એકબીજાની નજીક જવાનો ખ્યાલ નહોતો આવ્યો. 

આવો જ એક દિવસ હતો અને બંને એ જ પાટલીએ આવીને બેઠા હોય છે. કોલેજ પણ હવે પતવા આવી હતી એટલે તેઓ વધ

ારે સમય સાથે રહેવાનું પસંદ કરતા હતા. પણ ખબર નહિ આજે બંનેને એકબીજાની નજીક આવવાની ઇચ્છા થઈ રહી હતી. બન્નેમાંથી કોઈ તેનો વિરોધ કરવા માટે પણ તૈયાર નહોતું ! કદાચ આજે તેઓ નજીક આવવા માંગતા હતા પરંતુ આ સ્થળ કદાચ યોગ્ય નહોતું. 

અહીંથી બંને નીકળીને એક શાંત જગ્યાએ જઈને બેસી જાય છે. અહી તે બંને સિવાય ફક્ત પ્રકૃતિ જ હોય છે. અહીં બંને એકાંતની પળો માણવા તૈયાર હોય એવું એકબીજાને લાગે છે. નિરવ નિશાના વાળ સાથે રમવા લાગે છે. નિશા પણ આજે રૂપ રૂપનો અંબાર લાગતી હતી. તેની આંખોમાંથી પ્રેમની નદી વહી રહી હતી, નિરવ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે તેને એક અમૃતભરી મીઠાશનો અનુભવ થાય છે. તૃપ્તિભર્યું ચુંબન કરતા બાદ તે આગળ વધી નિશાની નમણી ડોકમાં પોતાનો સ્નેહ વરસાવે છે. એક સમય સુધી આ રીતે બંને આલિંગન કર્યા કરે છે. આગળ વધી નિરવ નિશાના આંચળ સાથે પ્રેમ કરવા લાગે છે, અને પછી...(નિરવ સાથે વિતાવેલી નિશાની એ એકાંત પળ) આજે બંને એકમેકમાં ઓગળી ગયા હોય એવું દૃશ્ય સર્જાયું હતું. 

કદાચ એમ કેવાય કે, ક્રોચ પક્ષીનું યુગલ એકબીજાને પ્રેમ કરી રહ્યું હોય અને પ્રકૃતિ સમયને ભૂલી પણ તેમને નિહાળી રહી હોય છે. નિશા અને નિરવ એકાંતની પળ માનવામાં એટલાં તો પરોવાઈ ગયા હોય છે કે, સમયનું પણ ભાન રહેતું નથી. નિશાને અંતિમ આલિંગન આપતા નિરવ કહે છે કે, નિશા તું મને જ્યારે પણ યાદ કરીશ હું તારી સાથે હોઈશ. અને આજે કઈક એવું જ બન્યું છે. કેટલાય વર્ષો બાદ નિશાને નિરવની યાદ આવી અને તે ડાયરી વાંચવા માટે બેઠી હતી. નિરવે પોતાનું વચન નિભાવ્યું અને પ્રેમને અમર કર્યો. પણ હા અંતિમ આલિંગન અને આજે નિશાએ વાંચેલી ડાયરી વચ્ચે 7 વર્ષનો સમય ક્યાં પસાર થયો અને શું થયું હતું એના માટે તમારે રાહ જોવી જ રહી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance