મોજીલો ગુજરાતી

Inspirational

4  

મોજીલો ગુજરાતી

Inspirational

બહેન

બહેન

2 mins
430


કેટલાં દિવસોથી આ દિવસની રાહ જોતો ભાઈ પોતાની બહેનને શું લખે ? બહેન આ દુનિયાનું 'મા' પછીનું બીજું એવું પાત્ર છે જે નિસ્વાર્થ પ્રેમ કરે છે. પોતાના ભાગનું પણ ભાઈને આપી દેવા માટે તત્પર રહે છે. જે ક્યારેય અસંતોષની લાગણી નથી અનુભવતી તે એટલે બહેન. દરેક ભાઈ માટે તેની બહેન એક રાજકુમારી હોય છે. બહેન એ એક એવું પાત્ર છે જે પોતાનો ભાગ હસતા મુખે ભાઈને આપી દે છે. બહેન ભગવાનની એક એવી રચના છે જે અદભુત, અપ્રિતમ અને અદ્વિતીય છે. 

ભગવાનને બધેય પહોંચી વળવાની વેળા નહીં હોય એટલે તેણે 'મા'નું સર્જન કર્યું છે. જ્યારે આ 'મા'ની પણ કમી મહેસૂસ ના થવા દે તે એટલે બહેન! બહેન માટે કે, દરિયાને શાહી, આકાશને કાગળ અને વૃક્ષોને કલમ માનીને પણ જો બહેન વિશે લખવા બેસીએ તો પણ ત્રુટિઓ રહી જાય.

માતા પિતા પછીની ભગવાનની ઉત્તમ રચના એટલે બહેન ! આપણે બધા એમ માનીએ છીએ કે, રક્ષાબંધનમાં બહેન ભેટ સોગાત માટે રાખડી બાંધે છે. પણ તે સત્ય હકીકત નથી. બહેન પોતાના ભાઈને આ દુનિયાની કુદ્રષ્ટિ અને આફતોથી રક્ષા કરવા માટે રાખડી એટલે કે રક્ષાકવચ બાંધે છે.

'ભાઈ તું જા ! તારા દરેક સપના પુરા થશે, દુનિયાની દરેક ખુશીઓ તારી દાસી થશે અને સુખસાહેબી તારી સેવા કરશે' તેવા આશીર્વાદ સાથે બહેન ભાઈને આ દુનિયામાં અડગ મને જગ જીવવાની તાકાત આપે છે.

આમતો પ્રથા એવી છે કે, મોટા હોય એ નાનાને આશીર્વાદ આપતા હોય છે પરંતુ બહેન જ એક એવું પાત્ર છે જે, નાની હોવા છતાં પણ મોટા ભાઈને હકથી આશીર્વાદ આપે છે. નાની બહેન પણ એના મોટા ભાઈ માટે 'મા' સમાન હોય છે. ભાઈ જો ખોટા રસ્તે હોય તો એ ધીબી પણ નાખે અને સાચા રસ્તે જવા માટે પીઠબળ બનીને પણ ઊભી રહે. 

બહેનની એ રાખડીના દુનિયાભરની તાકાત છૂપાયેલી હોય છે. પછી ભલેને એ રાખડી સગી બહેને બાંધી હોય કે, માનેલી બહેને! બહેન માટે લોહીનો સંબંધ મહત્વનો નથી. એકવાર તે કોઈને ભાઈ માની લે તો એ સંબંધ લોહીનો જ થઈ જાય છે. 

બહેનની હાજરીમાં જો કોઈ તેના ભાઈને હાથ પણ લગાડી જાય તો તેનો ક્રોધ ગમે તેવાં ભસ્મ કરી શકે છે. દરેક બહેન તેના ભાઈ માટે સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા અને પૃથ્વી સમાન બનીને રહે છે. આગળ લખ્યું એમ બહેન માટે લખવું એ ખરેખર ગજા બહારની વાત છે છતાં પણ લખવાનો નિર્થક પ્રયત્ન કર્યો છે. 

જે લોકો લોહીના સંબંધ બહાર રાખડી બંધાવતા દૂર ભાગે છે તે ખરેખર મૂર્ખ છે અથવા કુલીન બુદ્ધિના હોય છે. એમને કદાચ રક્ષાકવચની તાકાતનો અનુભવ નહીં હોય! એમને ખબર નથી કે, દરેક સફળતા, દરેક સિદ્ધિ અને દરેક ખુશી બહેનના આશીર્વાદ પાછળ છૂપાયેલી છે. 

આવતા રક્ષાબંધન પર્વની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational