સમજણ વગરનો સંબંધ
સમજણ વગરનો સંબંધ
નવ મહિનાના સંઘર્ષ બાદ સ્વાતિએ એક દીકરીને જન્મ આપ્યો પણ દીકરીના જન્મની 3 મિનિટ બાદ સ્વાતિનું મૃત્યુ થઈ જાય છે. અને આ બાજુ સ્વાતિનો પતિ એટલે કે અમિતને ખૂબ જ આઘાત લાગે છે. અમિતને દીકરો જોઈતો હતો પણ જન્મ થયો દીકરીનો અટેલે તે નારાજ તો થયો જ હતો પણ સાથે સાથે સ્વાતિના મૃત્યુએ એને વધારે આઘાતમાં મૂકી દીધો હતો. પણ હવે કરવું શું ? આ દીકરીનું શું ? તેને સાચવે કોણ ? કારણ કે અમિતને દીકરીથી લગાવ હતી જ નહીં.
હવે અમિતે દિકરાની અપેક્ષાએ બીજા લગ્ન કર્યા અને થયું પણ આ અમિતની ઈચ્છા પ્રમાણે અમિતને દિકરાનો જન્મ થયો એટલે અમિતને તેની બીજી પત્ની નીતા સાથે પ્રેમ અત્યંત વધી ગયો. પણ આ દીકરીની કોઈને ચિંતા નથી. અમિત પાસે પૈસા ખૂબ જ હતા એટલે તેને દીકરીને ભણાવી તો ખરી જ પણ ખાલી ભણાવવા ખાતર તેના તરફ કોઈજ પ્રેમ-ભાવ હતો નહી. આ બાજુ અમિત ની દીકરી જેનું નામ છે નિશા તે ભણવામાં ખુબ જ હોશિયાર પણ હતી. પણ તે તેની સોતેલી માંના મેણાં સાંભળીને અને પપ્પાના પ્રેમ વગર ખૂબ જ એકલી પડી ગઈ હતી.
આ બાજુ નિતાએ અમિતને વારંવાર આ નિશા ખરાબ વર્તનોની ભ્રમણા કરતી રહે અને અમીતના કાન ભરતી રહે આનો ફાયદો અમિતનો ભાઈ અને અમિતનો ભત્રીજો પણ ઉઠાવતા હતા. નિશા હવે માનસિક રીતે ખૂબ જ પીડવા લાગી હતી. તેને ધોરણ 12 માં 80% આવે છે અને ઘરે આવી પપ્પાને રિજલ્ટ પણ બતાવે છે પણ અમિતને કોઈ જ ખુશી થતી નથી અને ઊલટું તેને ધમકાવે છે. આ એકલી નિશા માનસિક રીતે ખૂબ જ પીડાતી હતી છતાં પણ પોતાની સંઘર્ષમય જિંદગી જીવી રહી હતી.
હવે નિશા કોલેજમાં આવી હતી. નિશા હોશિયાર હતી પણ એટલી ચાલક ન હતી. તે ખૂબ જ શાંત અને ભોળી હતી. એટલે કોઇની પણ વાતોમાં આવી જતી. પહેલા કહ્યું તેમ નિશાના પપ્પા અમિત પાસે પૈસા ખૂબ જ હતા તેથી નિશા ભણતી રહી પણ સંઘર્ષમય રીતે. એવાકમાં નિશા ને કોલેજ માં 3 મિત્રો બને છે જે ખૂબ જ તોફાની અને લાલચુ છોકરીઓ હોય છે. નિશાના ભોળા સ્વભાવને કારણે તેઓ નિશાને પોતાની મિત્ર બનાવે છે અને આ ત્રણેય છોકરીયો હવે નિશા ને હેરાન કરવાનું નક્કી કરે છે. મતલબ કે નિશા સાથે હવે આ ત્રણેય કામ્યા, નિકિતા અને અરુણા નિશા સાથે હવે ખરાબ વર્તનો કરાવવા લાગ્યા.
એકવાર તો એવું બન્યું કે આ ત્રણેય છોકરીયો નિશાને જબરજસ્તી સીગરેટ પીવડાવવા લાગ્યા અને એવાકમાં અમિત ઈશા ને જોઈ ગયો એટલે પછી તરત નિશાને ઘરે લઈ જઈને ખૂબ જ મારકૂટ કરી અને ખૂબ જ ટોર્ચર કર્યું. નિશાને પોતાની સફાઈ આપવાનો પણ મોકો અમિત આપવા તૈયાર ન હતો. અને અમિતની બીજી પત્ની નીતા પણ અમિતને વધારે મારવા માટે કહેતી. હવે નિશાની જે ભણવાની ઈચ્છા હતી તે છોડવી પડી. અમુક મિત્રો તમારી જિંદગી બરબાદ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
નિશાને હવે બસ ઘર કામ કરવાનું હતું તેને તો હવે પોતાના જ ઘરમાં એક નોકરાણી ને જેમ જીવવાનું હતું. જો નિશા તેની સોંતેલી માં નીતાની ફરિયાદ અમિતને કરે તો અમિત કોઈ વાત સાંભળતો નહીં અને નિશા ને ધમકાવીને ચાલ્યો હતો. આ નિશાનું હવે ઘરમાં કોઈ જ નહીં. એક છોકરો હતો જે નિશાની ખૂબ જ સંભાળ રાખતો હતો. નિશા પણ પોતાની દરેક વ્યથા આ રાજને કહેતી અને પોતાના મનનો ભાર હલકો કરતી પણ હવે તો નિશાની કોલેજ પણ બંધ થઈ ગઈ હતી તેથી હવે તે રાજ ને મળી શકતી ન હતી. રાજ પણ તેને મળવાની ઘણી જ કોશિશ કરતો તેના એટલે કે રાજના પપ્પા અને અમિત બંને એક જ જગ્યાએ જોબ કરતાં એટલે કોઈ ને કોઈ કામસર રાજ પપ્પા ને મનાવી નિશાને મળવા આવતો અને પોતાની અત્યંત પ્રેમાળ ભાષાથી નિશાની ચિંતા અને તેના દુ:ખોને હળવા કરવા વાતો કરતો. આમનો સંબંધ કોઈ આજ ના જે લોકો પ્રેમ કરે છે એવો ન હતો કે બસ એકબીજાને જાતીય પ્રેમ કરી અને લગ્ન કરી પછી સંસાર આગળ વધારવો છે. આવી કોઈ જ ઈચ્છા ના તો રાજના મનમાં હતી કે ના નિશાના મનમાં. તે બંને નો સંબંધ તો મિત્રતાથી પણ પરે હતો.
પણ એક વખત આ વાત ની જાણ અમિતને થઈ જાય છે કે આ રાજ વારંવાર નિશાને મળવા આવે છે એટલે તે એક સાંજે નિશાને ખૂબ જ ઢોરમાર મારે છે અને પોતાના મિત્રને પણ કહી દે છે કે તારા દિકરાને તારા કાબુમાં રાખ એટલે આવી ધમકીથી રાજ ના પપ્પા પોતાની જોબ બદલીને બીજા શહેરમાં જતાં રહે છે. હવે નિશાનો જે હમદર્દ હતો તે પણ હવે ન હતો. એટલે આખો દિવસ
નિશા નિરાશ રહેતી.
એકવાર એવું બને છે કે અમિત, નીતા અને તેમનો દીકરો વિનોદ આ ત્રણેય બે દિવસ માટે બહાર ફરવા માટે જાય છે અને ઘરમાં એકલી નિશાને રાખીને જાય છે. તેઓ ફરવા માટે જાય છે ત્યારે અમિતનો ભાઈ જે તેની બાજુમાં રહે છે જેનું નામ છે મયંક તે અમિતના ઘરે આવી અવાર-નવાર નિશાને હેરાન કરતો રહે છે.
એક દિવસ અમિતનો મયંક પર ફોને આવે છે અને મયંકને અમિત કહે છે કે અમે લોકો આજે ઘરે નથી આવવાના કારણ કે બે દિવસમાં આ જગ્યા જોઈ શકાય એવી ન હતી એટલે આજે પણ અમે અહી રોકવાના છીયે એટલે તું આજે રાત્રે અમારા ઘરે જ રહેજે એવું અમિત કહે છે અને મયંક પણ હા પડી દે છે પછી તે અમિતના ઘરે આવી ને નિશા ને કહે છે કે આજે તારા પપ્પા નથી આવવાના એટલે હું આજે રાત્રે અહી જ સૂવાનો છુ એટલે નિશા ગભરાઈ જાય છે અને રોવા લાગે છે મયંક રાત્રે મતલબ કે આખી રાત નિશાનું શારીરિક શોષણ કરે છે અને બને છે એવું કે અમિત બીજા ત્રણ દિવસ પણ ઘરે નથી આવતો એટલે આ મયંક સતત ત્રણ દિવસ સુધી નિશાનું શારીરિક શોષણ કરે છે. હવે નિશા દુઃખ સહન કરી શકે તેમ નથી. છતાં પપ્પાની બીકથી તે દબાઈને રહે છે. ખરેખર એક બાપની બીકથી નિશા ચાર દિવસ શારીરિક શોષણ ની ભોગ બની રહી અને જ્યારે અમિત ઘરે આવે છે ત્યારે આવતા જ નિશા રોવા લાગે છે. કારણ કે હવે આ દુઃખ તે સહન કરી શક્તી નથી. એટલે તે હવે હિમ્મત કરી અમિતને રડતાં-રડતાં કહેવા લાગે છે કે કાકાએ મારી સાથે સતત ચાર દિવસ બળાત્કાર કર્યો છે અને આટલું કહી તે મોટેથી રડવા લાગે છે. પણ અમિતની દીકરી તરફની નફરતે તેને આંધળો કરી નાખ્યો હોય છે. એટલા માટે તે માનવા માટે તૈયાર જ નથી અને ઉપરથી અમિત ગુસ્સે થઈ જાય છે અને નિશાને કહેવા લાગે છે કે તું જન્મતાની સાથે જ મારી સ્વાતિ ને ભડખી ગઈ અને હવે મારા ભાઈને મારવા માંગે છે. આમ કહી તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે.
ગુસ્સે થયેલો અમિત નિશાને ઘરમાં પુરીને ખૂબ જ મારે છે તે નિશાને એટલી મારે છે કે તેને અર્ધમૂઇ કરી નાખે છે અને ઘરમાં પૂરીને બહાર જતો રહે છે અને આવા સમયે પણ નીતા અમિતને ચડાવે છે એટલે અમિત ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરને તાળું મારી નાખે છે. અંદર નિશા ખૂબ જ રડતી હોય છે. હવે નિશા પોતાના દર્દ સહન કરી શકતી નથી. તેને ત્રણ દિવસ તો આ લોકો ખાવાનું પણ નથી આપતા.
ચોથા દિવસે પણ નિશા એક હાલત માં હોય છે. રાજથી થયેલું જુદાઈપણું , અમિતની માર અને કાકા મયંકે કરેલું શારીરિક શોષણ આવા અસહ્ય દુઃખની દુનિયામાથી હવે નિશા છૂટવા માંગતી હતી. એટલે તે આ દુઃખથી છૂટવા માટે મરવાની ઈચ્છા જાગે છે પણ તે રૂમમાં ના તો લટકવા માટે પંખો હોય છે કારણ કે અમિતે તેને અંધારી કોઠડીમાં પૂરી હોય છે. પણ પછી તેના હાથમાં એક કાચનો ટુકડો આવી જાય છે અને તે તરત પોતાના હાથની નસ કાપી નાખે છે છતાં ચાર કલાક સુધી તેનો જીવ નીકળતો નથી તે અંદર પીડાતી પડી રહે છે અને પછી અત્યંત દુઃખ સહીને તેનો જીવ નીકળે છે.
નિશાના મર્યા પછી પણ એક દિવસ તેની લાશ તે કોઠડી માં પડી રહી પછી અમિતને એક દિવસ થોડી દયા આવે છે એટલે તે દરવાજો ખોલે છે અને નિશાને બહાર કાઢવા માટે જાય છે. પણ ત્યા તો નિશાએ પોતાના પ્રાણ છોડી દીધા હોય છે . ત્યારે અમિતને ખૂબ જ દુઃખ લાગે છે અને ભાન થાય છે કે મે આ બધુ ખોટું કર્યું છે પણ અફસોસ... પછી નિશાની લાશ પોસ્ટ –મોટમ માટે જાય છે અને કેસ થાય છે. ડૉક્ટર પણ પોસ્ટ-મોટ્મ કરતાં કરતાં રડી પડે છે કે આ 18 વર્ષ ની છોકરીએ કેટલા દર્દ સહન કર્યા છે. જ્યારે પોલીસ પોસ્ટ-મોટમ રિપોર્ટ માંગે છે અને ડૉક્ટર રિપોર્ટ આપે છે અને કહે છે કે આ નિશા પર ચાર દિવસ સતત બળાત્કાર થયો છે અને પછી ઢોરમાર મારવામાં આવ્યો છે આ સાંભળી પોલીસ પણ રડી પડે છે.
જ્યારે આ વાત ની જાણ રાજને થાય છે કે હવે નિશા આ દુનિયામાં નથી રહી અને અસહ્ય દુઃખ વેઠી પ્રાણ છોડી દીધા છે ત્યારે રાજ જ્યાં ઊભો હોય છે ત્યા જ ઢળી પડે છે અને તે જ ક્ષણે તેના પ્રાણ નીકળી જાય છે.
આ મોટો અપરાધ કરનાર અમિત, અમિતને ઉત્સાવનાર નીતા અને બળાત્કારી કાકા મયંકને અદાલત આકરી સજા કરે છે અને જેલ ભેગા કરે છે.
આ લોકોને સજા તો થઈ પણ આ હરામી દુનિયાએ બે માસૂમો નિશા અને રાજ ના પ્રાણ હારી લીધા !