મોજીલો ગુજરાતી

Romance Others

4  

મોજીલો ગુજરાતી

Romance Others

નિશાની એ ડાયરી - 3

નિશાની એ ડાયરી - 3

4 mins
412


નિરવના મનમાં અનેક સવાલો થઈ રહ્યા હોય છે, ત્યાંં તેને યાદ આવે છે કે, મારી એક ફ્રેન્ડ તેના ઘરની બાજુમાં જ રહે છે. તો તે તરત તેને ફોન કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે, તેના સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય પણ હોતો નથી. આખરે તેને ફોન લાગી જાય છે. નિરવ કાવ્યાને તેના હાલ ચાલ પૂછ્યા વિના સીધો જ સવાલ કરે છે કે, શું તું નિશા સાથે મારી વાત કરાવી શકીશ ? કાવ્યા પણ કદાચ નિરવની પરિસ્થિતિ સમજી જાય છે. અને કહે છે કે, અત્યાંરે જ ત્યાંં જઈને તારી વાત કરાવું છું. કાવ્યા નિશાના ઘરે જાય છે અને નિશાને મળે છે. તે માંડીને વાત કરે છે કે, કેમ તે નિરવથી વાત કરવાનું બંધ કરી દીધું છે. ઘરવાળા કાઈ બોલ્યા છે કે, તમારા વચ્ચે કાઈ ઝઘડો થયો છે ? નિરવનો કોલ તો ચાલુ જ હોય છે. તે આ બધી વાત સાંભળતો હોય છે.

નિશા કાવ્યાને આ અંગે વાત કરવાની ચોખ્ખી ના પાડી દે છે. કહે છે કે, જો આ સંદર્ભે જ વાત કરવી હોય તો તું અહીંથી ચાલી જા ! મારે આજ પછી નિરવની કોઈ વાત સાંભળવી નથી કે, તેના વિશે કાઈ કહેવું પણ નથી. કારણ જે છે તે સમય આવે ખબર પડી જશે. કાવ્યા પણ નિરાશ થઈને ત્યાંથી ચાલી જાય છે. જોકે આ વાત તેને નિરવને કહેવાની જરૂર નથી કારણ કે, નિરવ પહેલેથી જ બધું સાંભળતો હતો. પણ આ પાછળનું કારણ શું છે તેની નિરવને કોઈ ખબર નથી પડતી.

નિશાને મળવાના નિરવ ઘણા પ્રયત્નો કરે છે પણ અફસોસ કે, તેને કોઈ વાતે સફળતા મળતી નથી. નિશા કોઈ પણ કાળે તેનો ચહેરો જોવા માંગતી નથી. નિશાના ઘરે કોઈ સારા ઘરના છોકરાનું માંગુ આવે છે, નિશા તેને જોયા વિના જ હા પાડી દે છે. નિશાના પરિવારજનો પણ ખુશ થઈ જાય છે કે, આપણી નિશા કેટલી સમજું અને સંસ્કારી છોકરી છે. પરિવારની એક પણ વાત ટાળતી નથી. જોકે નિશાને હવે પ્રેમમાં કોઈ વિશ્વાસ રહ્યો નહોતો. તેને કોઈની પણ સાથે ભવ માંડવા માટે તૈયાર હતી. કોઈ પણ પ્રકારની બાધા વિના. બંને પરિવાર વચ્ચે ગોળ-ધાણા ખવાઈ જાય છે અને લગ્નની તારીખ પણ નક્કી થઈ જાય છે.

અહીં આ જે પણ ચાલી રહ્યું છે, તેની તમામ જાણકારી કાવ્યા નિરવ સુધી પહોચાડી દે છે. અને નિશા પણ ઇચ્છતી હતી કે, આ વાત નિરવ સુધી પહોચતી રહે એટલે તે કાવ્યાને સાથે જ રાખતી હતી. હવે તો નિરવ પણ ભારે ગુસ્સે થઈ જાય છે, કારણ કે, તેણે નિશા માટે પરિવારથી પણ ઝઘડો કરી લીધો હોય છે, સમાજમાં પોતાના પિતાની આબરૂને પણ નેવે મૂકી દીધી હોય છે. છતા નિશા આવી રીતે વર્તે છે અને હવે લગ્ન પણ કરી રહી છે. નિરવ દીવાલે માથું પટકાવીને કહે છે કે, મે જીવનમાં ખોટી વ્યક્તિથી પ્રેમ કર્યો હતો. આજ પછી તો નિશાનો ચહેરો પણ નહીં જોવે તેવો નિર્ણય કરી લે છે.

નિશા આ બધી વાતો પોતાની ડાયરીમાં લખતી હોય છે. પોતાના પ્રેમ અને વિરહની તમામ વાતો તેમાં ટાંકી હોય છે. તે પોતાને જ સાચી માની રહી હોય છે. આ બાજુ નિરવ પણ પોતાને જ સાચો માની રહ્યો હોય છે. આમ, તો તેમના મને બંનેના કારણ વ્યાજબી હતા. પણ એકબીજાને કહેવા માંગતા નહોતા. હવે નિરવ પણ પોતાના પિતાને સમાજમાં ફરી એ ઇજ્જત આપાવવા માટે નોકરીની તૈયારીમાં લાગી જાય છે. તો આ બાજુ નિશાના લગ્નની પણ તૈયારીઓ ચાલતી હોય છે. સંજોગો પણ એવા બને છે કે, નિરવની પરીક્ષાની તારીખ અને નિશાની લગ્નની તારીખ બંને એક જ આવે છે.

નિરવ પોતાની જિંદગી સફળ કરવા માટે પરીક્ષા આપવા નિકળે છે અને નિશા પોતાના થનાર પતિ સાથે ફેરા ફરી રહી હોય છે. આ સંજોગને એક સમય વીતી જાય છે. નિરવ પણ પરીક્ષામાં પાસ થઈ જાય છે અને નોકરીએ લાગી જાય છે. આ વાતને આજે સાત વર્ષ વીતી ગયા છે. નિરવના પિતાને પણ સમાજમાં ફરી માન-સન્માન મળવા લાગ્યું છે. નિરવને પોતાની નોકરીમાં પ્રમોશન પણ મળી ગયું હોય છે. વિધાતાએ ખેલ પણ એવો ખેલ્યો છે કે, નિશાના પતિ પ્રકાશની પણ બદલી થઈ જાય છે. અને અધુરામાં પૂરૂ અમદાવાદમાં જ્યાં નિરવનું પોસ્ટિંગ છે ત્યાં જ તેનું પોસ્ટિંગ થાય છે. આમ ખાલી 2 જ મહિનામાં નિરવ અને પ્રકાશ ખુબ સારા એવા મિત્રો બની જાય છે. અને પ્રકાશ નિરવને પોતાના ઘરે જમવા માટે આવવાનું આમંત્રણ આપે છે. તો નિરણ પણ પણ કાલે આવીશ તેવી ખાત્રી આપે છે.

આજે ઓફિશથી છૂટ્ટા પડ્યા એટલે પ્રકાશ નિરવને સાંજના જમવા માટે પોતાના ઘરે લઈ જાય છે. ઘરે પહોચીને દરવાજો ખોલે છે અને અંદર જઈને પ્રકાશ નિશાને બૂમ મારે છે, નિશા... નિશા... ક્યાં છે તું ? આમ આવ તો જો કોઈક આવ્યું છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance