STORYMIRROR

મોજીલો ગુજરાતી

Abstract

2  

મોજીલો ગુજરાતી

Abstract

સપનાંઓને શોધતો

સપનાંઓને શોધતો

3 mins
41

હવે વહેલા જાતે જ જાગી જવું પડે છે. કારણ કે, અહીઁ મમ્મી કે પપ્પા સવારે માથામાં હાથ ફેરવી જગાડવા નથી આવતા. જમવામાં જે હોય તે જાતે બનાવીને ખાઈ લેવું પડે છે. કારણ કે, અહીઁ ભાવતું જમાડવા માટે બહેન નથી આવવાની. હવે હું મનગમતી વસ્તુઓ લેવા માટે તૈયાર નથી થતો. કારણ કે, અહીઁ મારી દરેક ઈચ્છા પૂરી કરવા માટે પપ્પા નથી આવવાના. અહીં જીવનને સરળ બનાવવા માટે બધું જ મળી રહે છે. પણ ખુશીઓમાં સાથીદાર ભાઈ નથી મળતો. 

પરિવારની સાચી અહેમિયત ઘરથી દૂર રહેતા દીકરાને પૂછો. તમને એ દરેક વાત જણાવશે, જે પરિવારનો બીજો કોઈ સભ્ય નહિ બતાવી શકે. પરિવારથી દૂર રહીને પણ પરિવાર માટે જીવવાનું એ ખૂબ જાણે છે. એક એક સભ્યની કદર એ જાણે છે. કોઈવાર જો ક્યાંક ભૂલ થઈ જાય તો એક વખત નહિ પણ સો વખત એ માફી પણ માંગી લે છે. જે રીતે બાળકો માટે એક પિતા મહેનત કરે છે, તેમ પરિવારને ખુશ રાખવા માટે તે હંમેશા પિસાતો રહે છે. પોતાના સપના ભૂલી બીજા માટે જીવવું કોને ગમે ? પણ તે બીજા માટે જીવે છે, હા હા જીવે છે. 

અઘરું હોય છે પોતાનાઓથી દૂર રહીને પોતાના માટે જીવવું. લોકો પણ કેવા અજીબ છે, ગમે તેના વિશે ગમે તે વિચારી લે છે. ઘણી વખત એવું પણ બને છે કે, જિંદગીની ભાગદોડમાં મહત્વનું છૂટી જાય છે. 

મને એકવખત એક મિત્રએ પૂછ્યું હતું કે, તું પ્રેમમાં કેમ નથી પડતો ? તને સારી સારી છોકરીઓ પ્રપોઝ કરી ચૂકી છે, તો તું બધાને ના કેમ પડી દે છે ? આ પાછળનું કારણ શું છે ? 

તેણે મને એક સાથે ત્રણ સવાલો પૂછી નાખ્યાં ! એટલે હું પણ વિચારમાં પડી ગયો કે, મારે કયા પ્રશ્નના પહેલા જવાબ આપવો ? 

મે શરૂઆત કરી કે, કોણે કહ્યું કે હું કોઈને પ્રેમ નથી કરતો ! હું હદથી પણ વધારે મારા પરિવારને પ્રેમ કરું છું, અને તેનાથી મોટો પ્રેમ બીજો ક્યાંથી હોઈ શકે. આ હતો પહેલા પ્રશ્નનો જવાબ. 

હવે બીજા પ્રશ્નના ઉત્તરમાં મે કહ્યુ કે, હા તારી વાત સાચી છે કે મને ઘણી છોકરીઓએ પ્રેમનો ઈઝહાર કર્યો છે. પણ આ બધા પ્રેમ ઘડીકના હોય છે. તે લાંબા ટકી શકતા નથી. અને મને ઘડિયા પ્રેમ પર કોઈ ભરોસો નથી. પરિવારથી મોટો અતૂટ પ્રેમ બીજો કોઈ નથી. અને હા દોસ્ત સ્કૂલ કે કોલેજના પ્રેમમાં પડવા કરતાં તો સરકારી નોકરીની તૈયારી કરવી સારી. ભલે સમય માંગી લે પણ મળે તો ખરી ! 

હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આપતા મે કહ્યું કે, જો ભાઈ, માન્યું કે અત્યારે સુંદરતાનો જમાનો છે. તો તેની કદર કરવી જોઈએ. પણ દોસ્ત આ સુંદરતા પાછળ તો દેવો પણ બરબાદ થયેલા છે, તો આપણે કયા ખેતરની મૂળી છીએ ! અને હા દોસ્ત સંભાળ મા ના હૃદયથી વધારે સુંદરતા બીજે ક્યાંય પણ ન હોઈ શકે. અરે જ્યાં હિમાલયના સરોવરની સુંદરતા પણ આછી પડે એવી જગ્યા એટલે પરિવાર સાથે બેસી, મળેલી એક નિખાલસ સભા.

આપણે દુનિયામાં સુખ શોધવામાં એટલા ખોવાઈ ગયા છીએ કે પરિવારમાં જ સાચું સુખ છે એ ભૂલી ગયા. શહેરની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે એ ભૂલી ગયા કે, શહેરોની ઈમારતો કરતા પણ વધારે મોંઘા ગામડાના લોકો સાથેના સંબંધો છે. 

આ જીવનને લખતા લખતા પણ મારી આંખોમાં પાણી આવી ગયા છે, તો દોસ્તો વિચારો તો ખરા પરિવાર સાથે રહેવાની મજા કેવી અદભૂત હોતી હશે ! મને પરિવારનું મહત્વ સમજાય છે. કારણ કે, હું પરિવારથી થોડો દૂર રહી રહ્યો છું. 

દોસ્તો, આ કહાની મારા એકની નથી ! આ કહાની દરેકને લાગુ પડે છે, જે પોતાનાઓ માટે ઘરનું આંગણ છોડી શહેરની ગલીઓમાં સપનાં શોધી રહ્યો છે.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Abstract