હાર - જીત
હાર - જીત
ઝમકુડોશીમાંને ત્યાં મોહન દીકરો ને જમના દીકરી હતા રોજ દાડીએ જવાનું વટથી ઉછેરે બેઉ સંતાન ને. વિલાસના દીકરાની સાથે લગ્ન કરવાનું વચન આપેલ તેથી દીકરી થાળે પડીને પરણાવ્યાનો સંતોષ માની હરદ્વાર ગયા. પાછા ફર્યા ત્યારે ખબર પડી કે જમના એ કૂવો પૂર્યો ને વિલાસના દીકરાને જેલમાં પૂર્યો છે. પત્નીના મોતથી બાવરો બનેલો છાતીફાટ રોતા ડોશી આગળ સાચી વાત કરી બોલ્યો ઘરનો વડીલ મારો બાપ... વહુ પર બળાત્કાર કર્યો ને તમારી દીકરી હું ખોઈ બેઠો ને મારો બાપ તો રાતોરાત ગામ છોડી ગયો. બા મારી બધા આઘાત જીરવી ના શકી. ઘર આખું
ખાલી થઈ ગયું મારે રોજ મરવું જેલમાં માડી મને સજા મળી હું નથી મરી શકતો નથી જીવી શકતો.
આ વાત જતા દાડે ભૂલાઈ ગઈ હશે માની રાજભા વર્ષે પાછો આવ્યો ત્યારે ખબર પડી બધી વહુ કૂવામાં પડી મરી ગઈ ને દીકરા પર આળ ચડ્યું ને જેલ ભેગો થયો. ને પોતે ગામ છોડી
ભાગી ગયો હતો આ બધી ઘટના જીરવી ના શકી તે પણ મૃત્યું પામી. હે ભગવાન મારી ભૂલની સજા બધાને મળી આ પાઠ તે મને ભણાવ્યો. રોતા રોતા બાવરો તે ડોશી આગળ માફી માટે પગે પડ્યો .. બજર ના બંધાણી ડોશી “હા વિલાસને ખોઈ બેઠા આપણે. “ કહી છીંકણી સુંઘી બોલ્યા ચા ટાણું છે ઘૂંટડો તમે પીજો..!!
ચકિત થયેલો રાજભા બેઠો કે ડોશી ભૂલી લઈ લાગે છે તે ચા ને ઉકળતી જોઈ રહ્યો. ડોશી પૂછ્યું “ ઈલાયચી ફાવશેને ?” કહી ચમચી ભરી ને ચા માં નાંખી. ગાળી ને આપતા ડોશી જરા
મારકણું હસી બોલી “ વાળુ કરશું ને !!” પૂરો કપ ચા પી મિનિટોમાં ઠપ થઈ ઢળી પડેલો. પાછળ પરસાળમાં ખોદી રાખેલી કબરમાં દાટી દીધો. ઉપર પટારો મૂક્યો ને હાશકારો કર્યો. ડોશી ગણગણે:
માણસ પાણી પર પાણીની વાર્તા લખ પાણીથી તો તારો જય પ્રભુ
બંધનના ઋણ કહો કે ઋણ નું બંધન કહો કર્મનો સિદ્ધાંત
સમજ માણસ તો જય તારો પ્રભુ
