Mariyam Dhupli

Classics

2  

Mariyam Dhupli

Classics

ગુરુ

ગુરુ

1 min
7.6K


કમ્પ્યુટરના વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ ઈન્ટરનેટનું શિક્ષણ મેળવી રહ્યા હતા. આંખો સામે ઝળહળતી દરેક કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ગૂગલની વેબસાઈટ ચમકી રહી હતી.

" આજે ગૂગલ જેવા સર્ચ એન્જીનોને કારણે સ્વ- શિક્ષણ શક્ય બન્યું છે."

શિક્ષકના વાક્યનું રમૂજ ઉપજાવવા અને શિક્ષકનું વ્યંગ રચવા વિદ્યાર્થીગણમાંથી એક છૂપો અવાજ આખા વર્ગમાં ગુંજી ઉઠ્યો.

"તો હવે શિક્ષકોની કોઈ જરૂર શા માટે ?"

પુછાયેલા પ્રશ્નથી ઉદ્દભવેલા વિદ્યાર્થીગણના ખડખડાટ હાસ્યનો પડઘો આખા ઓરડામાં વ્યાપી રહ્યો.

એજ સમયે આંખો સામેની દરેક કોમ્પ્યુટર સ્ક્રીન પર ટેક્નિકલ એરર , યાંત્રિક ખામીને કારણે ગૂગલનું સર્ચ- એન્જીન બ્લોક થઇ ગયું .

વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા.

આવી મૂંઝવણભરી પરિસ્થિતિ અને યાંત્રિક ખામી સમયે ગૂગલ જેવા સર્ચ એન્જીનને કઈ રીતે પુન : કાર્યરત કરી શકાય એ અંગેનું શિક્ષણ આપવા શિક્ષક ત્વરિત વ્યસ્ત થયા. વિદ્યાર્થીઓ તદ્દન શાંતિ અને ધ્યાનથી નવું જ્ઞાન ગ્રહણ કરી રહ્યા.

શિક્ષકના શિક્ષણમાં એમના દરેક પ્રશ્નનો ઉત્તર મળી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics