ગુલાબના સોગંધ
ગુલાબના સોગંધ
શીર્ષક: ગુલાબના સૌગંધ
અમેરિકા નું સેન ઓઝે એક શહેર. શહેર તો આમ , પણ તેનો રોઝ ગાર્ડન જગ વિખ્યાત : અનેક જાતના ગુલાબના રંગબેરંગી ફૂલો ચારેકોર લહેરતા રહે.
ત્યાં આથમણી દિશાએ,વેસ્ટ વેલી ની પર્વત માળા એ પરાઠા જેવો સૂરજ આથમે, ત્યારે લહેરતા વાયરાયે ગુલાબોની સુગંધ આખા શહેર ને મહેકાવી દેતી.
આ બગીચાની સંભાળ મોટેભાગે વોલીયેન્ટર રાખતા હતાં. પણ ફ્લોરા તેઓની ચેરમેન. નાનું કાઠું પણ મોટી લાગણી.
રોઝ ગાર્ડન ના અનેક ફૂલોના મોહ કરતાં વધુ તો એને ફૂલના ઉછેર પાછળ અગણિત છુપાયેલ હાથની લાગણી વહાલી હતી.
જ્યારે કોઈ મુલાકાતી ગુલાબ તોડે , તો એ હળવી ભાષામાં ટકો.ર કરી, ચૂંટેલા ગુલાબની માફી માગતી.
—“માફ કરજે...તું સમય પહેલા તૂટ્યો, પણ તારી સુગંધ તો તોડનાર પાસે રહી જશે .”
એક દિવસ બગીચામાં એક અજાણ્યો યુવાન આવ્યો—નામ હતું ફિલિપ, કોઈ કોલોરાડો ના અંતળીયાર રેતાળ ગામથી આવ્યો હતો, થાકી ગયો હતો બે એરિયાની જીવન દોડમાં.
ગુલાબની સુગંધથી ખેંચાયને એ અહીં આવ્યો હતો. એણે ફ્લોરા ણે પૂછ્યું , “શું આવીજ સુગંધ અહીં હંમેશા રહે છે?”
ફ્લોરાએ હળવે હસીને કહ્યું, “સુગંધ બગીચાની નથી, સંબંધોની હોય છે. અહીં જે આવે છે, એ તેને અનુભવે અને પામે છે.”
એ દિવસે બે અજાણી આત્માઓના હૃદયમાં વાતોની સાથે એક નવી સુગંધ જન્મી—વિશ્રામની, સમજદારીની, અને કદાચ પ્રેમની પણ.
સમય પસાર થયો. ફિલિપ પાછો તેના ગામ કોલોરાડો ગયો, પણ ત્યાં પણ એની ડાયરીના પાનાઓ માં ફ્લોરાની યાદ માં ગુલાબની પાંદડાઓથી સુગંધિત રહેતા.
એ અવારનવાર લખતો:
“ફ્લોરા જેવી સાથી મળે તો જીવન ગુલાબ બની જાય... એની સાથે હો કે ના હો તોય એના જેવા શબ્દો દિલમાં ફૂલ બની મહેકતા રહે.”
અને જ્યાં સુધી રોઝ ગાર્ડન છે, ત્યાં સુધી એ સુગંધ ફક્ત ગુલાબની નહીં, પણ એક સાંજની વાર્તાની હશે. એક ગુલાબની સૌગંધ.
તમે આ વાર્તાને કેવી લેખો છો
