purvi patel pk

Classics

3  

purvi patel pk

Classics

ગમછો

ગમછો

1 min
183


વૈશાખની ધોમ ધખતો તાપ ને બપોરની વેળા. શિરામણ શિરાવી બે-ચાર જણા ગામને ગોંદરે આવેલા પુરાતન વડલાના છાંયે આડા પડખે થયા હતાં. ડાબી બાજુએ બે મોટા પથ્થરો વચાળે પાણીની એક નાંદ ટેકવીને મુકેલી હતી. લૂગડાંનો લાલ કટકો પાણી ઠંડુ રહે તે આશયે ભીનો કરી લપેટી રાખ્યો હતો. એક અજાણ્યો ઇસમ આવી, નાંદ પરનું છીબું હટાવી બાજુએ મુકેલ ક્ળશ્યો લઈ પાણી પીએ છે. ખભે નાંખેલ ગમછાથી મોઢા પરનો પરસેવો લુછતો ચોરા પર બેસે છે. 

ત્યાં એકે પૂછ્યું.

"કાં, કુણ સો ? ક્યાં રે'વા ?"

"મુસાફર સું, ભાઈ. ઘડીક પોરો ખાઈ લઉં ત્યાં નેકળી જાઇસ."

"ભલે, ભલે ભાઈ ! મન થાય ત્યાં લગણ... આંય તો રામના રાજ !"

વડલાના થડે માથું ટેકવી એ બેઠો. પવનની લહેરખીઓના કારણે થાક આંખોમાં ઘેરાયો જ હતો, ત્યાં કોઈના મોઢે 'પરભી' નામ સાંભળતાં જ તે ચોંક્યો. 

"અંતેકાળ સે તોય પરભીને એનો ગમછો ના સુટ્યો તે ના જ સુટ્યો !"

"કુણ ઝાણે ક્યાં ભવનો સંબંધ... તે ચોવી કલાક હાયથ્માં ને હાયથ્માં જ..."

"હા, હવે તો બાપડીને પરભુ લઈ લ્યે તંઈ છુટે..."

"ભાઈ, આ ક્યું ગામ ?"

"રાજપર... કાં... કોક..."

ત્યાં તો મુસાફરની નજર આગળ અંધારા છવાય ગયાં ને, તે ત્યાં જ ઢળી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics