Kalpesh Patel

Classics Inspirational

5.0  

Kalpesh Patel

Classics Inspirational

ગડી

ગડી

4 mins
2.5K


“લોઢીયા” ગામને માથે ધોમતડકો ધખાવીને મોડી સાંજે ગીરના સાવજની આંખ સમો સિંદૂરી બનેલો સૂરજ આથમવાની તૈયારીમાં હતો. એવે ટાણે ગામને પાદરે ધૂળ ઉડાડતી દોડતી ઘોડીએ એક અશ્વાર આવી ચડે છે,…. ઇ.. ડાયરાને મારા જય સોમનાથ કહેતાંક ઘોડીથી નીચે ઉતરે છે અને ભર્યા ડાયરે બેઠેલાને હાથ જોડે છે, ત્યારે અશ્વારના માથેથી પરસેવાનાં ટીપાં નીતરી રહ્યાં હતા.

ભર્યા ડાયરામાં સોના-રૂપાથી મઢ્યો હોકો મોસાળામાં એક માસીના હાથમાંથી બીજી માસીના હાથમાં ભાણીઓ ફરે એવા લાડથી ફરી રહ્યો હતો . ભર્યા ડાયરામાં હોકાના મોજના તોરમાં ભંગ પડ્યો હોય તેમ સંધાય લોકની નજરું અશ્વાર તરફ ડોકાઈ.

એણે ડાયરાને હાથ જોડતા કીધું,,હું. વજેસંગ રાઠી, વિરમગામનો દેસાઇ, સોમનાથ દાદા ને દરબારે જાવું છે, અટાણે રાત માથે આવવામાં છે. મારી ઘોડી થાકી છે. તેને પોરો ખવડાવો છે અને મારે પણ રાતવાસો કરી સવારે જાત્રાએ નીકળવું છે, આટલું સાંભળતા ડાયરે બેઠેલા “લોઢીયા” ગામના મોભાદાર જન અને બીજા પસાયતો એક અવાજે બોલ્યા હાલો દેસાઇ અમારી ડેલીએ,

આ તો આમંત્રણની હેલી થઈ આવી, કોને રાજી કરવા, તે વિચારે વજેસિંગ મુંજાયો, અને વચલો રસ્તો કાઢતા બોલ્યો, સૌને માથે દાદાના રખોપા અટલ રહે, હું ગામના મંદિરે વિસામો લઇશ. આ સાંભળતા ડાયરાને છેડેથી એક માનહ ઊભો થયો ને બોલ્યો ચાલો દેહાઇ, મુ આત્મારામ, ભવનાથ દાદાના મંદિરનો પૂજારી,, મારી ધન્ય ઘડી કે મુજ ઘેર તમો પધારશો.!

ભવનાથને મંદિરે વજેસંગ અને આત્મારામ આવ્યા ત્યારે રાત પડી ચૂકી હતી, ઘોડીને ચણાનો તોબરો બાંધ્યો અને પાણી આપ્યું, અને વજેસંગે જામ-ક્સી જમો, પાઘડી અને બંડી કાઢી આત્મારામને હવાલે કરી ઢોલીએ બેઠો, અને મંદિરના રસોડેથી ગરમાગરમ ખિચડી અને કઢી હાજર થતાં વાળું કરી ફરી ઢોલીયે પડતાંવેત નિદરે પોઢી ગયો.

સવારે જ્યારે મંદિરની આરતીની ઝાલર વાગી ત્યારે આગંતુક અશ્વારની આંખ ઊઘડી અને નહિ ધોઈ તૈયાર થયો ત્યાં લગીમાં બાજરાના રોટલા રીંગણનો ઓરો, માખણનો બટેરો, ગોળની ભૂકી અને છાસનો કળશિયો લઈ આત્મારામ તૈયાર હતો, ભાઇલા બરાબર ખાઈલે તારો રસ્તો લાંબો છે અને રસ્તામાં કઈ તને જડશે નહીં. વજેસંગ આવકારને અહોભાવ થી નીરખી રહ્યો હતો, કે દી, આ મહેમાન નવાજીનું સાટું વારશે ?, તેને જામો- બંડી અને પાઘડી ચડવ્યા અને ઘોડીને લઈ જવા ઊભો થયો અને આત્મારામ તેને વળાવાં સાથે ગયાં, ગામને પાદરે પોહચતા લગીમાં વજેસંગના દિલડાંના તાર આત્મારામ સાથે મલીગયા, છૂટા પડતાં, એણે બંડીમાં હાથ નાખ્યો,.. પણ હાથ તેનો બંડીના ખિસ્સામાં જપાઈ ગયો જાણે કોઈ ભોરીંગ બંડીમાં ના હોય. અને ચહેરા ઉપર પીડા ઉપસતી હોય તેમ આત્મારામે ભાળ્યું.

શું થયું ભાઇલા ? આત્મારામે મેમાનની પીડા પરખતા સીધું પૂછ્યું. આઇ, કઈ નહીં બાપા સન્ધુય બરાબર છે .

વજેસંગના મગજમાં ગડમથલ હતી, આવી મેમાન નવાજી કરનારને કેવી રીતે કહેવું, આવા પરગજુ માનહને માથે ચોરીનો આરોપ કેમ મુકાય ? ત્યાં આત્મારામે ફરી પૂછ્યું ભાઇલા તને દાદાના સમ છે, બોલ તારી મુંજવણ શેને કારણે છે ?

દાદાની આણ એટલે કહેવું તો પડશે જ , .. વજેસંગ બોલ્યો દાદા તમારી ડેલીએ મારી બંડીનું ખિસ્સું હળવું થયું છે .. હોય તેમ લાગે છે .!

આત્મારામના પગ તળે જમીન ખસતી હોય તેમ લાગી, પણ સ્વથ બની બોલ્યા ઘડીક ખમ, હું ફટમાં આવ્યો. આત્મારામ દોડતો મંદિરે આવ્યો નજર દોડાવી કઈ નજરે ના પડ્યું તેના ધબકારા વધતાં હતા,ઘરમાં ફંફોશી રૂપિયા કાઢ્યા. બાજુમાં ગોવિદ દૂધવારા પાસે થોડા બીજા ઉછીના લીધા અને રૂપિયાની ગડી વારી દોડ્યા પાદરે.

પાદરે થાક છુપાવતા રૂપિયાની ગડી વજેસંગને હાથમાં થમાવતા બોલ્યા લે ભાઇલા આ તારીજ લાગે છે. મંદિરની ઓસરીમાં પડેલી હતી , . વજેસંગે ગડીને બંડીના ખિસ્સામાં મૂકાતા, “દાદાના” સમ, તમે, ના ન કરતાં .. કહેતા એક રૂપિયો જબરજસ્તીથી આત્મારામને આપી જય સોમનાથ કહેતા સોમનાથની વાટે ઝપાટે ચડી ગયો. 

ઘોડીએ આખી રાતનો પોરો ખાધેલો એટ્લે પવન વેગે દોડતી હતી અને વજેસંગ બસ સોમનાથને દરબારેજ થોભવું તેમ તેને દોડાવે રાખતો હતો, ત્યાં પાછળ અવાજ આવ્યો ..તો જોયું તો આતો કરસન હતો, વિરમગામના દરબારનો ખેપિયો,વજેસંગે ઘોડો થોભાવી, અને કરસન કેમ આમ મારતે ઘોડે પાછળ આવ્યો, કોઈ તકલીફ ?, અરે દેસાઇ .. આ તમારા ઘરવારાએ મને દોડાવ્યો છે, તમારી બંડીમાં તેઓ રૂપિયા મુક્તા ભૂલી ગયા છે, લો ભાઈ તમારી રૂપિયાની 'ગડી'. તમે સંભાળો એટલે હું છૂટો.

રૂપિયાની ‘ગડી’ હાથમાં આવતા બધી બીના આંખના પલકારમાં વજેસંગને સમજાઈ ગઈ, આત્મારામે “લોઢીયા” ની લાજ હાટુ ખોટું બોલી “ગડી” આપેલી અને હવે તે હકીકત સિંઘોડાના શીરા માફક ગળે ઊતરતી હતી. વજેસંગે "ઘોડીને એડી મારી, ઘોડીને હવે ક્યાં જવાનું હતું તે બરાબર ખબર હતી, અને તે ભવનાથને મદિરે પહોચી આવી ત્યારે આત્મારામ ભવનાથને ઓટલે બેઠેલા .. કઈ વિચારે એ પહેલા વજેસંગ રાઠી તેમના પગે આળોટી પડ્યો, સોમનાથ દાદાનો દરબાર અંહીજ છે, બાપા આપના ચરણમાં મને શરણ આપો કહેતા આત્મારામના પગમાં રૂપિયાની ગડી મુકી.

આત્મારામે ‘ગડી’ હળવેથી વેગળી કરતાં, બાવડેથી વજેસંગ ને ઊભો કર્યો અને બોલ્યા, ના દીકરા ..ના હું તો દાદાનો દીકરો છું.! સોમનાથ દાદાને દરબારે તું જા અને મારા વતી પણ દર્શન કરજે.. મારા પુણ્ય હજુ સોમનાથ દાદાને દરબારે પહોચવા જેટલા નથી પૂગયા . ચાલ જલ્દી કર દાદાને વાટ ના જોવડાવાય.

આ સમયે ધોમ-ધખ્તી બપોરે સૂરજે પણ નાના વાદળ..ની ઓથ લઈ શીતળતા રેલાવી ત્યારે વજેસંગના આંસુ આત્મારામના પગને વટાવી “લોઢીયા” ગામની ધારાને પખાળતા હતા, અને “ગડી” મૂક રહી ધબકતી માનવતા નિરખી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics