Margi Patel

Classics Drama Tragedy

1.7  

Margi Patel

Classics Drama Tragedy

એક સ્ત્રીનું સૌથી મોટું કલંક

એક સ્ત્રીનું સૌથી મોટું કલંક

3 mins
10.7K


માહી.... માહી એક સુંદર, નાજુક, હોશિયાર છોકરી... માહી હજી ૨૩ વર્ષની છે...

માહી ના લગ્ન થયા. માહીનો અભ્યાસ ચાલતો હતો તેથી માહી લગ્ન પછી પણ તેના મમ્મીના ઘરે જ રહેતી હતી. માહી ના પપ્પા ન હતા.

માહી નો અભ્યાસ ચાલુ હોવાથી માહી તેના સાસરે રહેતી જ નહીં... અને જયારે તેનો પતિ આવે ત્યારે જ જતી...

માહી નો પતિ રાહુલ જયારે મળવા આવ્યો હતો તો માહી ખૂબ જ ખુશ હતી. બંન્ને બહાર ફરવા ગયા. ૫ દિવસ સાથે વિતાવ્યા. બંન્ને ખૂબ જ ખુશ હતાં.

છઠ્ઠા દિવસે રાહુલને ફરીથી વાપી જવાનું હતું. રાહુલે માહીને વચન આપ્યું કે હું તને ૧ મહિનામાં લઇ જઈશ મારી સાથે વાપી. અને હવે આપણે જોડે જ રહીશું. માહી ખૂબ જ ખુશ થઇ ગઈ.

દરેક છોકરીઓના જેમ માહી એ પણ સપના દેખાવાનું શરુ કરી દીધું હતું... કે ઘરમાં આ સમાન લાવીશું... કલર આ રીતનો કરાવીશું... ચાદર, સામાન દરેક વસ્તુનું લિસ્ટ ત્યાંજ બનાવી દીધું... ૨ વર્ષ પછી આપણું એક સરસ બાળક લાવીશું...

રાહુલ વાપી ગયો. અને માહી તેના ઘરે જઈને સપના દેખવા લાગી...

સાતમાં દિવસે સવારે તો રાહુલનાં ઘરેથી માહીને ફોન આવ્યો કે માહી તું અહીંયા આવ. માહી રાહુલના ઘરે કડી ગામમાં ગઈ.

માહી જયારે રાહુલ ના ઘરે જાય છે તો દેખે છે કે ઘરનાં બધા રડે છે. લોકો વાતો કરે છે બિચારી અભાગી!!! હજી હવે તો જિંદગી જીવવાનું શરુ જ હવે થશે!!

માહી બધાને પૂછે છે શું થયું?? પણ કોઈ જ બોલી નથી શકતું. માહી અંદર જઈ ને જુએ છે તો રાહુલ ત્યાં સૂતુલો છે. માહી નીચેથી જમીન ખસી જાય છે. રાહુલ તો વચન આપી ને ગયો હતો તો પછી આ શું?? હજી તો અમે ગઈકાલે જ મળ્યા હતા.

માહી તેની ૨૩ વર્ષની ઉંમરે જ વિધવા બની ગઈ... સમાજનું એક મોટુ કલંક લાગી ગયું માહી પર.. કોઈકે તેને બિચારીની નજરે જોઈ, તો કોઈ તેને એમ કહે કે જો ૩ જ મહિનામાં તેના પતિને ખાઈ ગઈ.

જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે.

એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીનાં નામનું પણ નાહી નાંખવુ પડે છે. એનાથી પણ વધુ દુ:ખની વાત તો એ છે કે એના સાંભળતા જ વાતો થવા લાગે કે એના જ પગલા ખરાબ હતા કે વર જીવથી ગયો. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે?

એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે? ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ માણસ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ??


Rate this content
Log in

Similar gujarati story from Classics