એક સચ્ચાઈ
એક સચ્ચાઈ
એક સચ્ચાઈ
✍️ કલ્પેશ પટેલ
મયંક મહેતા ચીનુભાઈ મહેતાનો એક. માત્ર વારસ. તેની જિંદગી સરળતાથી સુવિધાઓમાં વહેતી હતી — સવારે વહેલી ઉઠીને પિતાનો વ્યાપાર સંભાળવો, સાંજે ફિલ્મો કે ટીવીમાં ડૂબવું અને રાતે મીઠી ઊંઘ લેવી.
ઉપરી ઢાંચામાં એ સફળ સંચાલક હતો — પિતાના ધંધાને ચારગણો વિસ્તૃત કરનારો, વ્યવસાયિક રીતે દમદાર અને નમ્ર સ્વભાવ ધરાવતો.
પણ વર્ષોથી એના દિલમાં એક અજાણી શૂન્યતા દબાઈ રહી હતી... વેપાર જગત માં સૌ તેને "પૂર્ણ" માનતા હતા , જયારે એમાં એ પોતે અધૂરાશ અનુભવતો.
પિતા કહેતા કે જીવન માં મુંજાય તો ઇસ્કોતરો ખોલજે, તને સાચો રાહ મળશે. આ વરસે બમ્પર નફો થયેલો, અને આ બેસુમાર સિલક નું શું કરવું તે વિચારતો હતો અને. બાપુ ની વાત યાદ આવી. રજાના દિવસે ઘરનો જૂનો ઇસ્કોતરો ખોલ્યો સાથે પિતાની પાતળા ડાયરી હાથ લાગી. — પિતા, જેઓ પાંચ વર્ષ અગાઉ અવસાન પામ્યા હતા, એમની પોતાના જીવનની ખૂણાઓ આ પાનાંઓમાં છુપાયેલી હતી.
ઉભળક હૈયે પાનાં પલટાવા લાગ્યો — ને એ પાનું જે વાંચતા તેને હલાવી મુક્યો, તેમાં લખેલું હતું:
> "મયંક! તું હમેશા મારો પુત્ર રહેશે... પણ તું જન્મથી મારો પુત્ર નથી. મારી પ્રેમિકા જે કદી મારી ન બની, તેનું તું નાજાઈશ સંતાન છે. તને અમે અનાથાશ્રમથી દત્તક લીધો હતો... તને મારા જીવનો અંશ માનીને તને ક્યારેય તકલીફ થવા દીધી નથી."
આ પંક્તિઓ વંચી ને મયંકના હૃદયમાં તોફાન આવી ગયું.
એ વ્યક્તિ જેને પોતાનું સમજી તેનું બધું ભગીરથ પરિશ્રમથી સંભાળ્યું — તે "જાણ્યું" પિતૃત્વ ના હોવા છતાંય, જીવન માં કોઈ વેરોઅંતરો ના થાય માટે પોતાના સંતાન ને ટાળી પિતા નો એને પ્રેમ આપ્યો,
ઘણી રાતો રડીને વીતી. ઘર અચાનક પરાયું લાગ્યું.ડાયરીના પાને એક આખી ઓળખ, એક અસ્તિત્વ બદલાઈ ગયું , તેણે ફરીથી વિચારવું પડ્યું.
પણ...
સમય હળવા હાથે બાંધોશી આપે છે.
મયંકે અંતે સમજ્યું — સત્ય કઠોર હોય છે, પણ એ માણસને સ્વીકારની તાકાત પણ આપે છે.
પિતાના પ્રેમ, એને જે સુરક્ષા અને મમતાથી ઘેરાયો હતો — એ તો કોઈ રક્ત સંબંધથી પણ ઊંડું હતું.
એણે ડાયરી પાછી ઇસ્કોતારા માં સાચવી પાછી મૂકી —તેણે કોઈ ખાલીપો નહીં, હવે મયંક ઋણાનુબંધથી ભરેલો અભિગમ સાથે મક્કમ. હતો.
📣 થોડા સમય બાદ, એણે ઓફિસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો — પોતાની કંપનીના નફામાંથી અનાથાશ્રમ શરૂ કરવાની પહેલ.
સાંજે ઘેર આવી ને પિતાની છબી સામે ઉભા રહીને માત્ર એક વાક્ય કહ્યું —
"મારા જીવનની તું જે સચ્ચાઈ છું, એ જ મારા સંસારનું આરંભ બની ગયું."
અને હા...
એજ “એક સચ્ચાઈ” હતી —
જે મયંકની નહીં, અનેક મયંકોની જિંદગીઓને બદલાઈ ગઈ.
---
