Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Action Crime

5.0  

Bhavna Bhatt

Action Crime

એક નિર્ભય કદમ

એક નિર્ભય કદમ

3 mins
460


આખું ગામ ભેગું થઈ ગયું આરતીની બૂમાબૂમ સાંભળીને. જોયું તો આરતી ભળભળ સળગતી હતી. દોડીને જશુભાઈ અને બીજા લોકો એ ગોદડીઓ અને ધાબળા ઓઢાડી માંડ આગ બુઝાવી. આરતીના મમ્મી અને નાનો ભાઈ બાજુના શહેરમાં જરૂરિયાતની વસ્તુઓ લેવા ગયાં હતાં અને આરતી એ એક ચિઠ્ઠી ઘરમાં મૂકીને કેરોસીન છાંટીને સળગી. પણ સહન ન થતાં એણે બૂમાબૂમ કરી અને બધાં ભેગાં થઈ ગયાં.


ગામનાં ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટર એ કહ્યું કે મોટા દવાખાને લઈ જાવ અને ફળિયાનાં વડીલના કાનમાં કહ્યું કે 'એંસી ટકા દાઝી ગઈ છે તો બચવાની કોઈ શક્યતા નથી.' અને એક છોકરાંને કહ્યું કે 'ફોન કરો આરતીના ભાઈ મોહનને જાણ કરો કે જલ્દી ઘરે આવી જાય.'


આરતી એ ફળિયાનાં વડીલો ની સામે જોયું. ફળિયાનાં વડીલ મનુભાઈ એની પાસે બેઠાં બોલ્યા 'બેટા આ શું થયું ? કેમ કરતાં થયું ? આરતી એ પરાણે પરાણે અટકી અટકીને કહ્યું કે અંદર ચિઠ્ઠી મૂકી છે. અને

આરતી એક ડચકાં લઈ ને આંખો બંધ કરી દીધી. આ બાજુ મોહનને ફોન કરતાં એ રીક્ષામાં ભાગમભાગ આવ્યો. આરતીની આવી હાલત જોઈને મોહન અને એની મમ્મી નીલાબેન તો જોરજોરથી રડવા લાગ્યા.

મોટા દવાખાને લઈ જવામાં આવી પણ આરતી બે દિવસ ઝઝુમીને આ દુનિયા છોડી જતી રહી.


નીલાબેન અને મોહન અને ગામના લોકો આઘાતમાં જતા રહ્યા કે આવું આ ડોક્ટરનું ભણતી હોશિયાર છોકરી આવું પગલું કેમ ભરી બેઠી હશે ? અને પછી એની બધી વિધિ પતી ગયાં પછી અને મનુભાઈએ કહ્યું હતું તેથી આરતીનું કબાટ ફેદતા એના એક ચોપડામાંથી ચિઠ્ઠી મળી. મોહને વાંચવા ખોલી...


પુ. મમ્મી... વ્હાલા ભાઈ મોહન... હું આ પગલું મારાથી સહન ન થતાં ભરું છું તો બને તો મને માફ કરજો. આપણાં ગામના સરપંચનો દિકરો જગત ઉર્ફે જગ્ગા એ મારી વોચ રાખતો હશે એ મને ખબર નહોતી. આજે હું કોલેજથી સ્કૂટી લઈને ઘરે આવતી હતી. એ એની ગાડી લઈને મારો રસ્તો રોકીને ઊભો રહ્યો અને પછી મને સ્કૂટી પરથી ઢસડીને ગાડીમાં નાંખી મેં બૂમાબૂમ કરી. એણે મારા મોં પર કપડું બાંધી દીધું અને હું ગાડી બહાર નીકળી ના જવું એ માટે મને મારા હાથ બાંધી દીધાં અને ગાડી એનાં ખેતરમાં લઈ ગયો. અને ત્યાં એની રૂમમાં મને ઉંચકીને લઈ ગયો અને પાશવી અત્યાચાર કર્યો. મેં જેમ છૂટવા કોશિશ કરી એણે મને મારી અને મને બરબાદ કરી દીધી. પછી ધમકી આપીને મારા સ્કૂટી પાસે મૂકી ગયો. હું આ સહન ના કરી શકી. તમે ઘરે નહોતાં અને હું આગળ વિચારી શકું એમ ન હોવાથી આ પગલું ભર્યું છે.

લિ. આરતી


આ ચિઠ્ઠી મોહને ફળિયામાં બધાંને વંચાવી અને પછી સરપંચને મળવા બધાં ભેગાં થઈને ચોરામાં ગયા. સરપંચશ્રી તો આ ચિઠ્ઠી વાંચીને આ લોકોને ધમકાવ્યા કે આરતીને શહેરમાં કોઈ સાથે લફરું હશે અને મા બનવાની હશે એટલે આવું પગલું ભર્યું હશે તમે મારા દિકરાને બદનામ કરશો તો કેસ કરીશ. બધાં સમસમી ગયાં. મોહન અને મનુભાઈ એ દલીલો કરી પણ એમણે ધક્કા મારી બહાર મોકલી દીધા. બધાં ભેગાં થઈને પોલીસ સ્ટેશન ગયા અને ચિઠ્ઠી આપી. પોલીસ ગામમાં આવી અને સરપંચને મળી અને જતી રહી.


મોહન અને મનુભાઈ ફરી પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ધમકી આપી કાઢી મુક્યા. કોઈ ન્યાયની રાહ ન દેખાતા. એક દિવસ સરપંચ શહેરમાં કંઈ કામે ગયા હતાં ત્યારે મોહને જગ્ગાને રસ્તામાં રોક્યો અને મારામારી કરીને બાંધીને ગામની ભાગોળે ઢસડીને લઈ ગયો. જેમ જેમ ખબર પડી એમ ગામવાળા બધાં એ મોહનને સાથ આપ્યો. અને મોહને એક ઝાડ સાથે જગ્ગાને બાંધી ને કેરોસીન છાંટીને સળગાવી દીધો.

અને આરતીને ન્યાય અપાવ્યોનો આનંદ લીધો.


અને ગામવાળાનો ખુબ આભાર માની. બે હાથ જોડીને કહ્યું કે 'મારી માનું ધ્યાન રાખજો કહીને પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે મારી બહેનના અત્યાચાર નો બદલો લઈ લીધો. લો મને ફાંસી એ લટકાવી દો.

મને કોઈ અફસોસ નથી મારાં આ કૃત્યથી કોઈ એ તો કદમ ઉઠાવવું પડશેને બહેન, દિકરીની રક્ષા માટે. નહીં તો કંઈક બીજી નિર્ભયાની જિંદગી બરબાદ થાય. કેટલીયે આરતીના અરમાનો સળગી ના જાય એ માટે મેં આ કદમ ઉઠાવ્યું છે.'


Rate this content
Log in