Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તારી એક ઝલક

તારી એક ઝલક

2 mins
29


આજે વિરલનો કોલેજમાં પહેલો દિવસ હતો. 

આ શહેર પણ નવું હતું એની માટે પિતાજીને સરકારી નોકરી હતી એટલે બદલી થતાં આવવું પડ્યું હતું. વિરલ થોડો ઉદાસ અને મન વગર કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

કોલેજમાં પ્રવેશ થતાં અલગ અલગ ગ્રુપના બે પક્ષોએ વિરલને પોતાના ગ્રુપમાં સામેલ થવા ઓફર આપી.પણ વિરલ ચૂપચાપ પોતાના ક્લાસ રૂમ તરફ આગળ વધી ગયો.

છોકરાઓએ પાછળથી ચિચિયારીઓ પાડીને ભણેશરીનું લેબલ લગાવ્યું.

થોડીવારમાં ક્લાસમાં પ્રોફેસર આવ્યાં અને બધાં પોતપોતાની જગ્યાએ બેસી ગયા ને પ્રોફેસરે નવાં આવેલા વિરલને ઊભો કર્યો અને પરિચય પૂછ્યો. વિરલે ટૂંકમાં વાત કરી દીધી.

કલાસમાં ભણતી શ્રેયાને વિરલની આંખો એક થઈ.

લેક્ચર પત્યા પછી કેન્ટીનમાં સૌ નાસ્તો કરવા ને ધીંગામસ્તી કરવા સૌ પોતપોતાના સર્કલ પાસે બેસી ગયાં.

વિરલ આવ્યો પણ કોઈ ટેબલ ખાલી દેખાયું નહીં.

એટલે એણે કાઉન્ટર પર ઊભા ઊભા જ સેન્ડવીચ અને જ્યુસનો ઓર્ડર આપ્યો.

શ્રેયા વિરલ પાસે આવી અને કહ્યું અમારા ટેબલ પર આવી જા સામે. વિરલે હસીને આભાર માન્યો.

શ્રેયાએ રોજબરોજ વિરલને મળીને પોતાની તરફ આકર્ષિત કર્યો. વિરલ ભણવામાં હોશિયાર હતો.

શ્રેયાનાં પ્રેમમાં વિરલ પાગલ થઈ ગયો.

હવે તો રોજ એક ઝલક પામવા માટે એ નિતનવા આકર્ષક પ્રયત્નો કરવા લાગ્યો.

શ્રેયાનાં પિતાનાં ખાસ મિત્રનાં દીકરા કેતન સાથે ધામધૂમથી સગાઈ કરી દેવામાં આવી.

 શ્રેયાની મરજીથી સગાઈ થઈ.

બીજા દિવસે ગાડીમાં કેતન શ્રેયા ને કોલેજમાં ઉતારવા આવ્યો. વિરલે આ જોયું.

કેતન ગયો પછી વિરલે શ્રેયાને પૂછ્યું

આ કોણ છે ?

શ્રેયા :- આ મારો ભાવિ ભરથાર છે !

કેવો હેન્ડસમ લાગે છે ને !

વિરલ હકાબકા થઈને, તો આપણી વચ્ચે શું સંબંધ હતો ?

શ્રેયા, જિંદગીમાં વહેતાં ઝરણાં બની જીવવું જોઈએ. જે એક જગ્યાએ બંધાઈને બેસી જાય છે એ બંધિયાર પાણીની જેમ ગંધાઈ જાય છે સમજ્યા મિસ્ટર વિરલ.

વિરલ તો સ્તબ્ધ થઈ ગયો. કયાંય સુધી હોશ ઊડી ગયા, પાગલ જેવી સ્થિતિ થઈ ગઈ.

રોજ એક જ આશાએ કોલેજ આવતો કે શ્રેયા મજાક કરી રહી છે અને શ્રેયાની એક ઝલક જોવા માટે.

આ એનો નિત્યક્રમ બની ગયો હતો.

શ્રેયા એનું ડગલે ને પગલે અપમાન કરતી પણ વિરલ એક ઝલક પામવા દોડી આવતો.

મનમાં ગણગણતો તારી એક ઝલક મારી જિંદગી છે, ભલે તું મને ભૂલી ગઈ, પણ હું તો દિલથી આજે પણ તને બહુ પ્રેમ કરું છું અને છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ.


Rate this content
Log in