Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તારાં ફોનની રાહમાં

તારાં ફોનની રાહમાં

2 mins
19


એ જમાનાની વાત છે, ત્યાં મોબાઈલ ફોન લેપટોપ નહીં પણ કાળા,લાલ, ચકરડાવાળા ફોનની બોલબાલા હતી. આરતી આજે સવારથી ફોન પાસે આવીને બેસી રહેતી અને કમને કામકાજમાં વ્યસ્ત રહેવા પ્રયત્ન કરતી હતી.

લતાબેન અને અરવિંદભાઈ આ જોઈને ભગવાનને પ્રાર્થના કરતાં. હે વ્હાલા, દિપકને સદબુદ્ધિ આપજે કે આજે એ ફોન કરે ને વહુ આરતીને સારું લાગે. બંને પતિ પત્ની ઈશ્વરને રોજ કાલાવાલા કરતાં હતાં.

મૂઓ આ દિપકીઓ..અમેરીકા ગયો ને બદલાઈ ગયો.

માવતરની તો નથી ચિંતા પણ આ જુવાનજોધ વહુનું દુઃખ નથી જોવાતું, બિચારી કેવી થઈ ગઈ છે ને આખાં ઘરનો ઢસરડો કરે છે.

હે વહાલીડા દયા કર.

આમ રોજ એક દિ ઊગે ને આથમે.

આજે આરતીનું હૈયું રડી રહ્યું હતું.

પરણીને એક અઠવાડિયું સાથે રહ્યા ને સોનેરી સપના બતાવીને કહ્યું હું ત્યાં જઈને તને જલ્દી બોલાવી લઈશ.

શરૂઆતમાં તો નિયમિત ફોન આવતાં ને મીઠી મધુરી વાતો થતી પણ છેલ્લા બે મહિનાથી અનિયમિત ફોન થઈ ગયાં છે.

ફોન પર ટૂંકી ને ટચ વાતો કરીને હમણાં કામનું ભારણ વધી ગયું છે કહીને ફોન મૂકી દેવામાં આવે છે.

આરતી આજે સવારથી ફોન પાસે બેસીને મનમાં બોલી રહી હતી. દિપક ફોન કરો. તારા ફોનની રાહમાં બેઠી છું.

આજે એનાં હાવભાવ બદલાઈ ગયાં હતાં એ લતાબેનની અનુભવી નજરથી છાનું રહી શક્યું નહીં.

એમણે અરવિંદ ભાઈને કહીને દિપકનાં ભાઈબંધ રાકેશને બોલાવી લાવવા મોકલ્યાં ને કહ્યું કે, દિપકને ગમે એમ કરીને ફોન કરો.

અરવિંદ ભાઈ ઉતાવળે પગલે દોડવા સરખું રાકેશના ઘર તરફ દોડી રહ્યા.

રાકેશને બોલાવીને દિપકને ફોન જોડ્યો પણ સામે છેડે રીંગ વાગી રહી હતી.

આરતી ફોનને તાકીને બબડી.

તારાં ફોનની રાહમાં બેઠી છું.


Rate this content
Log in