Bhavna Bhatt

Comedy Others

4.0  

Bhavna Bhatt

Comedy Others

મોબાઈલે છાશ પીધી

મોબાઈલે છાશ પીધી

2 mins
25


ભોગીદાદાનાં ઘરમાં નવરાત્રી મહોત્સવ સુંદર રીતે પૂર્ણ થયો અને સવારે વહેલા ઊઠીને નૈવેદ્ય ધરાવી ને માતાજીને થાળ અર્પણ કરવાં માટે ઘરની વહુવારુઓ નાહી ધોઈને રેશમી વસ્ત્ર ધારણ કરીને રસોઈ બનાવી રહી હતી.

આશરે ચાલીસ માણસોનો સંયુક્ત પરિવાર હતો અને બધાં સંપીને રહેતા હતા. ચાલીસ માણસોની રસોઈ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

દરેક વસ્તુને અલગ ઢાંકીને મૂકી દેવામાં આવી હતી.

દાળ, ભાત, દેશી ચણા, બટેટા રીંગણનું રસાવાળા શાક, લાડુ, કંચુબર, પુરી ને પાપડ તળાઈ ગયાં હતાં.બધું જ તૈયાર થઈ ગયું હતું એટલે કંચનબેને કહ્યું, છાશ વલોવી દો ને નાનાં દીકરા પંકજને કહ્યું, જા મીઠાં પાન લઈ આવ માતાજીનાં મુખવાસ માટે એટલે કોલસા મૂકી દીધાં છે તો માતાજીને થાળ અર્પણ કરીને નાનેરાઓને જમવા બેસાડી દેવાય.

પંકજ દોડતો ગલ્લે ગયો ને મીઠા પાન લઈ આવ્યો.

માતાજી ને મહાદેવની થાળી પીરસવામાં આવી ને ઘરના બધા સભ્યો હાથ જોડીને માતાજીને થાળ અર્પણ કરી રહ્યા.

પછી મોટા રૂમમાં બધી સામગ્રી મૂકવામાં આવી.

થાળી, વાડકી પાણી ને ચમચી...

પગંત બેસાડવા માટે હજુ છોકરાઓને બૂમો પાડીને બોલાવી રહ્યા હતા.

છાશનું તપેલું મોટું હતું એટલે ખાલી એ જ ખુલ્લું મુકાયું હતું.

અચનાક ઘરના મોટા દીકરા રાકેશ ભાઈ આવ્યાં ને એકદમ નમીને પાણીનો ગ્લાસ લેવા ગયાં ને...

ઉપરના ખિસ્સામાં મૂકી રાખેલો મોબાઈલ છાશના તપેલામાં તરાપ મારી બેઠો.

આખાં ઘરમાં છાશનો છંટકાવ થયો ને બૂમાબૂમ કરતાં હતાં ત્યાં રાકેશ ભાઈએ એમનાં વાળથી ભરેલાં હાથને છાશના તપેલામાં નાખીને મોબાઈલ બહાર કાઢ્યો ને મોબાઈલ ખંખેરતા ખંખેરતા બહાર નીકળી ગયા.

આખું ઘર સ્તબ્ધ થઈ ગયું ને તપેલું ભરીને છાશ ઢોળી દીધી.

બાકી રસોઈ ઢાંકી રાખી હતી એ બધાં જમ્યાં.

પછી બધાં મોબાઈલે છાશ પીધી એ વાત પર હસી હસીને બેવડ વળી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy