એડોલફ હિટલર
એડોલફ હિટલર
20મી સદીની સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ તરીકે જેમને સમગ્ર દુનિયા ઓળખે છે, તેવા હિટલરને ભારતની એક શાળામાં ભણતી વિદ્યાર્થીની સુપ્રિયાના જય ભારત. સુપ્રભાત.
વર્ષો પછી તમને કોઈ પત્ર લખે અને એ પણ તમારા દેહાંત બાદ, આવી તો તમે કયારેય કલ્પના પણ નહિ કરી હોય ! હિટલર એટલે ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ આવી સૌના મગજમાં છાપ. મનેય જ્યારે મેં શાળામાં દાખલ થઈ, ત્યારે બધા વિદ્યાર્થીઓએ મને ચેતવી કે ધ્યાન રાખજે, સુપ્રિયા. અહીંની શાળાના આચાર્ય હિટલર જેવા કડક છે.
મને ત્યારથી જ જાણવાની તાલાવેલી થઈ કે હિટલર એટલે ? એ તો કોણ કે બધા આચાર્યને હિટલર સાથે સરખામણી કરે છે. પણ અહીં જયારે આચાર્યસાહેબનો ક્રૂરતાભર્યો વ્યવહાર અને આકરી શિસ્ત તથા ગુંગળાવી નાખે એવું વાતાવરણ જોઈ હું તમને ખુબ નફરત કરતી થઈ ગઈ. I hate the Hitler. એવું વારંવાર મનમાં બોલતી.
તમને થશે કે હું આટલી હદે તમને ધિક્કારું છું, તો પછી તમને પત્ર કેમ લખું છું ? શાળામાં આકરી શિસ્ત છતાં લગભગ શિક્ષકો ખુબ માયાળુ હતાં. અલબત, આચાર્યથી તો ડરતા જ. અને ભણવાની અમને ખુબ મજા આવતી.
એક વખતે સામાજિક વિજ્ઞાનના વિષયમાં સાહેબે જયારે બીજા વિશ્વયુદ્વ વિશેની વાત કરી અને તમારા વિષયનું વર્ણન જે નકરાત્મક રીતે કર્યું. તેનાથી તમારી પ્રત્યેની નફરત ખુબ વધી ગઈ. મને વારંવાર પ્રશ્ન થતો કે બીજું વિશ્વયુદ્વ જેનાં કારણે થયું. હજારો લોકોને જે ગેસની ચેમ્બરમાં ગુંગળાવીને મારી નાખે, તે વ્યક્તિના આવા સ્વભાવનું કારણ શું ?એવું તો શું બન્યું કે વ્યક્તિના અણુ અણુમાં ક્રૂરતા?
અહીં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, "દરેક બાળક ઈશ્વરની અનુપમ ભેટ છે." વિશ્વના કોઈપણ ખૂણે જાવ, બાળકની નિર્દોષતા તમને મોહિત ના કરે, તો જ નવાઈ ! કોઈ વ્યક્તિ જન્મજાત ખરાબ કયારેય નથી જ હોતી. આથી મેં યુ -ટયુબ, ગુગલ ઉપર તમારા વિશે સર્ચ કર્યું. અને નિશાળના પુસ્તકાલયમાંથી તમારા વિશેના પુસ્તકો વાંચવા શરૂ કર્યા. પછી મારી કલમે તમને પત્ર લખવા મજબુર કર્યા. મને તમારા વ્યક્તિત્વની સારી અને નરસી બન્ને બાબતો જાણવા મળી. મારી તમારા પ્રત્યેની નફરત ઓગળી ગઈ. તમને કંઈક ઓળખી શકી.
તાનાશાહી હિટલરના ખોફથી આખી દુનિયા કંપી જતી, પણ તમે એક પ્રભાવશાળી નેતા હતાં. તમારા ભાષણનો પ્રભાવ, પ્રચંડ આત્મવિશ્વાસ, લોકોના દિલ જીતવાની કલા જ હતી કે જેનાથી લોકો તમારા કન્ટ્રોલમાં રહેતા હતાં. મારે તમારી પાસેથી જાણવું છે કે એક સમયના ધાર્મિક અને પાદરી બનવાની ચાહના રાખનાર આવા ક્રૂર કેવી રીતે બન્યા ?
20/4/1889 ઓસ્ટ્રેલિયામાં એલોઇસ હિટલરની ત્રીજી પત્નીનું તમે ચોથું સંતાન. આગળના ત્રણેય સંતાનો હયાત ના હોવાથી તમે તમારી માતાની દિલની ખુબ જ નજીક. બાળપણથી જ તમે ખુબ સંઘર્ષ વેઠ્યો. રોજી રોટી અર્થ માબાપ સાથે વારંવાર ભટકવું. અને તેમ છતાંય તમે બાળપણમાં ખુબ ધાર્મિક, ભલા અને ઉમદા સ્વભાવના બાળક હતાં. ચર્ચમાં જઈ પ્રાર્થના કરવી તમને ખુબ ગમતી.
જર્મનીની રાષ્ટ્રીય વિચારધારાથી તમે ખુબ પ્રભાવિત થયા. તમારું એક સારુ પાસુ તમારો રાષ્ટ્રપ્રેમ.સમય જતા મા-બાપનું મૃત્યુ થતાં તમારા પર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો, તે વખતેનું તમારું અસહ્ય દર્દ હું અનુભવી શકી. એક ટંક ભોજન માટે ભટકતા તમારા જીવનની વેદનાઓ હું વાંચી શકું છું. મજૂરીકામ, પેઇન્ટિંગ, પોસ્ટકાર્ડ જેવા છૂટક કામો કર્યા. અને આ સમય દરમ્યાન યહૂદીઓ તરફથી તકલીફ મળી, જે તમારી અંદર યહૂદીઓ પ્રત્યે નફરતના બીજ વાવે છે.
તક મળતા તમે જર્મન આર્મીમાં જોડાઈ જાઓ છો. યુદ્ધમાં શ્રેષ્ઠત્તમ દેખાવ બદલ ઘણાબધા એવોર્ડ તમને મળ્યા. આથી જ તમારા રાષ્ટ્રપ્રેમ અને દેશસેવાઓને તો સલામી આપવી જ પડે. પણ મને તો રસ છે કે એવું તો શું બન્યું કે તમે આટલી હદે ક્રૂર બન્યા? બીજું વિશ્વયુદ્ધની શરૂઆત અને કરોડો લોકોના મોતનું કારણ તમે બન્યા.
પ્રથમ વિશ્વયુદ્ધથી કોઈ તમને ઓળખતું પણ નહિ. ત્યારબાદ DAP જે પાછળથી નાઝી તરીકે ઓળખાય છે. તેમની સાથે તમે જોડાયા. પછી યહુદીઓ પ્રત્યેની તમારી નફરત દિવસે ને દિવસે વધી ગઈ. જે કોઈ કાળે અટકી જ ના શક્યું. સમય જતા વક્તૃત્વકલાથી, સંમોહીત કરનાર ભાષણથી તમે ખુબ લોકપ્રિય થયા. અમુક સમય સરકાર તમને જેલમાં મોકલે, ત્યાં પણ તમે એક પુસ્તક લખી નાખ્યું.
1932માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં તમારી હાર થઈ.1933માં ચાન્સલર તરીકે ચૂંટાયા. તાકાત અને સતા આવતા તમારા અંદરની ક્રૂરતા બહાર આવી. રાષ્ટ્રપતિનું અવસાન થતાં તમે ખુદને રાષ્ટ્રપતિ ઘોષિત કરો છો. 1839માં પાડોશી દેશ પણ હુમલો.... વિશ્વયુદ્વ શરૂ થયું. લગભગ 30દેશો જોડાયા અને કરોડો લોકોના કરુણ મોત !
20/4/1945ના તમે ત્રીજા લગ્ન કરો છો, તમારી હારનો અહેસાસ થતાં લગ્નના બીજા દિવસે જ ગોળી લમણાં પર લગાવીને આત્મહત્યા કરો છો. તરત જ તમારી પત્ની પણ આત્મહત્યા કરે છે. વિશ્વયુદ્વનો અંત આવે છે. બસ, હવે જો કે તમારો પુનર્જન્મ પણ થઈ ગયો હશે. તો તમને પત્ર દ્વારા વિનંતી કે ત્રીજું વિશ્વયુદ્વ તમારા થકી ના થાય. તેવી ઈશ્વરને પ્રાર્થના.
લિ.
ભારતીય વિદ્યાર્થી
સુપ્રિયા.
