આલુ પરોઠા
આલુ પરોઠા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અમારા સૌના પ્રિય આલુ પરોઠા,
જય શ્રી કૃષ્ણ. આજે સવારથી તો તું ખુબ જ યાદ આવે છે. તો ચાલ આજે તો તારા જેવો જ મસ્ત, મસ્ત, ચટાકેદાર પત્ર તને લખી જ દઉં.
નાના મોટા સૌની પસંદ તું, તું અને માત્ર તું જ હો, મારા વાલીડા. આલુ પરોઠા તારા માટે કહુંને તો,
હમેં તુમ સે પ્યાર થા,
આજ ભી હે,.
ઔર કલ ભી રહેગા,
હમેં તુમસે પ્યાર,
તું એનીટાઈમ અવેલેબલ, ગમે ત્યારે તને ખાવાની મજા પડે, સવારનો નાસ્તો હોય, કે પછી લંચ કે પછી ડિનર. ઓલ ટાઈમ માય ફેવરિટ.
પાછું તને તો ગરમ ગરમ ખાવાની જ મજા આવે. અને તારી સાથે ઠંડુ દહીં પણ ચાલે. બસ આટલું મળે એટલે બત્રીસ કોઠે દીવા. ભારે ટેસડો પડી જાય, હો.
જો કે ખાવાના શોખીનો તારી અંદરનો મસાલો પણ અલગ અલગ ટેસ્ટનો બનાવે. કોઈને સિમ્પલ, કોઈને વેજિટેબલ, કોઈને ગ્રીન ચટણીવાળો ગ્રીન મસાલો, કોઈને સ્પેશ્યલ ખુબ લસણ નાખીને, અને ખાસ તો ઝીણી ડુંગળી સાતળી અને પછી તીખી તીખી મિર્ચી પીસીને જે મસાલો બનાવ્યો હોય, સાંભળીને મોઢામાં પાણી આવ
ી ગયું ને ?
આમેય આલુ પરોઠાની મુખ્ય ખૂબી તેનો મસાલો છે. એ જ એનું સાચું રહસ્ય. અને પછી લોટ બાંધીને જે ક્રિસ્પી સાંતળો તે.
પાછું તારી સાથે કેચઅપ, સોસ, લીલી ચટણી, ટમેટાની સાદી ચટણી, ટમેટાની આદુ લસણવાળી સ્પેશ્યલ ચટણી, અને શોખીન હોય, તેને ફુદીનાની ચટણી. આ બધી ચટણીઓને બધાને આલુ પરોઠા સાથે મોજથી પીરસી શકાય.
અને અમને તો તારી સાથે સ્પેશ્યલ લસ્સી પણ જોઈએ, હો. તારી માટે જ અમે જીવીએ હો, આલુપરોઠા. તારી વિના ત્રણ કે ચાર દિવસ તો અમારા માંડ માંડ જાય.
અને નાનકડા બાળકો માટે સિમ્પલ મસાલો, પણ એને પીઝાની જેમ કાપી પળ ઉખેડીને ચીઝ વાળું આલુ પારોઠું તો નાના બાળકો હોંશે હોંશે ખાય. અને લંચબોક્ષમાં ઠંડુ હોય, તો પણ ભાવે, હો.
અમારા પરિવારને તો આટલી વાનગીઓ ભલેને હોય, પણ છેલ્લે ગરમ ગરમ ગાજરનો કે દૂધીનો હલવો તો જોઈએ જ.
અહા, રસોડામાંથી કેવી મસ્ત મસ્ત સુગંધ આવવા માંડી, આજે તો ભોજનમાં ગરમ ગરમ આલુપરોઠા જ હો. તો આવી જાઓ બધા. જ્યાં આલુપરોઠાની સુગંધ આવે તે જ મારું ઘર.
લિ. તારી અનહદ ચાહક