STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational

ફાયરમેનને પત્ર

ફાયરમેનને પત્ર

4 mins
352

ફાયરમેનભાઈ,

આપ કુશળમંગલ હશો. ઈશ્વરની કૃપા આપ પર સદાય રહે તેવી મારી હૃદયથી શુભકામના.  નથી હું તમને ઓળખતી ભાઈ, કે નથી તમે મને ઓળખતા, છતાંય આજે હું તમને પત્ર લખી રહી છું.

મારું નામ રેવતી. સુખી અને શ્રીમંત પરિવારમાં મારો જન્મ. મા - બાપની હું ખુબ જ લાડલી. પાણી માંગો ત્યાં દૂધ હાજર. હું અને મારો નાનો ભાઈ ખુબ લાડકોડથી ઉછરેલા. કોલેજ પુરી થતા એ જ શહેરના શ્રીમંત પરિવારના હિતાર્થ સાથે મારા લગ્ન થયેલા. અમારા બંનેની જોડી પરફેક્ટ કપલ તરીકે ઓળખાતી. મને મારા સાસુ સસરા દીકરીથીયે વિશેષ એવી રીતે રાખતા કે પિયરની કોઈ દિવસ યાદ ના આવી.

લગ્નના બે વર્ષ પુરા થવા આવ્યા તોયે મારો ખોળો ખાલી જ રહ્યો. પછી તો દવાખાના અને મંદિરના ચક્કર શરૂ થયા. એક સ્ત્રી જયારે સંતાનનું સુખ નથી આપી શકતી, ત્યારે એને અપાર સામાજિક અને માનસિક યાતાનાઓમાંથી પસાર થવું પડે છે.

એક નવી આશ સાથે નવું દવાખાનું, નવું ચેક અપ, નવા રીપોર્ટ નવી દવાઓ અને પછી મળતી ભયંકર નિરાશાઓ. વળી નવું દવાખાનું નવી આશા ફરીથી ચેકઅપ, રિપોર્ટ્સ, નવી દવાઓ, પારાવાર યાતનાઓ. માનતાઓ, મંદિરે જવું, વ્રત, અને પછી વણમાંગી સલાહ આપી હૃદયના પ્રત્યેક ઘા તાજા કરીને મીઠું મરચું ભભરાવી જનારા તો અનેક ! પતિનો પ્રેમ અને સાસુ સસરાના વાત્સલ્યથી જ હું જીવતી રહી ગઈ. અને એક દિવસ સંતાનનું મોઢું જોઈ શકીશ, એ આશાએ નર્ક સમાન યાતનાઓ ભોગવતી રહી.

આખરે અમારા સંસારરૂપી બાગમાં સુંદર ફૂલ ખીલ્યું, હેત્વીનો જન્મ થયો. અને ખુશીના દિવસો પાછા આવ્યા. એક દિવસ સાસુ સસરા બહારગામ ગયા હતાં. ઘરમાં હું અને હેત્વી બે જ હતાં. છ મહિનાની હેત્વીને ઘોડિયામાં સૂતી મૂકીને ફટાફટ હું શેરીમાં શાક લેવા ગઈ. શાક લઈ પૈસા ચૂકવું ત્યાં તો મોટો ધડાકો સંભળાયો. અવાજની દિશામાં જોઉં તો અમારા એપાર્ટમેન્ટમાંથી અગનજવાળાઓ નીકળતી હતી.

હેત્વી..... બૂમ સાથે મેં એપાર્ટમેન્ટ તરફ દોટ લગાવી. દાદરાથી ચડવા જતી હતી, ત્યાં જ મને સૌએ અટકાવી દીધી. અને દુર્ભાગ્ય તો જુવો અમારા ફ્લેટની સામેના ફ્લેટમાં જ આગ લાગી હતી. તરત જ એક પાડોશીબેન બોલી ઊઠ્યાં,'રેવતીબેન, અમે તો બધાને દરવાજો ખખડાવી તરત જ નીચે લઈ આવ્યા. પણ તમારા ફ્લેટમાં તો તાળું હતું. હવે આગ શોટ શર્કિટ વધવાથી દાદરા પર જ વધુ છે. ઉપર જવું અશક્ય જ છે.

એટલીવારમાં તો ફાયરબીગ્રેડનો સ્ટાફ આવી ગયો. બધા ફાયરમેન કામે લાગી ગયા. અમારી ઉપરના બે માળના વૃદ્ધ કે બીજા લોકોને સલામત ઉતારવા લાગ્યા. હું હેત્વી... હેત્વી બૂમો પાડતી હતી. આગ પણ હવે કાબુમાં હતી. અમારા ફ્લેટમાં જવું શક્ય જ નહોતું. બધા નીચે આવી ગયા. અને હું બેહોશ થઈ ગઈ. જયારે હું ભાનમાં આવી, મારી આંખો ખુલી તો મારા પતિ હેત્વીને તેડીને ઊભા હતાં. મને એપાર્ટમેન્ટના નીચેના માળે સુવડાવી હતી.

 પછી મને ખબર પડી કે મારી હેત્વીનો જાન બચાવવા બધાની ખુબ મનાઈ છતાં યે ફાઇયરમેન ચાવી લઈને અંદર ગયા. અને ધાબળામાં હેત્વીને વીંટી હેમખેમ નીચે લઈ આવ્યા. તે જખ્મી થઈ ગયા હોવાથી તેમને દવાખાને લઈ ગયા હતાં.

ભાઈ, તમે કોણ છો ? તમારું નામ શું છે ? તેની મને કે કોઈને ખબર નથી. પણ ભાઈ, તમે તમારો જીવ જોખમમાં મૂકીને મારી દીકરીનો જીવ બચાવ્યો છે. હું મા હોવા છતાંય મારી દીકરી માટે કાંઈ ના કરી શકી. તમે કોઈપણ સ્વાર્થ વગર મારી દીકરીને બચાવી, તમે મારી માટે સાક્ષાત ભગવાન જ છો.

તે પછી તમને રૂબરૂ મળીને તમારો પ્રત્યક્ષ આભાર માનવા હું તમારી ઓફિસે ગયેલી. તમારા સાહેબે કહેલું,

' બેન, અમે તો અમારી ફરજ બજાવીએ જ છીએ. આટલા વર્ષોમાં તમે પહેલા છો કે આમ ઓફિસે આવીને આભાર માનો છો. બસ એ જ અમારા માટે ઘણું છે.'

'પણ.. કોણે મારી દીકરીને બચાવી એ જાણવાનોય મને હક્ક નહિ ? અને આખા શહેરમાં તો કુલ 30 કે 40 કર્મચારી માંડ હશે. હું ઘટના સ્થળ, સમય, સરનામું કહું પછી તો ઓળખશો ને એ ભાઈને ?'

'બેન, અમે તો અમારું કામ નિષ્ઠાથી કરીએ જ છીએ. કોઈ એકને આમ વિશેષ સન્માન મળે, તો બીજાને અન્યાય થાય '

થોડા દિવસ પછી હું ઓફિસે 40 થી વધારે મીઠાઈના બોક્ષ લઈને ગઈ.' બધાને આપી દેજો.

મારો અંતરાત્મા તમારો આભાર ના માની શકવા બદલ મને સતત ડંખતો હતો. નવું સત્ર શરૂ થતા હું નોટબુક, પેન, પેન્સિલના બોક્ષ, કંપાસ એવું લઈ ગઈ.

સાહેબ એ જ પ્રત્યુત્તર વાળ્યો, 'ખૂણામાં મૂકી દો. જેને જેટલી જરૂરિયાત હશે, લઈ લેશે. તમે આપો અને એ લે એમાં એનું આત્મસન્માન ઘવાય. આમેય અમે મોત સાથે દરરોજ લડવાનું હોય, કોઈ ખોટું ના કરે. કેરીની પેટીઓ, ફળ, મીઠાઈ, રમકડાં આવું વારંવાર લઈ જતી, જવાબ એક જ કે ખૂણામાં મૂકી દો.

એવામાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હતો. હું ઘણી બધી રાખડીઓ લઈ ગઈ. આસું ભરેલી આંખોએ વિનંતી ભરેલા સ્વરે કીધેલું,'સાહેબ, તમે બધા ભાઈઓ આ રાખડીઓ બાંધી લેજો. તમને સૌને દિલથી ખુબ ખુબ શુભકામના.

ત્યાં હાજર રહેલા સૌની આંખોમાં આંસુ આવી ગયા. 'બહેન, તમારા આશીર્વાદ અને શુભકામનાની અમને સૌથી વધારે જરૂર છે. અમે સૌ રાખડી ચોક્કસ બાંધશું.'

'ભાઈ, આજે મારી તમારી માફી પણ માંગવી છે. મારો પ્રેમ તો સ્વાર્થી છે. તમે મારી હેત્વીની રક્ષા કરી એટલે હું તમારો આભાર માનતી હતી. પણ આજે મને સમજાયું છે કે ગરમ રોટલી કરતા જરાક વરાળ અડે તો કેવી વેદના થાય છે ! જયારે તમે બધા ભાઈઓ જીવના જોખમે દરરોજ કેટલાયને જીવતદાન આપો છો.

માત્ર તમે જ નહિ, અમારા સૌ માટે આગ સામે ઝઝૂમીને સાક્ષાત યમરાજને હરાવનારા તમામ ફાયરમેન ભાઈઓ મહાન છો. આજે મારા સ્વાર્થી વિચારોમાં પરિવર્તન આવ્યું. તમને બધાને દિલથી ખુબ ખુબ શુભકામના અને સો સો સલામ.

લિ. આપ સૌની બહેન

રેવતીના જય શ્રી કૃષ્ણ 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy