Bhavna Bhatt

Classics

4  

Bhavna Bhatt

Classics

એ પતંગિયું

એ પતંગિયું

3 mins
367


અવનીની ઘડિયાળ પર નજર પડતા જ ચમકી કામની વ્યસ્તતામાં સમયનું ભાન ન રહ્યું. ઝડપથી ટીફીન લીધું અને બધું તૈયાર કરીને તેણે બૂમ મારી, "પપ્પા હું ઓફિસે જવું છું. તમે જમી લેજો.જય શ્રી કૃષ્ણ." એમ કહીને રીતસરની દોટ મૂકી ને સ્કૂટી ચાલું કર્યું ને ઓફિસે જવા ઝડપથીનીકળી.

આજે મેનેજમેન્ટની મિટિંગ હતી. કંપનીના નવા પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી તેની હતી. આખી રાત ઉજાગરો અને મહેનત કરીને તેણે નવાં પ્રોજેક્ટની તૈયારી કરી લીધી હતી. બસ મેનેજમેન્ટને આજે નવા પ્રોજેક્ટ અંગે સમજાવી કંપનીના ભાવિ વિકાસ અંગે અને થતા જંગી લાભની માહિતી આ ઉજવળ ભવિષ્યના સપના સાકાર થશે એ વિચારોમાં એ સ્કૂટી ચલાવી રહી હતી.

આજે મોડું થયું હતું અને ઓફિસ જલ્દી પહોંચવા માટે શોર્ટ કટ રસ્તો લીધો. જે માટીવાળો ને કાચો રસ્તો હતો. ને નાની ગલીમાંથી સ્કૂટી કાઢી રહી હતી, ત્યાં એક છોકરી પતંગિયા પાછળ એને પકડવા દોડતી હતી. ત્યાં સામેથી પૂરપાટ ઝડપે આવતી લોડીંગ રીક્ષાની હડફેટે પેલી છોકરી આવી ગઈ. આ જોઈને અવનીએ સ્કૂટી ઉભું રાખ્યું ને બૂમાબૂમ કરીને રીક્ષાનો નંબર નોંધી લીધો.

છોકરીનો એક હાથ છૂદાઈ ગયો હતો ને બીજા હાથમાં પતંગિયું પકડેલુ હતું. છોકરી બેભાન થઈ ગઈ હતી ને લોહી લુહાણ પડી હતી. અવનીની બૂમાબૂમથી બધાં આવી ગયાં ને છોકરીના માતા-પિતા પણ આવી ગયા. લોકોનું ટોળુ એકઠું થઈ ગયું. ટોળાને વીંધીને તે આગળ આવી ને છોકરીજલ્દી દવાખાને લઇ જવા માટે કહ્યું. એ પણ સાથે હોસ્પિટલ ગઈ ને થોડાઘણા રૂપિયા આપીને કહ્યું સાંજે આવીશ. આ મારો નંબર છે કંઈ પણ જરૂર હોય તો કેહશો કહીને એ ઓફિસ પહોંચી ગઈ.કેસ ઇમરજન્સી હતો. છોકરીને ઑપરેશન થીયેટરમાં લઇ જવાઈ. જરૂરી કાર્યવાહી એના માતા-પિતા કરી રહ્યા ને પોલીસ પણ આવી પહોંચી.

આજના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ખૂબ અગત્યનું હતું તેણે કંપનીમાં મોડા પડવાનું કારણ જણાવ્યું અને પછી આખો પ્રોજેક્ટને તેણે સમજવ્યો મેનેજમેન્ટ ખુશખુશાલ થઈ ગયા. પ્રોજેક્ટ પાસ થઈ ગયો એણે મેનેજમેન્ટનો આભાર માન્યો અને સાંજે પરત ફરતાં તે હોસ્પિટલ પહોચી. છોકરીનો ડાબા હાથનો છૂદાયેલો ભાગ કાપવો પડયો હતો.. ઑપરેશન સફળ રહ્યું હતું.

યુવતીના મા બાપ તેને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. તેમને આશ્વાસન આપ્યું, ને અંદર રૂમમાં છોકરીને જોવા ગઈ ને એને માથે હાથ ફેરવ્યો અને પછી ઘરે પહોંચી.

પપ્પા માટેજ જમવાનું બનાવ્યું આજે એને જમવાનું મન નહોતું. એ છોકરીનો ચેહરો એની આંખો સામે આવતો હતો એણે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે છોકરીને જલ્દી સારું થઈ જાય. બીજે દિવસે ઓફિસ જતાં પહેલાં તે હોસ્પિટલ ગઈ ને એ છોકરી સાથે વાતચીત કરવા લાગી.

'તારું નામ શું છે બેટા ?'

'મારું નામ શ્રુતિ છે...' છોકરી બોલી..

'ઓકે શ્રુતિ આમ રોડ ઉપર દોડાદોડી ન કરાય બેટા.'

શ્રુતિ થોડી સ્વસ્થ હતી એટલે એ વાત કરતી હતી.

અવની એ કહ્યું 'બેટા આમાં કેટલું વાગ્યું તને ?'

'હા દીદી ...' કહેતા શ્રુતિની આંખોમાં થી અશ્રુધારા વહેવા લાગી.અવની એ એને શાંત કરી...

તો શ્રુતિ બોલી, 'મારી મમ્મી કહેતી હતી તું પતંગિયા ને ઉડવા દે એ નિર્દોષ જીવ છે તું એને પકડીને એનાં હાથ પગ તોડફોડ કરી દે છે એ મૂંગા જીવને કેટલી બધી પીડાઓ થતી હશે.'આમ કહીને ફરીથી પોક મૂકીને રડવા લાગી.

પછી કહે 'મને એ પતંગિયાની બદદુઆ લાગી. મેં પતંગિયાના હાથ-પગ તોડ્યા ને એની સજા ભગવાને મને આપી દીધી. આજે ખબર પડી કે એને કેટલી બધી પીડ થતી હશે. હવેથી હું આવું નહીં કરું કહીને મોટે મોટેથી રડવા લાગી.'

અવની ને એનાં માતા-પિતા બધાંની આંખમાં આંસું હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics