Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

mariyam dhupli

Romance Inspirational Thriller


3  

mariyam dhupli

Romance Inspirational Thriller


દિલ ચીર કે દેખ - ૧

દિલ ચીર કે દેખ - ૧

5 mins 245 5 mins 245

મારી આંખો સામે શરીર નિહાળતાંજ મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. હૃદય એના સ્થળેથી ઉછળી ઉધમ મચાવા લાગ્યું. એ એકાંત ઓરડાની ચાર ભીંત વચ્ચે મારા અને એ સિવાય કોઈ હાજર ન હતું. મારી નજર એક વાર ઉપરથી નીચે સુધી એ શરીરનાં દરેક અંગ જોડે ફરી વળી. ઉપલબ્ધ વીજળીનાં પ્રકાશની માત્રા પૂરતી હતી દર વખતની જેમ જ. પરંતુ ખબર નહીં કેમ આજે જાણે એ પ્રકાશ પૂરતો ન હતો. મનનાં એ દ્વાર જે વર્ષો પહેલા હું જડબેસલાક બંધ કરી બેઠો હતો. જેના ઉપર હંમેશ માટે તાળું વાંસી દીધું હતું અને જેની ચાવી હૈયાના ઊંડા દરિયાની ઓટમાં કશે ફગાવી મૂકી હતી એ દ્વારની ચાવી જાણે જાતે કિનારે તરતી અચાનકથી પહોંચી આવી હતી. સન્નાટા ભર્યા એ ઓરડામાં મને ધીમે ધીમે ફરીથી એજ ગીત સંભળાઈ આવ્યું જે વર્ષો પહેલા મારા કાનમાં એક મધુર અવાજ જોડે ગૂંજ્યુ હતું. જે ગીતનાં શબ્દો નાજુક નમણા હોઠમાંથી માર્ગ કાઢતા સીધા હૃદયના કેન્દ્રમાં સ્થાન બનાવી ગયા હતા. 

" દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા...... "

ઓરડાનાં બંધ વાતાવરણમાંથી ઉછળતું કૂદતું મારું મન સમયની ટ્રેન પકડી ભૂતકાળનાં સ્ટેશનો તરફ ધક ધક કરતું આગળ વધી ગયું. 

કેટકેટલા રંગો આંખો આગળ વિખરાઈ રહ્યા. ભૂરા, લીલા, પીળા, લાલ, ગુલાબી, વાદળી....યાદોનાં રંગીન રંગોમાં ક્યારેક એવા ડાઘ છૂપાયેલા હોય છે જેમને સમયનો સાબુ ધોઈ નથી શકતો. એ ત્યાંજ રહી જાય છે. ઊંડી છાપ સમા. પણ કેટલાક ડાઘ સાચેજ વિચારવા મજબૂર કરી દેતા હોય છે કે...

' ડાઘ અચ્છે હે ! '

મારા સફેદ પોલો ટીશર્ટ ઉપર એ દિવસે હોળીનાં એ રંગોએ જે ડાઘ છોડ્યા હતા એ આજે પણ એવાજ છે. મારી જોડે. મારી પાસે. હૃદયની અત્યંત નજીક. 

ઢબબ...કરતી એની બન્ને હાથની હથેળીઓ મારા ટીશર્ટ ઉપર આવી અફળાઈ હતી. હથેળીમાં ભરીને લાવેલ દરેક રંગ મારા ટીશર્ટના દરેક ખૂણે પ્રસરી રહે એની ખાસ દરકાર સેવી હતી. ચપળતા, ઝડપ અને હોંશિયારી. ત્રણેયનું સંગમ એટલે જીયા. એના ખડખડાટ હસતા ચહેરાનું એ પ્રતિબિંબ હજી પણ મનમાં એટલુંજ તાજું હતું. 

" તને કહ્યું હતું ને જીયાને ચેલેન્જ ન કરાય."

એના એ હાસ્યમાં એના સફેદ ચળકતા દાંત મોતી જેવા પ્રભાવશાળી દીસી રહ્યા હતા. એનો ખડતલ બાંધો અને એના પર ચઢાવેલ સફેદ સલવાર કમીઝ એને સાચેજ જચી રહ્યા હતા. લાંબા ભરાવદાર વાળ હવામાં હિલોળા લેતા જાણે હોળીના ઉત્સવને બમણા દીપાવી રહ્યા હતા. 

 " તું થોભ. તને બતાવું છું. "

હું એની પાછળ દોડી પડ્યો હતો અને એ પોતાનો જીવ બચાવતી ચિત્તાની ઝડપે આગળ વધી રહી હતી. એક રમતવીર હતી અને એક રમતવીરને માત આપવી સહેલું કામ હોય ?

પણ આમ હાર માની લે એ સીડ નહીં. સીડ એટલેકે સિદ્ધાર્થ. એટલેકે હું. મહોલ્લાનું સૌથી ઊર્જાસભર વ્યક્તિત્વ. સામાન્ય રીતે વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓ નીરસ અને પુસ્તકોના કીડા જ હોય એવું લોકોનું માનવું હોય છે. એમની એ માન્યતા હું ધરાર તોડતો રહ્યો હતો. મહોલ્લાની એવી કોઈ પ્રવૃત્તિ ન હોય જેમાં મારી હાજરી ન હોય. દિવાળીના ફટાકડા હોય કે કૃષ્ણની માટલી, નવરાત્રીના દાંડિયા હોય કે ઉત્તરાયણની પતંગબાજી. મારા હોવાથીજ તો એ નીરસ મહોલ્લામાં થોડો પ્રાણ હતો. પરંતુ બધોજ યશ પોતાના માથે લઇ લેવો એ પણ યોગ્ય નહીં. 

મહોલ્લાનાં નીરસ વાતાવરણને ચહેકતું રાખવામાં મારી 'પાર્ટનર ઈન ક્રાઇમ' જીયાનો પણ સરખો હિસ્સો હતો. એકવાર જીયાનું બોલવાનું શરૂ થાય ત્યાર બાદ અન્યને બોલવાની તક મળવી તદ્દન અશક્ય. પેલી લપલપિયો કાચબો વાળી વાર્તાની અભિપ્રેરણા જીયાજ હશે એવી મારા મનમાં પાક્કી શંકા હતી. મારી બાળપણની એ મિત્ર એ દરેક વાત જાણતી હતી જે હું મારા અંગે જાણતો હતો અને એ વાતો પણ જે કદાચ હું પણ મારા અંગે જાણતો ન હતો. એ મને મારાથી પણ વધુ સમજતી હતી. એની નિરીક્ષણશક્તિ ભારે જબરી હતી. દરેક વાત, બાબતનું એ કેવું સૂક્ષ્મ નિરીક્ષણ કરી લેતી ! પરિસ્થિતિ સમજવા એને શબ્દની જરૂર જ ન પડતી. એની મોટી પાણીદાર આંખો ગમે તેવા મૌન છૂપા રહસ્યો એક ક્ષણમાં પારખી લેતી. સ્વભાવે કકળાદી ખરી. ગુસ્સો સદા નાક ઉપર લઈને ફરતી. પરંતુ હૈયું સાગર જેવું વિશાળ. મહોલ્લામાં કોઈને પણ મદદની જરૂર હોય એ સૌથી પહેલા હાજર થઈ જતી. એકવાર એક ગલુડિયું ઊંડા ખાડામાં ગબડી પડ્યું હતું. એનો જીવ બચાવવા એણે જાતે ખાડામાં જંપલાવી દીધું હતું. પોતાના જીવની ફિકર કર્યા વિના. મહોલ્લામાં એકલા રહેતા શાંતીબા ને દર રવિવારે પોતાની સ્કૂટી ઉપર મંદિર પણ લઇ જતી. ઘરે બા પાપડ વીણવાની હોય તો એ પણ હાથ આપવા આવી પહોંચતી. એના શ્રેષ્ઠ મિત્ર હોવાનો મને અત્યંત ગર્વ હતો. જોકે આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ આમ એકબીજાને સમજતા હોય એ થોડું અજુગતું લાગે. પણ ' ઓપોઝીટ અટ્રેકટ્સ ' નો નિયમ અમારી મિત્રતા માટે એકદમ બંધબેસતો હતો. અમે અમારા મહોલ્લાના જય અને વીરુ હતા. 

મારી એ દિલોજાન દોસ્તને રંગ લગાવવા હું એ દિવસે ધ્યેયબદ્ધ દોડી રહ્યો હતો કે મારી ટક્કર એક અન્ય શરીર જોડે થઇ. મહોલ્લામાં પ્રવેશેલા એક મોટા ટેમ્પો નજીક હું આવી પટકાયો. હોળીના રંગે અંધ બનેલા મહોલ્લાએ કદાચ એ ટેમ્પોની નોંધ લીધી ન હતી. મારી જેમજ વળી. નવું રાચરચીલું મકાનમાં એક પછી એક સચકાઈ રહ્યું હતું. ધુમ્મસ જેમ હવામાં ભળી ગયેલા ગુલાલ વચ્ચેથી એક બંગડીથી ભરેલો નાજુક હાથ મારી દિશામાં આગળ આવ્યો. આંગળીઓ ઉપરની ગુલાબી નેઈલપૉલિશમાં હું થોડી ક્ષણો માટે ખોવાઈ ગયો. બંગડીઓમાંથી ગૂંજી ઉઠેલા સંગીતે મારી તંદ્રા તોડવાનો પ્રયાસ કર્યો. હું થોડો છોભીલો પડ્યો. મારી રાહ જોઈ રહેલા એ મૃદુ હાથમાં મેં મારો હાથ આપ્યો. શરીરનું સંતોલન જાળવતો હું આખરે ઊભો થયો. 

" આમ સોરી."

બે શબ્દો હતા એ. પણ મને લાગ્યું જાણે એક સાથે આખી પ્રકૃત્તિ સંગીતમય મારા કાનને સ્પર્શી રહી હતી. 

મારી આંખો ભૂરી સુંદર આંખોમાં ડૂબી ચૂકી હતી. એ નાજુક નમણી કાયા કોઈ સ્વર્ગની અપ્સરા હતી કે મારી ભ્રમણા ? મારા પ્રતિઉત્તરની રાહ જોવાય રહી હતી. પણ હું ભાનમાંજ ક્યાં હતો ? કંઈક તો કહેવું જોઈતું હતું. ' ઇટ્સ ઓકે ', ' નેવર માઈન્ડ ' કે ' નો વરીઝ '. એ ક્યારે મારા જવાબની આશ છોડી ત્યાંથી પોતાના ઘરમાં પ્રવેશી ગઈ મને એની જાણ પણ ન થઇ. કમર ઉપર એક ઢબબ કરતો હાથ પડ્યો ને હું ફરી સજીવન થયો. દોડતા ભાગતા હાંફી ગયેલી જીયા મારી નજીક આવી ફૂલતાં શ્વાસે પૂછી રહી. 

"કોણ છે ?"

કોઈ વ્યક્તિ નશામાં ધુત્ત લવારો કરે એમ મારા અંદરથી વિચિત્ર ઉત્તર બહાર નીકળી આવ્યો. 

" ડ્રિમ ગર્લ ! "


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Romance