બંધ બારણે
બંધ બારણે


દવાખાનાનાં બંધ બારણામાં માયાની એક ચીસ ઊઠી. ના.... ના.... ડોકટર મારે દિકરી નથી જોઈતી. હું અભાગી છું. મારા કુટુંબને એક વંશ આપી શકતી નથી ડોક્ટર તેને સમજાવવાની કોશિશ કરે છે. પણ તે રડતી જ રહે છે. ડોક્ટરને લાગે છે કે તે તેનું માનસિક સમતુલન ગુમાવી રહી છે.
એ જ સમયે એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ડોકટર કશુંક વિચારે એ પહેલાં એક 'મા' બીજી 'મા'
પાસે આવે છે અને મીઠાશથી કહે છે 'અરે વાહ, તારો દીકરો તો બહુ જ સરસ છે.'
આમ સાંભળતાં જ માયા તેની સામે જોઈ ને બોલી ઊઠી, 'મને દીકરો આવ્યો છે? ક્યાં છે? ડોક્ટર, ખરેખર દ
ીકરો જ છે?
હા.... શ હવે મારી સાસુ મને રોજ મહેણાં નહીં મારે. હવે મને કોઈ અભાગી નહિ કહે. તેના ચહેરા પર સંતોષની લાગણી પ્રસરી ગઇ. ડોકટર આ સ્ત્રીઓનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા અને તેમને નિહાળી રહ્યા હતા.
ઘડીભર તેમને થયું કે આ તો કોઈ દેવી છે. અને તેણે રાતના અંધારામાં બંધ બારણે પોતાના જોડિયા બાળકોમાંથી એક દિકરો - દિકરીના બદલામાં દેવાઈ ગયો. ડોકટરે મૂક સંમતિ દર્શાવી. માયાને દીકરો મળ્યો, અને મમતાને ભાઈ - બહેનની જોડી. એક 'મા' ને 'મા' જ સમજી શકે.
ખરા અર્થમાં 'મધર્સ પ્રસુતિ ગૃહ'માં "મધર્સ ડે" ની અનોખી ઉજવણી થઈ ગઈ.