જન્મદિવસ
જન્મદિવસ
મારા પપ્પાનો 55 મો જન્મદિવસ અમે ભાઈ બહેને ઉજવવાનું નક્કી કર્યું. આ તો એ સમયની વાત છે જ્યારે કોઈના જન્મદિવસ ઉજવાતા ન હતા. પપ્પાના જન્મદિવસે મેં ઘરે જ કેક બનાવી. સાંજે પપ્પાના આવવાની રાહ જોઈ રહ્યા હતા એક અનેરો ઉત્સાહ હતો. પપ્પા આવ્યા એટલે અમે તેમને સરપ્રાઈઝ આપવા ઈચ્છતા હતા પરંતુ તેમને એવી કોઈ આદત ન હતી કે ક્યારેય કોઈએ તેમનો જન્મદિવસ ઉજવેલો નહીં કે એવું કોઈ દિવસ કોઈએ વિચારેલું પણ નહીં અને અચાનક આવું બધું જોતા પપ્પાએ કહ્યું કે, " તમે મારો જન્મદિવસ ઉજવીને મને યાદ કરાવી દીધું કે મારી જિંદગીનું એક વર્ષ ઓછું થઈ ગયું છે એમાં ખુશ થવા જેવું શું હોય !
મારો પ્રેમભર્યો ગુસ્સો જોઈને મારા પપ્પાએ મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને મારી મા મારી ભૂલ થઈ ગઈ એવું કહીને પછી નાની એવી ઉજવણી કરી અને ફોટોગ્રાફરને બોલાવી ફોટા પાડયા. જે મારા માટે યાદગાર વાત રહી ગઈ. આજે પપ્પા સદેહ નથી પણ તેમનો 55 મો જન્મદિવસ કે જે પહેલી વખત ઉજવાયેલો. તે યાદગાર દિવસ બની ગયો છે.