વિજ્ઞાન કથા
વિજ્ઞાન કથા
ચક્ર અને અગ્નિની શોધ પછી આદિમાનવની બુદ્ધિનો વિકાસ થતો ગયો અને એ દિવસથી એને નવી નવી શોધો કરવાનું શરૂ કર્યું ચક્રની શોધે મહાન ક્રાંતિ કરી વિજ્ઞાનની દ્રષ્ટિએ ચકની શોધે સૌથી મહત્વની શોધ કહેવાય છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ પણ કહેવાય છે વિજ્ઞાન એટલે હરણફાળ ભરી છે કે હર એક ક્ષેત્રમાં નવી નવી શોધો થતી રહી છે
નાસા અને ઇસરો જેવી સંસ્થાઓએ એ બ્રહ્માંડમાં પણ પોતાની શોધ ચાલુ રાખી છે વર્ષો પહેલા ચંદ્ર ઉપર પણ માનવજી ચૂક્યો છે અને આજે પણ મંગળ ઉપર નાસાએ આજે પણ મંગળ ઉપર જીવન છે તેના વિશેની શોધખોળ ચાલુ રાખી છે.
જ્યારથી કોમ્પ્યુટરની શરૂઆત થઈ ત્યારથી જાણે કે માણસ કોમ્પ્યુટર જેવો બની ગયો છે. આજે નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી સૌ કોઈના હાથમાં મોબાઈલ હોય છે અને મોબાઈલના કારણે જાણે કે આખી દુનિયા તેમને મુઠ્ઠીમાં કરી લીધી હોય તેવું લાગે છે જ્યારે જે જોવું હોય એ જાણવું હોય જે તે તમને સર્ચ કરવાથી મળી જાય છે આ બધું જ આપણા વિજ્ઞાનને આભારી છે.
21 મી સદીનું આપણું પ્રયાણ એટલે કે સંપૂર્ણ પણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સતત વિકાસ રહેશે આપણી કલ્પના બહારની દુનિયામાં આપણું જીવન ફરતું હશે. જોકે આપણા ઋષિમુનિઓ દ્વારા ભારતમાં સંશોધન કરેલું છે એટલેકે આ દરેક સંશોધન ના મૂળ ભારત મા નખાયા હતા પણ તેનો વિકાસ હવે આ યાંત્રિક યુગમાં થતો રહ્યો છે અને મનુષ્ય જ્ઞાન મેળવી આગળ વધતો રહ્યો છે નવી શોધો થતી રહી છે અને ચાલતી રહેશે.