Bindya Jani

Others

3  

Bindya Jani

Others

ધેનુકાસુર વધ

ધેનુકાસુર વધ

2 mins
204


 એક વખત કાનો અને બલરામ ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવા ગયા. બધા ગોવાળિયાઓ મળી અને બંને ભાઈઓમાં હોશિયાર પણ એની વાતો કરતા હતા તો બધા કહે કે નાનો કાનો જ હોશિયાર છે જેને કેટલા બધા રાક્ષસોનો વધ કર્યો છે કાનાને ગોવાળિયાઓની આ વાત પસંદ ન પડી તેના મોટાભાઈ માટે થઈ અને આવી વાત તે કેમ સાંભળી શકે !

બીજે દિવસે રોજના કાર્યક્રમ પ્રમાણે બધા ગોવાળિયાઓ સાથે બંને ભાઈઓ ગાયો ચરાવવા ગયા. આજે કાના એ બધા જ ગોવાળિયાને કહ્યું કે આપણે ખજૂરાના ઝાડ પાસે જશું. ખજૂરાના ઝાડ ઉપર ઝૂમખાને ઝુમખા લટકતા જોઈ ગોવાળિયાઓ તેને ઉતારવા માટે કોશિશ કરવા લાગ્યા પણ એ એ ખજૂરાના ઝાડ ઉપર ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડાના સ્વરૂપમાં રહેતો હતો તે બધા જ ગોવાળિયાઓને પાટુ મારવા મંડ્યો. હવે શું કરવું ?

 ગોવાળિયાઓ એ જઈ કાનાને વિનંતી કરી કાના એ કહ્યું કે તમારી ખજૂર પણ ખાવા છે ? અને ધેનુકાસુર ને મારવો છે તો આ કામ મારું નહીં આના માટે આપણે દાઉભૈયા ને વાત કરીએ અને દાઉ ભૈયા ને તમારે 108 પ્રણામ કરવા પડશે સૌથી પહેલા હું શરૂઆત કરીશ. બધા જ ગોવાળીયો એ આવીને વાત કરી અને ધેનુકાસુરની વાત કરી દાઉ ભૈયા એ આવી અને ધેનુકાસુર ના બે પગ પકડી પછાડ્યો અને એનો સંહાર કર્યો અને એ જ સાથે બધાએ બધાએ જય જય કાર બોલાવ્યો દાઉ ભૈયાની જય બલરામભાઈની જય આ રીતે કાના એ પોતાના ભાઈનું માન રખાવ્યો અને આ રીતે ધેનુકાસુર નામના રાક્ષસનો સંહાર થયો અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. 


Rate this content
Log in