મમતા
મમતા
મમ્મા મેરી પ્યારી મમ્મા
સુંદર સુંદર મેરી મમ્મા.
પ્યાર ભરી તેરી આંખે
મુજે દેખતી રહેતી હૈ.
તેરે બિના મે અકેલા મમ્મા.....
તાળીઓના ગડગડાટ વચ્ચે મધર્સ ડે ના દિવસે ભૂલકાઓએ પોતાની મમ્મા માટે માટે કશુક બોલ્યું, કશુક ગાયું માતૃત્વની સરવાણી ફૂટી હોય તેમ બે આંખો ચોધાર આંસુએ રડી પડે છે. અને બે આંખો માતૃત્વને શૉધે છે ચાર આંખોની આ અજબ કહાનીમાં અટવાઈ છે મોહિત અને મમતા.
"લિટલ વંડર્સ"ના હોલમાં જ્યારે મોહિત ગીત ગાવા આવે છે ત્યારે એનાઉન્સમેન્ટ થાય છે કે આજે મોહિત તેની મમ્મીની યાદમાં એક ગીત સંભળાવશે. અને ગીતના શબ્દો સાંભળતા જ લીટલ વંડર્સના લાડલા મમતા ટીચરની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
વર્ષો પહેલા મમતા ટીચરનો લાડલો અકસ્માતનો ભોગ બન્યો હતો અને તે દિવસથી આજ સુધી તેઓ દરેક બાળકમાં પોતાનું બાળક શોધીને તેનું ધ્યાન રાખતા, તેને ભણાવતા, બાળકોની કાલી ઘેલી ભાષામાં ખોવાઈ જતા. અને માટે જ મમતા ટીચર બાળકોના લાડીલા ટીચર હતા.
આજે મમતા ટીચરની મમતા મોહિતમાં ખેંચાઈ ગઈ. અને તેણે મોહિતને પ્રેમથી ઊંચકી લીધો અને પોતાની સ્નેહવર્ષામાં ભીંજવી દીધો.
અને મોહિતને પણ તેની અતૃપ્ત મમતાનો ખજાનો મળી ગયો હોય તેમ તે પણ મમતાના પાલવમાં છૂપાઈ ગયો.
દૂરથી મોહિતના પપ્પાએ યશોદા - કનૈયા જેવું સુંદર મિલન જોયું. તેઓ મમતાની પાસે આવ્યા પણ કશું જ બોલી ન શક્યા મમતા પણ કશું જ બોલી ન શકી. માત્ર મમતા અને મોહિતની ચાર મૂંગી આંખો એક પ્રેમભરી વેદના અનુભવી રહી હતી.