STORYMIRROR

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

વિશિષ્ટ શક્તિ

વિશિષ્ટ શક્તિ

1 min
150


ક્યારેક આપણે અનુભવીએ છીએ કે. આપણી આસપાસ કોઈક એવી શક્તિ છે જે આપણને આપણને માર્ગદર્શન આપે છે. ક્યારેક આપણને કોઈ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે કે ક્યારે કે આપણી રક્ષા પણ કરે છે.

ભારત દેશ તો સંત મહાત્મા અને વિભૂતિઓનો દેશ છે, સાઈબાબા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. તેના ચમત્કાર વિશે પણ જાણીએ છીએ અને ઘણા એવા અનુભવો સાંભળ્યા પણ છે અને થયા પણ છે એવો જ એક અનુભવ અમને પણ થયો હતો.

મારા નણંદ સાઈબાબાના ભક્ત હતા. તે તેમના રસોડામાં બાબાનો ફોટો રાખતા એક દિવસ અચાનક તેમને ફોટામાંથી અવાજ સંભળાવો ચલે જાઓ, ચલે જાઓ.. વારંવાર આવો અવાજ સંભળાતા તેઓ રસોડાની બહાર નીકળી ગયા અને તરત જ તેમના બહાર નીકળ્યા પછી કુકર ફાટ્યું. એમની સાંઈબાબા પરની શ્રદ્ધા અને ભક્તિ એ તેમની રક્ષા કરી.

આવી વિશિષ્ટ શક્તિ વિશે અવારનવાર સાંભળીએ છીએ પણ ઘણીવાર આપણી બુદ્ધિ એ સ્વીકારી શકતી નથી.

પણ કુદરતે પણ આવી વિશિષ્ટ શક્તિઓ નો પરિચય આપેલો જ છે. 


Rate this content
Log in