પરગ્રહવાસી બોરિસ્કા
પરગ્રહવાસી બોરિસ્કા
ન માની શકાય તેવી આ વાત છે. પણ આ હકીકત છે. બોરિસ્કા મંગળ ગ્રહ પરથી પૃથ્વી પર તેનો પુર્નજન્મ છે. 11 જાન્યુઆરી 1996 રશિયા મા તેમનો જન્મ થયો હતો. બોરિસ્કાની અદ્ભુત હરકતો જોઈને તેના માતા પિતા ને ખ્યાલ આવી ગયો કે તેમનું બાળક અસાધારણ છે. એક વર્ષની ઉંમરે તે છાપું વાંચતો હતો. 2 વર્ષ ની ઉંમરે તેનું ભાષા કૌશલ્ય દેખાયું. 3 વર્ષ ની ઉંમરે બહ્માંડ વિશેની વાતો કરતો. એ પછી તેૉં તેમના કેટલાય ઈન્ટરવ્યુ લેવાઈ ગયા. તેમની વાતો સાંભળીને વૈજ્ઞાનિકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. બોરિસ્કા મંગળ ગ્રહ પર રહેતો હતો તેણે નવ વર્ષ ની ઉંમરે બહ્માંડ વિશેની વિસ્તૃત માહિતી આપી. વૈજ્ઞાનિકોને પણ જેના વિશે જાણકારી ન હતી. તે પાયલોટ હતો. મંગળ ગ્રહ પર વિનાશકારી પરમાણુ યુદ્ધ ના કારણે બધું તહશનહસ થઈ ગયું. તેણે કહ્યું કે હું ધરતીને બચાવવા આવ્યો છું. તેણે કેટલીક ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પણ છે.
ઘણાં લોકો તેની વાતોને મજાકમાં ઉડાવી દેતા. ઘણા લોકો તેની વાતો પર વિશ્વાસ કરતા.
બોરિસ્કા અચાનક તેની માતા સાથે ગાયબ થઈ ગયો. 2021 મા તેના સમાચાર મળ્યા કે તે તેની માતા સાથે રશિયાના નાના એવા ગામમાં રશિયા સરકારની નજર હેઠળ છે.
નાસા દ્વારા મંગળ ગ્રહ પર જીવન શક્ય છે એવું સંશોધકો દ્વારા કહેવાય છે તેના કેટલાક પૂરાવા પણ મળ્યા છે.બોરિસ્કા માર્ટિયન સભ્યતાનો રહેવાસી હતો. પરમાણું યુદ્ધથી મંગળ ગ્રહના પર્યાવરણ ને ઝેરી બનાવી ને તેનો વિનાશ થયો છે. બોરિસ્કાની વાતો નાસાના વિજ્ઞાનીઓ માનતા થયા છે. એલિયનનું શહેર હોય શકે.
