મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
રીના અને રિતેશની જોડી એટલે લોકોને ઈર્ષા થાય તેવી. લગ્નના દસ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ બંને વચ્ચેનો પ્રેમ એટલો કે જાણે હમણાં જ પરણ્યા હોય. ખાવું પીવું ફરવું ફરવું બંનેના શોખ પણ સરખા. .તેમજ આર્થિક રીતે પણ સુખી અને સંપન્ન પરિવાર. સરસ મજાના નાના નાના ટવીન્સ બાળકોથી કિલ્લોલતો પરિવાર.
કોઈની નજર લાગી હોય તેમ એક દિવસ રિતેશ ઓફિસથી આવતો હતો ત્યારે ટ્રકની ટક્કર લાગતા તેની કાર પલટી ખાઈ ગઈ અને રીતેશ ઉથલી પડ્યો. માથામાં ઘણું લાગી ગયેલું. હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઘણું બધું લોહી નીકળી ગયું. ઇમરજન્સીમાં તેની સારવાર શરૂ થઈ ગઈ પણ. તે કોમામાં જતો રહ્યો. થોડા દિવસ વેન્ટિલેટર પર રાખ્યો. ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો.
અચાનક આવું થવાથી રીનાની આંખોએ અશ્રુધારા વહેતી થઈ. પણ એને રિતેશના શબ્દો યાદ આવી ગયા. રિતેશ ઘણી વખત કહેતો કે," રીના હું મારા મૃત્યુ પછી મારા અંગોનું દાન કરી દઈશ. અને જેના કારણે મને મૃત્યુ પછી પણ જીવન મળશે. મારા અંગો દ્વારા હું કોઈકને જીવનભર ઉપયોગી થઈ શકીશ. મારો આત્મા તો મરશે નહીં, પણ મારા અંગો પણ મને મૃત્યુ પછીનું જીવન આપશે." રીના એ રિતેશના અંગદાન કરવાનો નિર્ણય લીધો. અને તેના ઘરમાં બધાને જણાવ્યું. રિતેશના માતા-પિતા પણ તેની વાત સાથે સહમત થયા.