STORYMIRROR

Bhavna Bhatt

Classics Inspirational Thriller

3  

Bhavna Bhatt

Classics Inspirational Thriller

બલિદાન

બલિદાન

3 mins
4.3K


જેમણે જેમણે સાંભળ્યુ તે બધા લોકોને નવાઈ લાગી હતી. શહેરના નામાંકિત ઉધોગપતિ ધનસુખ ભાઈ નો એકનો એક પુત્ર નિલેશ... ! શહેરમાં સૌથી વધારે મિલકત ધરાવતા કરોડપતિમાં તેમની ગણતરી થતી હતી. નિલેશ એટલે? દેખાવમાં સુંદર,.. પહોળો સીનો, અભિનેતા ને પણ સરમાવે તેવું વ્યક્તિતવ...! નિલેશ પૂરેપૂરો ભારતીય સંસ્કારોથી રંગાયેલો... મરતા ને પણ મર ના કહે અને મા બાપ નો પડ્યો બોલ ઝીલનાર. એવા નિલેશ ને મેળવવા જ્ઞાતિની કેટલીય કન્યાઓ ઉપવાસ, પૂજા પાઠ કરતી હતી. પણ આ શું નિલેશ સાથે લગ્ન કરવાની રચનાએ ના પાડી દીધી.

રચના અને નિલેશ એક જ કોલેજમાં હતા અને એક જ કલાસમાં હતા. નિલેશ ને રચના ગમી ગઈ હતી. એક દિવસ નિલેશે રચનાને લગ્ન કરવા કહ્યું પણ રચનાએ વાત ઠુકરાવી દીધી. રચનાની મા એ જાણ્યું એટલે એ પણ દુઃખી થયા, રચના ઘરે આવી એટલે બોલ્યા ગાંડી થઈ છું તું તે આટલુ સરસ આવેલુ માંગુ ઠુકરાવી દીધું. રચના કહે હા મા અમે નાના હતા અને પિતાજી નો સ્વર્ગવાસ થયો ત્યારે અમે નાના હતા તે અમને લોકોના ઘરમાં કામ કરી મોટા કયાઁ. અને જયારે મોટા ભાઈ વિરલ કમાતા થયા ત્યારે સુખ આવશે એમ ધાયુઁ હતુ પણ એ તો જુદા થઈ ગયા અને પરણી ગયા. આપણે એક રૂમમાં રહીએ છીએ અને હું પાર્ટ ટાઈમ જોબ કરૂ છું. કાલે હું સાસરે જવુ તો તારૂ કોણ??? મારા સુખનો હું વિચાર ના કરી શકુ મા માટે જ મેં લગ્નની ના પાડી. અરે રે દિકરી તે આ શું કયુઁ હું તો ખયુઁ પાન કહેવાઉ.... કયારે ટપ થઈ જાઉં તે નક્કી નહીં.. મારા મયાઁ પછી અહીં તારું કોણ??? તું નિલેશ ને હા પાડી દે તો હું સુખેથી મરી શકુ મારુ આટલુ વેણ રાખ દિકરી.....

' જો મા .... તું મારી મા છે તો હું પણ તારી જ દિકરી છું.... મને મજબૂર ના કર.... મા કહે જો તુ લગ્ન માટે હા નહીં પાડે તો હું આજથી અન્ન નો ત્યાગ કરુ છું આમ કરતા આજે મા ના ઉપવાસ ને દસ દસ દિવસ થઈ ગયા હતા. હવે તો મા બોલી પણ શકતી નહોતી. રચના હવે ગભરાઈ ગઈ હતી કે મા માટે બલિદાન અને ત્યાગ આપવાની ધૂનમાં કયાંક મા ગુમાવી દેવાનો વારો ના આવે....!

આજે મા ના ઉપવાસ ને બારમો દિવસ હતો... રચના બહાર આંગણામાં બેઠી હતી તયાં જ મોટી કાર તેના ઘરના બારણે ઊભી રહી તેમાંથી શેઠ ધનસુખ ભાઈ અને નિલેશ ઉતયાઁ.. ઘરમાં આવ્યા અને રચનાની મા ના ખાટલા પાસે જઈ બે હાથ જોડીને ઊભા રહ્યા. ધનસુખ ભાઈ કહે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું મારા નિલેશ માટે... રચના બેટા હા પાડી દે, મને તમારા બંનેની બધી જ હઠ વિશે જાણકારી મળી છે. તને તારી માની લાગણી થાય એ વ્યાજબી છે પણ તને એ બાબતમા અમારા ઘરમાં કોઈ બંધન નહીં હોય તમે મા દિકરી શાંતિથી બંગલામાં રહો મને આનંદ થશે. હવે બેટા તું તારી મા ને અને અમને ના હેરાન કર. હા પાડી દે બેટા...

રચના શરમાઈ ને નીચુ જોઈ ગઈ અને હાથ જોડીને લગ્ન માટે હા પાડી અને શેઠ ધનસુખ ભાઈ ને પગે લાગી અને મા ને પગે લાગી અને મા ને પારણા કરાવવા લીંબુનો શરબત બનાવી લાવી આજે ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો.......


Rate this content
Log in

Similar gujarati story from Classics