Kalpesh Patel

Classics Others

5.0  

Kalpesh Patel

Classics Others

બગાસું

બગાસું

2 mins
1.3K


આખરે પોપટે નિશ્વાસ કાઢતા વાત છેડી અને તેના સસરાની બાજુના ખટલે સૂતેલા ગોર'ને કહ્યું "મહારાજ, આ કોઈ વહેમની વાત નથી."  અને તે તમને કેવી રીતે સમજાવું .

પોપટની પહેલી વહુનો વસ્તાર અને બીજી વહુ , ખુદ પોપટ, એમ બધા સરખા માનસિક રીતે હેરાન થતા હતા. વાત હાહીકતમાં એવી હતી કે, પોપટની માં "ઘેલી"ને વહેમ હતો કે બીજી સુવાવડ વખતે મરી ગયેલી પોપટની પહેલી વહુ "સંતુ"  પૂર્વજ થઇ છે,  અને એ પોપટની બીજી વહુથી ખુશ નથી,અને તે જ તેઓના  આખા પરિવારને પરેશાન કરે છે. ઘેલીએ ઘણું કર્યું – મંત્ર, તંત્ર, ભૂવા- ભોપાળા- દોરા ઘાગા પણ, પરિસ્થિતિમાં કોઈ ફર્ક ન પડ્યો. છેવટે "સંતુ"ને પાણિયારે  બેસાડવાનું નક્કી કર્યું. અને ભુવા  ભરાડીને બોલાવી  બેસાડી.

એક દિવસ પોપટની પહેલી વહૂનો બાપ શામજી અને તેમનો ગોર  પોપટને ઘરે આવેલા.એ દિવસે ઘેલી અને પોપટની બીજી વારની વહુ  ઘરે ન હતા. સાસરાને આવેલા જોઈ પોપટે આવકાર આપી, સસરાને ઘરની બહાર ઓસરીના બેસવા કીધું , પણ તેઓ બંને ઘરમાં અંદર  ઓરડે ઢળેલા ખાટલે "બગાસું" ખાતા  આડા પડ્યા. પોપટનો પહેલી વહુ "સંતુ"થી થયેલો  છોકરો પાણિયારેથી બીતા બીતા પાણીનો લોટો ભરી શામજી દાદા ને આપી બહાર ભાગી ગયો. એ પછી પોપટ રસોડેથી રોટલો શાક અને છાસ લઈ આપી તે પણ બહાર જતો રહ્યો . થોડીવારે પોપટની માં આવીને ખાલી વાસણ લઈ તે પણ બહાર નીકળી ગઈ ગઈ.

આ આખા સમય દરમ્યાન પોપટના સસરાની સાથે આવેલો તેમનો ગોર વિચારતો હતો માળુ ઘરમાં કોઈ  મોટો ડખો છે  : " ઘરમાં મહેમાન છે, પણ બધા બહાર કેમ ભાગે છે ? એમણે પોપટને આ બાબતે પૂછ્યું ત્યારે પોપટે આપેલા ઉપરોક્ત  જવાબથી  એ મનોમન હસવા લાગ્યા પણ કંઈ બોલ્યા નહિ.

સાંજે બધાએ ઓસરીમાં વાળુપાણી પતાવી વાતે ચઢ્યા ત્યારે ગોરે કહ્યું : ઘેલી બહેન " આમ તો હું આવા  કોઈ કામ કરતો નથી. પણ, ગમે તેમ પણ , આ તો તમે, મારા મિત્રના  જમાઈના માં   છો એટલે જો તમે બધાં કહેતાં હો તો હું તમારા પાણિયારે બેસાડેલ  સંતુને મોક્ષ અપાવી તમને મુશ્કેલી થી કાયમી છુટકારો અપાવી શકું તેમ છું."

"તો તેમ થાય  તો તમારા જેવા કોઈ ભગવાન નહીં! " પોપટ સાથે તેની માં ઘેલી પુરીની આંખોમાં  એક અનેરી ચમક આવી ગઈ.

પંદરેક દિવસ પછી પોપટના સસરા ભેગા આવેલા ગોર મહારાજ પાછા એકલા પોપટને ઘેર આવ્યા ત્યારે, એમણે જોયું કે પોપટનો  આખો પરિવાર ઘરમાં  ઓરડે બેસી ખીલખીલાટ કરતો હતો.

તે સાંજે ગોર મહારાજ ફેરો સફળ થતાં , પોપટના ઘેરથી  થેલો ભરીને સીધું લઈ સાંજના એ પાછા વળ્યા ત્યારે ગામની બહાર આવેલા તળાવમાં એમણે પંદરેક દિવસ પહેલાં પોપટના ઘરના પનિયારેથી ઉપાડેલ   બેસાડેલા નાળિયેરને પધરાવેલું તે યાદ કરીને મનમાં મુશ્કરાયા,  " આપણે  ક્યાં કંઈ કર્યું જ છે ?  આતો અમથુ બગાસું ખાધું હતું અને…."

 


Rate this content
Log in

Similar gujarati story from Classics