Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

બાળપણની યાદો

બાળપણની યાદો

1 min
153


આજે બાળપણનો એક કિસ્સો યાદ આવ્યો. નાના હતા ત્યારે અમે પકડદાવ, આઈસ પાઈસ, રાજાનું ઘર, નદી કે પર્વત જેવી ઘણી રમતો રમતા. પરંતુ એ સર્વમાં મારી પ્રિય હોય તો આંબલી પીપળીની રમત હતી. વર્ષો પહેલા અમારા ઘરની પાછળની જે જગ્યા હતી ત્યાં મોટું ખેતર હતું. જેની ચોફેર આંબલી, બદામ, ગોર સાંબળી જેવા ઘણા વૃક્ષો હતા. જોકે હવે ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ખડી થઈ ગઈ છે.

ખેર, અમે બધા મિત્રો મળીને ત્યાં આંબલી પીપળીની રમત રમતા. એકવાર એવું બન્યું કે અમારો મિત્ર તરુણ વૃક્ષ પર ચઢવા જતા તેની ડાળી પરથી નીચે ભોંય પર પટકાયો હતો. વરસાદની મોસમ હોવાને કારણે જમીન પોચી હતી તેથી તેને ખાસ વાગ્યું નહોતું. પરંતુ અમારા માતાપિતાને જયારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ રોષે ભરાયા. અને એ દિવસથી અમારી આંબલી પીપળીનીની રમત બંધ થઈ ગઈ. જોકે નાનપણની એ રમતોથી પડ્યા બાદ પણ હસતા હસતા કેવી રીતે ઊભા થવું તે અમે શીખ્યા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract