STORYMIRROR

Varsha Bhatt

Thriller Children

3  

Varsha Bhatt

Thriller Children

બાળપણનાં કિસ્સા

બાળપણનાં કિસ્સા

1 min
183


બાળપણ એટલે મસ્તી, મજા, તોફાન.... મિત્રો સાથે વિતાવેલી યાદો વગેરે ઘણું. આજે હું પણ મારા બાળપણમાં ડોકિયું કરૂ છું અને મને હસવું આવે છે. હું જયારે ચોથા ધોરણમાં હતી ત્યાંરનો એક કિસ્સો છે. મને ઑઇલપેન્ટ કલર, પેટ્રોલ એવી બધી સુગંધ બહુ ગમે, તે સમયમાં મારા પપ્પા પાસે જુના ઢબની સુયેગા હતી. તો પપ્પા પેટ્રોલનાં શીશા ભરી ઘરમાં રાખતા. એક દિવસ બપોરનાં બધા સૂઈ ગયા હતા અને હું નીચે જયને પેટ્રોલનો શીશો લઈ સૂંઘવા લાગી ખબર નહીં તે મારા મગજમાં ચડી ગઈ કે મને કશું ભાન ન રહ્યું અને હું આખો શીશો પેટ્રોલ પી ગઈ. પછી મારો ભાઈ જોઈ ગયો અને ઘ

રમાં વાત કરી હું જરાપણ ભાનમાં ન હતી. બધુ ગોળ ગોળ ફરતું હતું. મારા પપ્પાએ મને વોમીટ કરાવી અને પછી મને થોડું ઠીક થયું. હજુ પણ સુગંધ ગમે પણ હવે પેટ્રોલ પીવાની ગલતી કરતી નથી.

  બીજો કિસ્સો ...એકવાર હું અને મારો ભાઈ કોઈ વાતચીત પર ઝગડયા તો મારા ભાઈએ મને બાથરૂમમાં બંધ કરી દીધી. ગુસ્સાથી મેં બાથરૂમનો કાચ તોડી નાંખ્યો. હવે પપ્પા આવશે અને વઢસે એવા ડરે હું આખી રાત અગાશીમાં સંતાઈ રહી હતી. 

 બાળપણની યાદો ખરેખર યાદ કરી હસવું આવે છે. આજે ઘણા સમયે બાળપણનાં કિસ્સા યાદ કરી મને મારુ બાળપણ યાદ આવી ગયું !


Rate this content
Log in

Similar gujarati story from Thriller