આઘાત
આઘાત
વહેલી સવારમાં પંખીઓનો મધુર કલશોર સંભળાતો હતો. નાનાં એવાં રતનપર ગામમાં સૌ પોત પોતાનાં બળદો લઈ ખેતર જવા નીકળી ગયાં.
રઘો અને શારદા પણ આજ ગામમાં છેવાડે રહેતાં. રઘો અને શારદાનાં ઘરમાં ઉદાસી હતી. રઘાની દીકરી ચંપાનાં ઓણ સાલ જ લગન કર્યા હતાં. ઓણ વરહ વરસાદ ઓછો થતાં રઘાએ ચંપાને કરિયાવરમાં દાગીના નહતા આલયા. તો ચંપાનાં સાસરીયા ચંપાને હેરાન કરતાં તો ચંપા થોડા દા'ડા અહીં રહેવા આવી હતી. સધુંય ગામ ઊંઘી ગયું હતું. બસ તમરાઓ જાગતા હતાં. રઘો અને શારદા ચંપાનાં દાગીનાનો જુગાડ કયાથી કરવો એ વિષે વાત કરતાં હતાં. એકની એક દીકરીનાં આંસુ પણ જોઈ શકતા ન હતાં. વળી દીકરી કેટલા દા'ડા માવતર રહે.
રઘો બોલ્યો.
" ખેતરને ગિરવે મૂકી શાહુકાર પાહેથી સવારમાં ફદિયા લઈ આવું. તો દીકરી એનાં ઘેર પાછી જાય. "
બંનેની વાત સાંભળી ચંપાની આંખોમાં આંસુ આવ્યા.
સવાર થતાં આખા ગામમાં વાતો થવા લાગી કે ભાગોળવાળા કૂવામાં કોઈ જુવાનજોધ છોડીની લાશ તરે છે.
